Kutchમાં હાડ થીજવતી ઠંડીનો લોકો કરી રહ્યાં છે સામનો, વાંચો Inside Story
સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે ત્યારે કચ્છ જિલ્લામાં પણ લોકો હાડ થીજવતી ઠંડીનો સામનો કરી રહયા છે.કચ્છના કોલ્ડસીટી ગણાતા નલિયામાં ઠંડીનો પારો સિંગલ ડિજીટમાં નોંધાઈ રહયો છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.કચ્છના નલિયા અને પાટનગર ગણાતા ભુજ શહેરમાં ઠંડીનો પારો ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હજી પણ ઠંડીનો કરવો પડશે સામનો છેલ્લા ત્રણ ચાર દિવસથી ઠંડીમાં વધારો થયો છે જેની સીધો અસર લોકોના જન જીવન પર જોવા મળી છે.ઠંડી લઈને પ્રાથમિક શાળાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે સવારે ૩૦ મિનિટ મોડી શાળાઓ ચાલુ કરવા માટે જીલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ કર્યો છે ભુજમાં વહેલી સવારે લોકો વોકિગ અને સરસર કરી કડકડતી ઠંડીમાં પોતાનું સ્વાસ્થ્ય બનાવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા હજુપણ ઠંડીનું જોર વધે તેવી આગાહી કરી છે જેના કારણે હજુપણ કચ્છના લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવા તેયાર રહેવું પડશે. નલિયામાં ઠંડીનું જોર વધ્યું નલિયામાં ઠંડીના પગલે લોકો પૂરો દિવસ ગરમ વસ્ત્રો પહેરતા જોવા મળી રહ્યા છે.ઠંડા પવન પણ ઝડપથી ફૂંકાઈ રહ્યા છે, જેથી દિવસના સમયમાં પણ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. લોકો મોડી સાંજે અને વહેલી સવારના સમયે તાપણી કરતાં પણ જોવા મળ્યા હતા તો રાત્રિ તેમજ દિવસ દરમિયાન પણ જરૂરિયાત ન હોય તો લોકો ઘરેથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. નલિયાની ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે નલિયાની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે આ નલિયાનો વિસ્તાર છે ખુલ્લો વિસ્તાર છે જેના લીધે ઠંડા પવનો રોકવા માટે અહીં કોઈ માઉન્ટેન જેવા કોઈ રૂકાવટ ના હોતા હિમાલય વિસ્તારથી આવતા પવનો લો ડિપ્રેશનના કારણે અહીંના વાતાવરણમાં અનુભવાય છે. ઉપરાંત નલિયામાં આસપાસના વિસ્તારમાં વેજીટેશન પણ ખૂબ ઓછું રહે છે. તો અબડાસા વિસ્તારમાં દરિયાકિનારાનો વિસ્તાર વધુ છે જેથી રેતીનું પ્રમાણ પણ વધુ છે જેના લીધે રેતી ઠંડી પણ વધુ પ્રમાણમાં સોષે છે અને તેના કારણે જ આસપાસની હવા પણ ઠંડી થતી હોય છે અને સામાન્ય ઠંડી કરતા અહીં ઠંડીનો વધારો થાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે ત્યારે કચ્છ જિલ્લામાં પણ લોકો હાડ થીજવતી ઠંડીનો સામનો કરી રહયા છે.કચ્છના કોલ્ડસીટી ગણાતા નલિયામાં ઠંડીનો પારો સિંગલ ડિજીટમાં નોંધાઈ રહયો છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.કચ્છના નલિયા અને પાટનગર ગણાતા ભુજ શહેરમાં ઠંડીનો પારો ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.
હજી પણ ઠંડીનો કરવો પડશે સામનો
છેલ્લા ત્રણ ચાર દિવસથી ઠંડીમાં વધારો થયો છે જેની સીધો અસર લોકોના જન જીવન પર જોવા મળી છે.ઠંડી લઈને પ્રાથમિક શાળાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે સવારે ૩૦ મિનિટ મોડી શાળાઓ ચાલુ કરવા માટે જીલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ કર્યો છે ભુજમાં વહેલી સવારે લોકો વોકિગ અને સરસર કરી કડકડતી ઠંડીમાં પોતાનું સ્વાસ્થ્ય બનાવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા હજુપણ ઠંડીનું જોર વધે તેવી આગાહી કરી છે જેના કારણે હજુપણ કચ્છના લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવા તેયાર રહેવું પડશે.
નલિયામાં ઠંડીનું જોર વધ્યું
નલિયામાં ઠંડીના પગલે લોકો પૂરો દિવસ ગરમ વસ્ત્રો પહેરતા જોવા મળી રહ્યા છે.ઠંડા પવન પણ ઝડપથી ફૂંકાઈ રહ્યા છે, જેથી દિવસના સમયમાં પણ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. લોકો મોડી સાંજે અને વહેલી સવારના સમયે તાપણી કરતાં પણ જોવા મળ્યા હતા તો રાત્રિ તેમજ દિવસ દરમિયાન પણ જરૂરિયાત ન હોય તો લોકો ઘરેથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.
નલિયાની ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે
નલિયાની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે આ નલિયાનો વિસ્તાર છે ખુલ્લો વિસ્તાર છે જેના લીધે ઠંડા પવનો રોકવા માટે અહીં કોઈ માઉન્ટેન જેવા કોઈ રૂકાવટ ના હોતા હિમાલય વિસ્તારથી આવતા પવનો લો ડિપ્રેશનના કારણે અહીંના વાતાવરણમાં અનુભવાય છે. ઉપરાંત નલિયામાં આસપાસના વિસ્તારમાં વેજીટેશન પણ ખૂબ ઓછું રહે છે. તો અબડાસા વિસ્તારમાં દરિયાકિનારાનો વિસ્તાર વધુ છે જેથી રેતીનું પ્રમાણ પણ વધુ છે જેના લીધે રેતી ઠંડી પણ વધુ પ્રમાણમાં સોષે છે અને તેના કારણે જ આસપાસની હવા પણ ઠંડી થતી હોય છે અને સામાન્ય ઠંડી કરતા અહીં ઠંડીનો વધારો થાય છે.