Lakhtar: ઢાંકી ગામે ફાયરિંગ કરનાર આરોપી ઝડપાયો, કોર્ટે રિમાન્ડ કર્યા મંજૂર

લખતરના ઢાંકી ગામે ફાયરિંગ કરનારા આરોપીને આખરે હવે લખતર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ઢાંકી ગામે 29 સપ્ટેમ્બરના રોજ ડફેર રસુલ દ્વારા મઝલોદ બંદૂક દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ ઘટનામાં એક બાળકીનું મોત નીપજ્યું હતું.આરોપી રસુલ ડફેરને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો ત્યારે ફાયરિંગની ઘટના બાદ રસુલ ડફેર ફાયરિંગ કરીને નાસી છુટ્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આરોપી રસુલ ડફેરને લીલાપુર અને ઈંગરોડીબલ વચ્ચે આવેલા ગોબર તલાવ ખાતેથી બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર ડીવાયએસપી તેમજ લખતર પોલીસ દ્વારા આરોપીને ઝડપીને લખતર પોલીસ સ્ટેશન લોકઅપ ખાતે રાખવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા લખતર પોલીસ દ્વારા રસુલ ડફેરને હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સ દ્વારા ઝડપી પાડીને લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે રસુલ ડફેર અને અલી ડફેર બંને ભાઈ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અને ગુજસીટોકના ગેડીયા ગેંગના આરોપી પણ છે. જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા અને ડી.વાય.એસ.પી દ્વારા બંને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જેમાં રસુલ નથુ ડફેરને ઝડપી પાડવામાં આવ્યો હતો. ડફેર રસુલ નથુને લખતર કોર્ટમાં પણ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં કોર્ટે આરોપીના 6 દિવસની રિમાન્ડ મંજૂર કર્યા છે. ઢાંકી ગામ ખાતે ત્રણથી વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું તમને જણાવી દઈએ કે લખતર તાલુકાના ઢાંકી ગામ ખાતે ત્રણથી વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્રણ રાઉન્ડથી વધારે ફાયરિંગમાં બે વ્યક્તિને ઈજા પહોંચી હતી અને એક 12 વર્ષના બાળકને હૃદય ઉપર ગોળી વાગતા ઘટના સ્થળ પર જ મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે આરોપી અલી નથુ ડફેર નર્મદા કેનાલ ઉપર રાહદારીઓને વારંવાર લૂંટી અને ધાક ધમકીઓ આપતો હતો. 3 રાઉન્ડ ફાયરિંગમાં એક બાળકનું મોત અને એક વ્યક્તિને પેટના ભાગે બે ગોળી વાગતા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Lakhtar: ઢાંકી ગામે ફાયરિંગ કરનાર આરોપી ઝડપાયો, કોર્ટે રિમાન્ડ કર્યા મંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લખતરના ઢાંકી ગામે ફાયરિંગ કરનારા આરોપીને આખરે હવે લખતર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ઢાંકી ગામે 29 સપ્ટેમ્બરના રોજ ડફેર રસુલ દ્વારા મઝલોદ બંદૂક દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ ઘટનામાં એક બાળકીનું મોત નીપજ્યું હતું.

આરોપી રસુલ ડફેરને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો

ત્યારે ફાયરિંગની ઘટના બાદ રસુલ ડફેર ફાયરિંગ કરીને નાસી છુટ્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આરોપી રસુલ ડફેરને લીલાપુર અને ઈંગરોડીબલ વચ્ચે આવેલા ગોબર તલાવ ખાતેથી બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર ડીવાયએસપી તેમજ લખતર પોલીસ દ્વારા આરોપીને ઝડપીને લખતર પોલીસ સ્ટેશન લોકઅપ ખાતે રાખવામાં આવ્યો હતો.

કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

લખતર પોલીસ દ્વારા રસુલ ડફેરને હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સ દ્વારા ઝડપી પાડીને લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે રસુલ ડફેર અને અલી ડફેર બંને ભાઈ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અને ગુજસીટોકના ગેડીયા ગેંગના આરોપી પણ છે. જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા અને ડી.વાય.એસ.પી દ્વારા બંને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જેમાં રસુલ નથુ ડફેરને ઝડપી પાડવામાં આવ્યો હતો. ડફેર રસુલ નથુને લખતર કોર્ટમાં પણ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં કોર્ટે આરોપીના 6 દિવસની રિમાન્ડ મંજૂર કર્યા છે.

ઢાંકી ગામ ખાતે ત્રણથી વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું

તમને જણાવી દઈએ કે લખતર તાલુકાના ઢાંકી ગામ ખાતે ત્રણથી વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્રણ રાઉન્ડથી વધારે ફાયરિંગમાં બે વ્યક્તિને ઈજા પહોંચી હતી અને એક 12 વર્ષના બાળકને હૃદય ઉપર ગોળી વાગતા ઘટના સ્થળ પર જ મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે આરોપી અલી નથુ ડફેર નર્મદા કેનાલ ઉપર રાહદારીઓને વારંવાર લૂંટી અને ધાક ધમકીઓ આપતો હતો. 3 રાઉન્ડ ફાયરિંગમાં એક બાળકનું મોત અને એક વ્યક્તિને પેટના ભાગે બે ગોળી વાગતા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.