Mahesana: રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈઃ SIRથી વૉટર લિસ્ટ થશે ફાઈનલ
 
                                Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
1, જાન્યુઆરી, 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં યોજાનાર મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં SIR પ્રક્રિયાની વિગતો, સમયપત્રક અને જરૂરી દસ્તાવેજો વિશે વિગતવાર રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને સમજૂતી આપવામાં આવી હતી. જેથી ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સચોટ બનાવી શકાશે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ SIR 2.0 પ્રક્રિયા ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ થઈ રહી છે. આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ નકલી અથવા ડુપ્લિકેટ મતદારોને દૂર કરીને મતદાર યાદીને અપડેટ કરવાનો છે. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓેને જણાવ્યું હતું કે, બૂથ લેવલ ઓફ્સિર (BLO) દરેક ઘરે ત્રણ વખત મુલાકાત લેશે અને એક બૂથ પર મહત્તમ 1200 મતદારોની મર્યાદા રાખવામાં આવશે. નાગરિકોને તેમની ઓળખ અને નાગરિકતા સાબિત કરવા માટે 12 પ્રકારના દસ્તાવેજો માન્ય ગણાશે. જેમાં ભારતીય પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, વોટર આઈડી, PAN કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતમાં 2002-2004ની અગાઉની SIR યાદીઓનો ઉપયોગ કરીને વિગતો ચકાસવાની સુવિધા પણ આપવામાં આવી છે.
What's Your Reaction?
 Like
        0
        Like
        0
     Dislike
        0
        Dislike
        0
     Love
        0
        Love
        0
     Funny
        0
        Funny
        0
     Angry
        0
        Angry
        0
     Sad
        0
        Sad
        0
     Wow
        0
        Wow
        0
     
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                             
                                            
