Lakhtar: હાઈવે પર કાર રસ્તાની સાઈડમાં ઊતરી, બે વ્યક્તિને ઈજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
લખતર હાઈવે પર અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે ગુરૂવારે બપોરના સમયે અમદાવાદથી સુરેન્દ્રનગર જતી બલેનો કારના ચાલકે વિરમગામ-લખતર હાઈવે પર ગેથળા હનુમાનજી મંદિર પાસે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રસ્તાની સાઈડના ખાડામાં ઉતરી ગઈ હતી. જેમાં કારમાં સવાર મુળ વઢવાણ તાલુકાના રામપરાના અને હાલ અમદાવાદ રહેતા પંકજ સુરેશભાઈ પટેલ અને દિલીપ પરસોત્તમભાઈ પટેલને ઈજા થઈ હતી. જેમાં હનુમાનજી મંદિરના સેવક મનુભાઈ કોળી સહિતનાઓ દ્વારા બન્નેને કારમાંથી બહાર કઢાયા હતા. જયારે 108 દ્વારા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. આ બન્ને કાર લઈને વતન રામપરા જતા હોવાનું સામે આવ્યુ છે.
What's Your Reaction?






