Kutchના રાપરમાં બોરવેલમાં પડેલા બાળકનો આબાદ થયો બચાવ, ગ્રામજનોએ ભારે જહેમત બાદ જીવ બચાવ્યો

Aug 11, 2025 - 00:00
Kutchના રાપરમાં બોરવેલમાં પડેલા બાળકનો આબાદ થયો બચાવ, ગ્રામજનોએ ભારે જહેમત બાદ જીવ બચાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં એક મોટી દુર્ઘટના ટળતા રહી ગઈ હતી. અહીંના ઉમિયા ગામમાં એક દસ વર્ષનો બાળક ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો. પરંતુ ગામના લોકોની સમયસૂચકતા અને ભારે જહેમત બાદ બાળકને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યો હતો. ગામનો 10 વર્ષીય રાકેશ મહેશ કોલી નામનો બાળક રમતા-રમતા અચાનક ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો. બાળક બોરવેલમાં પડતા જ તેના રડવાનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

બોરવેલમાં પડી ગયેલ બાળકને ગ્રામજનોએ બચાવી લીધો

ગ્રામજનોએ તાત્કાલિક બાળકને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવીને બાળકને બોરવેલમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે સ્થાનિક લોકોએ પોતાના સંસાધનો અને બુદ્ધિનો ઉપયોગ કર્યો હતો. લાંબા સમયની મહેનત બાદ આખરે બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. બાળકને બહાર કાઢવામાં આવતા જ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અવારનવાર ઉઘાડા બોરમાં પડી જવાની ઘટના બનતી હોય છે

આ ઘટના બાદ ગ્રામજનોએ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને આવા ખુલ્લા બોરવેલથી બાળકોને દૂર રાખવાની અને જો શક્ય હોય તો તેને ઢાંકી દેવાની સલાહ આપી હતી. આવા ખુલ્લા બોરવેલ અવારનવાર નિર્દોષ બાળકો માટે જીવલેણ સાબિત થતા હોય છે. આ ઘટનામાં ગ્રામજનોએ બતાવેલી એકતા અને સમયસૂચકતા પ્રશંસનીય છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0