Mehsanaના વિજાપુરમાં કોલવડા ગામમાં 33 લોકોએ ટોપરાપાક ખાધા બાદ થયું ફૂડ પોઈઝનિંગ

મહેસાણાના વિજાપુરમાં કોલવડા ગામમાં ટોપરાપાક ખાધા બાદ 33 લોકો ફૂડ પોઈઝનિંગની અસર થતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.હાઈસ્કૂલમાં ઉજવણી કાર્યક્રમમાં ટોપરાપાક આપવામાં આવ્યો હતો જેમા આ ઘટના બની હતી જેમાં 16 લોકોને વિજાપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલ તમામ લોકોની તબિયત સુધારા પર છે અને આરોગ્ય વિભાગે વધુ તપાસ હાથધરી છે. 33 લોકોને અસર થતાં આરોગ્ય તંત્ર થયું દોડતું વિજાપુર તાલુકાના કોલવડા ગામે મંગળવારે યોજાયેલ હાઈસ્કૂલની ઊજવણી પ્રસંગે ગામ જમ્યા બાદ વધેલો ટોપરાપાક લોકોને આપવામાં આવ્યો હતો જેમાં આ ઘટના બની હતી 16 લોકોને વિજાપુર સિવિલમાં ખસેડાયા છે.બુધવારે બપોરે દેવીપુજક વાસના લોકોએ ગામ તરફથી મળેલ ટોપરાપાક ભોજનમાં ખાધા બાદ બપોર પછી 33 જણાને ફૂડ પોઈઝનિંગની અસર થતાં ઝાડા-ઉલટી થયા હતા. ફૂડ પોઈઝનિંગની ઘટનાની જાણને પગલે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મહેશ કાપડિયા અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. વિનોદ પટેલ સહિતની ટીમ કોલવડા ગામે પહોંચી હતી અને વધુ તપાસ હાથધરી હતી. આરોગ્ય વિભાગે લીધા નમૂના સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટોપરાપાકના સેમ્પલ લીધા હતા,સાથે સાથે તમામ સેમ્પલને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે,રીપોર્ટ બાદ આરોગ્ય વિભાગ કાર્યવાહી કરી શકે છે હાલમાં તમામની તબિયત સુધારા પર છે અને જે લોકોની તબિયત સારી થઈ છે તેમને હોસ્પિટલમાથી રજા પણ આપી દેવામાં આવી છે.ખોરાકી ઝેરની અસર થતાં 16 જણાને કોલવડા અને કુકરવાડા CHCમાં દાખલ કરી સઘન સારવાર અપાઇ હતી. ખોરાક ક્યારે બગડે છે? જ્યારે તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય ત્યારે બેક્ટેરિયા વધવા લાગે છે. કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે 37 ડિગ્રીથી વધુ તાપમાન બેક્ટેરિયાને મારી શકે છે. ફૂડ પોઈઝનિંગના લક્ષણો ડોક્ટરના જણાવ્યા મુજબ, કોઈપણ વસ્તુ ખાધા પછી પેટમાં તીવ્ર દુખાવો, ઉલ્ટી, અપચો, માથાનો દુખાવો, અતિશય થાક, નબળાઈ અને તાવ જેવા કોઈપણ લક્ષણો ફૂડ પોઈઝનિંગના લક્ષણો હોઈ શકે છે. ફૂડ પોઈઝનિંગ કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ આ સમસ્યાઓ બાળકોમાં વધુ જોવા મળે છે.  

Mehsanaના વિજાપુરમાં કોલવડા ગામમાં 33 લોકોએ ટોપરાપાક ખાધા બાદ થયું ફૂડ પોઈઝનિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણાના વિજાપુરમાં કોલવડા ગામમાં ટોપરાપાક ખાધા બાદ 33 લોકો ફૂડ પોઈઝનિંગની અસર થતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.હાઈસ્કૂલમાં ઉજવણી કાર્યક્રમમાં ટોપરાપાક આપવામાં આવ્યો હતો જેમા આ ઘટના બની હતી જેમાં 16 લોકોને વિજાપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલ તમામ લોકોની તબિયત સુધારા પર છે અને આરોગ્ય વિભાગે વધુ તપાસ હાથધરી છે.

33 લોકોને અસર થતાં આરોગ્ય તંત્ર થયું દોડતું

વિજાપુર તાલુકાના કોલવડા ગામે મંગળવારે યોજાયેલ હાઈસ્કૂલની ઊજવણી પ્રસંગે ગામ જમ્યા બાદ વધેલો ટોપરાપાક લોકોને આપવામાં આવ્યો હતો જેમાં આ ઘટના બની હતી 16 લોકોને વિજાપુર સિવિલમાં ખસેડાયા છે.બુધવારે બપોરે દેવીપુજક વાસના લોકોએ ગામ તરફથી મળેલ ટોપરાપાક ભોજનમાં ખાધા બાદ બપોર પછી 33 જણાને ફૂડ પોઈઝનિંગની અસર થતાં ઝાડા-ઉલટી થયા હતા. ફૂડ પોઈઝનિંગની ઘટનાની જાણને પગલે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મહેશ કાપડિયા અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. વિનોદ પટેલ સહિતની ટીમ કોલવડા ગામે પહોંચી હતી અને વધુ તપાસ હાથધરી હતી.


આરોગ્ય વિભાગે લીધા નમૂના

સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટોપરાપાકના સેમ્પલ લીધા હતા,સાથે સાથે તમામ સેમ્પલને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે,રીપોર્ટ બાદ આરોગ્ય વિભાગ કાર્યવાહી કરી શકે છે હાલમાં તમામની તબિયત સુધારા પર છે અને જે લોકોની તબિયત સારી થઈ છે તેમને હોસ્પિટલમાથી રજા પણ આપી દેવામાં આવી છે.ખોરાકી ઝેરની અસર થતાં 16 જણાને કોલવડા અને કુકરવાડા CHCમાં દાખલ કરી સઘન સારવાર અપાઇ હતી.

ખોરાક ક્યારે બગડે છે?

જ્યારે તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય ત્યારે બેક્ટેરિયા વધવા લાગે છે. કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે 37 ડિગ્રીથી વધુ તાપમાન બેક્ટેરિયાને મારી શકે છે.

ફૂડ પોઈઝનિંગના લક્ષણો

ડોક્ટરના જણાવ્યા મુજબ, કોઈપણ વસ્તુ ખાધા પછી પેટમાં તીવ્ર દુખાવો, ઉલ્ટી, અપચો, માથાનો દુખાવો, અતિશય થાક, નબળાઈ અને તાવ જેવા કોઈપણ લક્ષણો ફૂડ પોઈઝનિંગના લક્ષણો હોઈ શકે છે. ફૂડ પોઈઝનિંગ કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ આ સમસ્યાઓ બાળકોમાં વધુ જોવા મળે છે.