Lakhtar: તાલુકાના બાબાજીપરા રોડ પર સમારકામ હાથ ધરાતા વાહનચાલકોને હાશકારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં ભારે વરસાદના કારણે હાઈવે સહિતના ગ્રામ્ય માર્ગો બન્યા હતા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા વિશેષ અભિયાનના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જે અન્વયે લખતર તાલુકાનાં બાબાજીપરા રોડ પર ડામર પેચવર્કની કામગીરી કરવામાં આવી છે. આ માર્ગ પરના ખાડાઓ અને ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ થતાં ટ્રાફ્કિ વ્યવહાર સુચારુ બન્યો છે અને નાગરિકોને આંશિક રાહત મળી છે.
What's Your Reaction?






