Local Body Elections 2026 : ઊંઝામાં તા.પંચાયતની 4 બેઠક પર ભાજપ બિન હરીફ, જિલ્લા પંચાયતની 3 પૈકી 1 કહોડા બેઠક બિનહરીફ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટીએ એકહથ્થુ શાસન તરફ કદમ માંડ્યા છે. ઊંઝા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના જંગમાં મતદાન પહેલા જ ભાજપે ઘણી બેઠકો પર વિજયનો પંચમ લહેરાવી દીધો છે. ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતા જ કેટલીક બેઠકો બિનહરીફ જાહેર થઇ છે.
4 બેઠકો પર ભાજપે બિનહરીફ વિજય મેળવ્યો
ઊંઝા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો પૈકી 4 બેઠકો પર ભાજપે બિનહરીફ વિજય મેળવ્યો છે. જેમાં ઉપેરા, દાસજ, વરવાડા અને કરલી બેઠકોનો સમાવેશ થાય છે. આ સાથે જ ઊંઝા તાલુકા પંચાયત કબજે કરવાના ભાજપના લક્ષ્યાંકમાં આ ચાર બેઠકોએ મજબૂત પાયો નાખ્યો છે.
જિલ્લા પંચાયતની 3 બેઠકો પૈકી 1 બેઠક (કહોડા) બિનહરીફ
તાલુકા પંચાયત ઉપરાંત જિલ્લા પંચાયતના ગણિતમાં પણ ભાજપ આગળ રહ્યું છે. ઊંઝા તાલુકાની જિલ્લા પંચાયતની 3 બેઠકો પૈકી 1 બેઠક (કહોડા) પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ વિજય બાદ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે બાકી રહેલી બેઠકો પર આગામી દિવસોમાં રસાકસીભર્યો જંગ જામશે, પરંતુ બિનહરીફ થયેલી આ બેઠકોએ ભાજપ માટે જીતનો માર્ગ સરળ બનાવી દીધો છે.
આ પણ વાંચો---- Local Body Elections 2026 : ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે અનેક બેઠકો પર રાજકીય સમીકરણો બદલાયા, 3 વાગ્યા સુધી 10 મનપામાં 51 ફોર્મ પરત ખેંચાયા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

