Local body election : આપના MLA ગોપાલ ઈટાલિયા ભાન ભૂલ્યા, ભાવનગરની સભામાં ગાળો બોલી

Apr 22, 2026 - 10:00
Local body election : આપના MLA ગોપાલ ઈટાલિયા ભાન ભૂલ્યા, ભાવનગરની સભામાં ગાળો બોલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભેંસાણમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ભાન ભૂલી જાહેર સભામાં અપશબ્દો બોલ્યા છે.બેશરમીની હદ તો ત્યાં છે કે માફી માગવાને બદલે ધારાસભ્ય ઈટાલિયા એવું કહે છે કે,ભાવનગરમાં ભાઈઓ-બહેનો આવું બોલતાં હોય છે અને તે સામાન્ય છે.

જાહેરમાં બોલી ન શકાય તેવા અપશબ્દો બોલ્યા

દિલ્હીથી આપના કાર્યકર દ્વારા સુરત ખાતે પૈસા મોકલવાનું હવાલા કૌભાંડ સામે આવ્યું છે ત્યાં હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નવા વિવાદમાં સપડાયા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઈટાલિયા જાહેરમાં બોલી ન શકાય તેવા અપશબ્દો બોલ્યા છે.એ પછી પાછા નફ્ફટ થઈને તેઓ કહે છે કે, ભાવનગર અને સુરતમાં પણ આમ બોલાતું હોય છે.ઈટાલિયાના લવારાના કારણે ચૂંટણી જાહેરસભા વખતે લોકોને ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જવું પડયું હતું.

ઈટાલિયા વિરુદ્ધ ચોમેરથી ટીકાઓનો મારો શરૂ થયો

જાહેરસભામાં ગાળ બોલવાનો ઘટનાક્રમ સામે આવતાં ઈટાલિયા વિરુદ્ધ ચોમેરથી ટીકાઓનો મારો શરૂ થયો હતો.ઉલ્લેખનીય છે કે,ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપના નેતાઓએ ટિકિટોની વહેંચણીમાં સોદાબાજી કરી હોવાના આક્ષેપો મોટા પાયે થયા છે. ટિકિટથી વંચિત એક આગેવાને ગંભીર આક્ષેપો કર્યા હતા કે, દિલ્હીના નેતાઓ માટે શરાબ અને શબાબની સવલતો આપના નેતાઓ પૂરી પાડે છે.


આ પણ વાંચોઃ Local body election: ભાજપના સાંસદની મતદારોને ધમકી, કોંગ્રેસ એક પણ બેઠક જીતી તો ગ્રાન્ટ નહીં આપીએ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0