Mahisagar: નિવૃત હોમગાર્ડ કમાન્ડીંગ ઓફીસર 6 હજારની લાંચ લેતા ઝડપાયા

બે વર્ષ પહેલા હોમગાર્ડ કમાન્ડીંગ ઓફીસર તરીકે નિવૃત થયેલ આરોપી માનાભાઇ મોતીભાઇ ડામોરએ 6 હજારની લાંચ માગી હતી. જેને લઈને ફરિયાદીએ એસીબીમાં રજુઆત કરી હતી. એસીબીમાં રજુઆત થતાં પોલીસે આરોપીને તેમના ઘરેથી જ 6 હજાર રૂપિયા લેતા રંગેહાથ ઝડપ્યા છે. આરોપી કે જેઓ અગાઉ બે વર્ષ પહેલા હોમગાર્ડ કમાન્ડીંગ ઓફીસરના હોદ્દા ઉપરથી નિવૃત થયેલ છે. અને હાલમા તેમના પુત્ર હોમગાર્ડ કમાન્ડીંગ ઓફીસર તરીકે ફરજ બજાવે છે. પોતે હોદ્દા ઉપર ન હોવા છતા મનસ્વીપણે હોમગાર્ડની નોકરીની વહેચણી કરવી, નોકરીના સ્થળે હાજર છે કે કેમ તેની ચકાસણી કરવી, હોમગાર્ડના માનદવેતનના ભથ્થાનુ બીલ બનાવવાની કામગીરી તેમજ ફરિયાદીને નોકરીનો નજીકનો પોઇન્ટ આપવાની અને તેઓને નોકરીમા હેરાન પરેશાન નહીં કરવા માટે 6 હજાર રૂપિયાની લાંચ માગી હતી. આરોપી ઘરે બેઠા સંચાલન કરતા હતા જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.6 હજારની લાંચની માંગણી કરી લાંચના નાણાં પંચ-1ની હાજરીમા સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કરેલ છે. આ કેસમાં ટ્રેપ કરનાર અધિકારી એમ. એમ. તેજોત, પો.ઈન્સ., મહીસાગર એ. સી. બી. પો.સ્ટે., સુપરવિઝન અધિકારી બી. એમ. પટેલ, મદદનીશ નિયામક, એ. સી. બી. પંચમહાલ એકમ ગોધરા છે.

Mahisagar: નિવૃત હોમગાર્ડ કમાન્ડીંગ ઓફીસર 6 હજારની લાંચ લેતા ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બે વર્ષ પહેલા હોમગાર્ડ કમાન્ડીંગ ઓફીસર તરીકે નિવૃત થયેલ આરોપી માનાભાઇ મોતીભાઇ ડામોરએ 6 હજારની લાંચ માગી હતી. જેને લઈને ફરિયાદીએ એસીબીમાં રજુઆત કરી હતી. એસીબીમાં રજુઆત થતાં પોલીસે આરોપીને તેમના ઘરેથી જ 6 હજાર રૂપિયા લેતા રંગેહાથ ઝડપ્યા છે.

આરોપી કે જેઓ અગાઉ બે વર્ષ પહેલા હોમગાર્ડ કમાન્ડીંગ ઓફીસરના હોદ્દા ઉપરથી નિવૃત થયેલ છે. અને હાલમા તેમના પુત્ર હોમગાર્ડ કમાન્ડીંગ ઓફીસર તરીકે ફરજ બજાવે છે. પોતે હોદ્દા ઉપર ન હોવા છતા મનસ્વીપણે હોમગાર્ડની નોકરીની વહેચણી કરવી, નોકરીના સ્થળે હાજર છે કે કેમ તેની ચકાસણી કરવી, હોમગાર્ડના માનદવેતનના ભથ્થાનુ બીલ બનાવવાની કામગીરી તેમજ ફરિયાદીને નોકરીનો નજીકનો પોઇન્ટ આપવાની અને તેઓને નોકરીમા હેરાન પરેશાન નહીં કરવા માટે 6 હજાર રૂપિયાની લાંચ માગી હતી.

આરોપી ઘરે બેઠા સંચાલન કરતા હતા

જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.6 હજારની લાંચની માંગણી કરી લાંચના નાણાં પંચ-1ની હાજરીમા સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કરેલ છે.

આ કેસમાં ટ્રેપ કરનાર અધિકારી એમ. એમ. તેજોત, પો.ઈન્સ., મહીસાગર એ. સી. બી. પો.સ્ટે., સુપરવિઝન અધિકારી બી. એમ. પટેલ, મદદનીશ નિયામક, એ. સી. બી. પંચમહાલ એકમ ગોધરા છે.