Mahesana: વિઠોડા અનુપમ પ્રાથમિક શાળાનો દેશની શ્રોષ્ઠ શાળાઓમાં સમાવેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેરાલુ તાલુકાના વિઠોડા ગામની શ્રીમતી કમળાબેન બાબુલાલ શાહ અનુપમ પ્રાથમિક શાળાનો દેશની શ્રોષ્ઠ પીએમશ્રી શાળાઓમાં સમાવેશ થતાં જિલ્લાનું ગૌરવ વધ્યું છે. 29, જુલાઈ 2025ના રોજ દિલ્હી ખાતે યોજાયેલા અખિલ ભારતીય શિક્ષા સંગમ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના પાંચ વર્ષની ઉજવણી દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેશભરની શ્રોષ્ઠ પીએમશ્રી શાળાઓની તક્તીનું વર્ચ્યુઅલી અનાવરણ કર્યું હતું. આમાં વિઠોડાની શાળાનો સમાવેશ થયો જે ગુજરાતની 33 શાળાઓમાં સામેલ છે. રાજ્યમાં કુલ 448 પીએમશ્રી શાળાઓ કાર્યરત છે. આ શાળાએ NEP-2020ના ઉદ્દેશ્યોને આત્મસાત કરી ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સર્વાંગી વિકાસ પર ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. શાળા માત્ર પુસ્તકીય જ્ઞાન સુધી સીમિત ન રહેતાં બાળકોને જીવનની સમસ્યાઓ સામે તૈયાર કરવાના NEPના લક્ષ્યોને સાર્થક કરે છે. આ ઘોષણા કાર્યક્રમને નિહાળવા સંસદસભ્ય, ધારાસભ્ય, પદાધિકારીઓ, SMC, ગ્રામજનો, DPEO, શિક્ષકો, બાળકો અને વાલીઓ જોડાયા હતા.
What's Your Reaction?






