Local Body Elections 2026 : ચૂંટણી ટાણે જુનાગઢ જિ.પંચાયતના ભાજપ ઉમેદવાર જેઠાભાઇ ચુડાસમા દારૂની બોટલો સાથે કેક કાપતા દેખાયા, વીડિયો વાયરલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગણતરીના કલાકો બાકી છે ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં એક વિવાદિત વીડિયોએ રાજકીય ખળભળાટ મચાવી દીધો છે. માંગરોળના ઓ.જી. વિસ્તારની બેઠકના ભાજપના ઉમેદવાર જેઠાભાઇ ચુડાસમાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ દારૂની બોટલો સાથે બર્થ ડેની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે.
શું છે વીડિયોમાં?
વાયરલ થયેલા આ વીડિયોમાં જેઠાભાઇ ચુડાસમા તેમના દીકરાની બર્થ ડે પાર્ટીની ઉજવણી કરી રહ્યા હોવાનું જણાય છે. આ પાર્ટીમાં ટેબલ પર કેકની સાથે વિદેશી દારૂની બોટલો પણ નજરે પડે છે. ડ્રાય સ્ટેટ એવા ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સત્તાધારી પક્ષના ઉમેદવારનો આવો વીડિયો સામે આવતા ચકચાર મચી ગઇ છે. લોકોમાં પણ આ વીડિયોને લઈને ભારે ચર્ચાઓ જાગી છે.
આ વીડિયોની સંદેશ ન્યુઝ પુષ્ટિ નથી કરતું
ચૂંટણી પહેલા જ ઉમેદવારની આવી છબી સામે આવતા ભાજપ માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. જોકે, આ વીડિયો ક્યારનો છે અને ક્યાંનો છે તે અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ વાયરલ વીડિયોની 'સંદેશ ન્યૂઝ' પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો---- Local Body Elections 2026 : ગરમીના યલો એલર્ટ વચ્ચે 26 એપ્રિલે ગુજરાતમાં જંગ, નેતાઓ અને ચૂંટણી પંચ મતદાન વધારવા મક્કમ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

