Local Body Elections 2026 : મંત્રી ઋષિકેશ પટેલના કોંગ્રેસ પર પ્રહાર, મહેસાણામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસ વિખેરાઈ, વિપક્ષ પાસે ઉમેદવાર જ ન હોવાનો દાવો

Apr 14, 2026 - 19:00
Local Body Elections 2026 : મંત્રી ઋષિકેશ પટેલના કોંગ્રેસ પર પ્રહાર, મહેસાણામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસ વિખેરાઈ, વિપક્ષ પાસે ઉમેદવાર જ ન હોવાનો દાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ગરમાવા વચ્ચે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, મહેસાણામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસનું સંગઠન સંપૂર્ણપણે વિખેરાઈ ગયું છે. ફોર્મ પરત ખેંચવાના દિવસે જ કોંગ્રેસના 67 જેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય ગરમાવો વધી ગયો છે.

કોંગ્રેસ પર લોભ-લાલચના આક્ષેપ

મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે હવે મેદાનમાં ઉતારવા માટે કોઈ મજબૂત ઉમેદવાર બચ્યા નથી. કોંગ્રેસ માત્ર લોભ અને લાલચ આપીને લોકોને મેદાનમાં ઉતારે છે, પરંતુ જનતા અને કાર્યકરોનો વિશ્વાસ ભાજપ પર છે.

બિનહરીફ વિજય તરફ ભાજપની કૂચ

ઋષિકેશ પટેલે વધુમાં મોટું નિવેદન આપતા કહ્યું કે, આવતીકાલ સાંજ સુધીમાં મહેસાણા જિલ્લામાં 100થી વધુ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. વિપક્ષ પાસે હવે લડવા માટેની કોઈ વ્યૂહરચના કે ઉમેદવાર જ બાકી રહ્યા નથી. આ સ્થિતિ જોતા ચૂંટણી પહેલા જ ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત જણાઈ રહ્યો છે.


આ પણ વાંચો----    Local Body Elections 2026 : રાજુ કરપડા માલામાલ, 4 વર્ષમાં મિલકત 6 ગણી વધી, માત્ર 4 મહિનામાં જ ખરીદી લીધી 42 વીઘા જમીન

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0