Mehasanaના ખેરાલુમાંથી ડબ્બા ટ્રેડિંગ કરતા શખ્સની પોલીસે કરી ધરપકડ, 8 આરોપીઓ ફરાર

મહેસાણાના ખેરાલુમાંથી ડબ્બા ટ્રેડિંગ કરતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે,મલારપુરા સીમમાંથી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે,આ ઘટનામાં અન્ય 8 આરોપીઓ પોલીસ ચોપડે ફરાર છે.આરોપી પાસેથી પોલીસે 4 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.સ્ટોક એડવાઈઝર કંપનીના એજન્ટની આપતા હતા ઓળખ. ખેરાલુમાંથી ડબ્બા ટ્રેડિંગ કરતો શખ્સ ઝડપાયો મહેસાણાના ખેરાલુમાં ડબ્બા ટ્રેડિંગ કરતો શખ્સ ઝડપાયો છે.આરોપી લોકોને ફોન કરીને શેરબજારમાં રોકાણ કરવા માટે લાલચ આપતો હતો અને રૂપિયા ખાતામાં મેળવીને ઠગાઈ કરતો હતો.આરોપી પાસેથી 4 મોબાઈલ ફોન મળી આવ્યા છે.શેરબજારમાં રૂપિયા કમાવવાની લાલચથી છેતરપિંડી કરવામાં આવતી હતી,હાલમાં એક આરોપી ઝડપાયો છે અને 8 આરોપીઓ પોલીસ ચોપડે ફરાર છે. ડબ્બા ટ્રેડિંગનું મોટું કૌભાંડ મહેસાણા જિલ્લામાં ડબ્બા ટ્રેડિંગનું મોટું કૌભાંડ સામે આવ્યું છે,અગાઉ પણ 29 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી,ગેર કાયદેસર શેર બજારમાં રૂપિયા કમાવવાની લાલચ આપી લોકોને છેતરી રહ્યાં છે.સ્ટોક એડવાઈઝર કંપનીના ગુજરાત એજન્ટ તરીકેની ખોટી ઓળખ આપી શેર બજારમાં વધુ નાણાં કમાઈ આપવાની લાલચ આપી છેતરપિંડી કરતા હતા,આ મામલે ખેરાલુ પીએસઆઈ ડી.વી.ચૌધરીએ વધુ તપાસ હાથધરી છે. પોલીસે અગાઉ પણ ઝડપ્યા આરોપીઓને મહેસાણા જીલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારમાં કેટલીક સંગઠીત ગેંગો દ્રારા સમગ્ર ભારતમાં શેરબજારમાં રોકાણ કરવા ઇચ્છતા લોકોને ટાર્ગેટ કરી શેરબજારની ટ્રેડીંગ કંપનીઓના એજન્ટ બની શેરબજારમાં નફો (પ્રોફીટ) કમાવવાની ટીપ્સ આપવાની લાલચ આપી તેઓ પાસેથી નક્કી કરેલ બેન્ક એકાઉન્ટોમાં રૂપિયા નખાવી તે રૂપિયાની છેતરપીંડી કરતી અલગ-અલગ ગેંગના કુલ 29 આરોપીઓને પકડી ડબ્બા ટ્રેડીંગની પ્રવૃતિનો પર્દાફાશ ગાંધીનગર તથા મહેસાણા જીલ્લા પોલીસે કર્યો છે.

Mehasanaના ખેરાલુમાંથી ડબ્બા ટ્રેડિંગ કરતા શખ્સની પોલીસે કરી ધરપકડ, 8 આરોપીઓ ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણાના ખેરાલુમાંથી ડબ્બા ટ્રેડિંગ કરતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે,મલારપુરા સીમમાંથી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે,આ ઘટનામાં અન્ય 8 આરોપીઓ પોલીસ ચોપડે ફરાર છે.આરોપી પાસેથી પોલીસે 4 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.સ્ટોક એડવાઈઝર કંપનીના એજન્ટની આપતા હતા ઓળખ.

ખેરાલુમાંથી ડબ્બા ટ્રેડિંગ કરતો શખ્સ ઝડપાયો

મહેસાણાના ખેરાલુમાં ડબ્બા ટ્રેડિંગ કરતો શખ્સ ઝડપાયો છે.આરોપી લોકોને ફોન કરીને શેરબજારમાં રોકાણ કરવા માટે લાલચ આપતો હતો અને રૂપિયા ખાતામાં મેળવીને ઠગાઈ કરતો હતો.આરોપી પાસેથી 4 મોબાઈલ ફોન મળી આવ્યા છે.શેરબજારમાં રૂપિયા કમાવવાની લાલચથી છેતરપિંડી કરવામાં આવતી હતી,હાલમાં એક આરોપી ઝડપાયો છે અને 8 આરોપીઓ પોલીસ ચોપડે ફરાર છે.

ડબ્બા ટ્રેડિંગનું મોટું કૌભાંડ

મહેસાણા જિલ્લામાં ડબ્બા ટ્રેડિંગનું મોટું કૌભાંડ સામે આવ્યું છે,અગાઉ પણ 29 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી,ગેર કાયદેસર શેર બજારમાં રૂપિયા કમાવવાની લાલચ આપી લોકોને છેતરી રહ્યાં છે.સ્ટોક એડવાઈઝર કંપનીના ગુજરાત એજન્ટ તરીકેની ખોટી ઓળખ આપી શેર બજારમાં વધુ નાણાં કમાઈ આપવાની લાલચ આપી છેતરપિંડી કરતા હતા,આ મામલે ખેરાલુ પીએસઆઈ ડી.વી.ચૌધરીએ વધુ તપાસ હાથધરી છે.

પોલીસે અગાઉ પણ ઝડપ્યા આરોપીઓને

મહેસાણા જીલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારમાં કેટલીક સંગઠીત ગેંગો દ્રારા સમગ્ર ભારતમાં શેરબજારમાં રોકાણ કરવા ઇચ્છતા લોકોને ટાર્ગેટ કરી શેરબજારની ટ્રેડીંગ કંપનીઓના એજન્ટ બની શેરબજારમાં નફો (પ્રોફીટ) કમાવવાની ટીપ્સ આપવાની લાલચ આપી તેઓ પાસેથી નક્કી કરેલ બેન્ક એકાઉન્ટોમાં રૂપિયા નખાવી તે રૂપિયાની છેતરપીંડી કરતી અલગ-અલગ ગેંગના કુલ 29 આરોપીઓને પકડી ડબ્બા ટ્રેડીંગની પ્રવૃતિનો પર્દાફાશ ગાંધીનગર તથા મહેસાણા જીલ્લા પોલીસે કર્યો છે.