Kutchના અતિસંવેદનશીલ એવા ક્રિક વિસ્તારમાંથી એક પાકિસ્તાની બોટ અને 15 ઘુસણખોરોને BSFએ ઝડપી પાડ્યા

Aug 24, 2025 - 00:30
Kutchના અતિસંવેદનશીલ એવા ક્રિક વિસ્તારમાંથી એક પાકિસ્તાની બોટ અને 15 ઘુસણખોરોને BSFએ ઝડપી પાડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના અત્યંત સંવેદનશીલ એવા ક્રિક વિસ્તારમાંથી ફરી એકવાર પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો પ્રયાસ થયો છે. ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલી એક પાકિસ્તાની બોટને BSF દ્વારા ઝડપી પાડવામાં આવી છે. બોટ પર સવાર 15 જેટલા ઘુસણખોરોને પણ સુરક્ષા દળોએ દબોચી લીધા છે. આ ઘટના મોડી રાત્રે બની હતી. BSFની પેટ્રોલિંગ ટીમ દ્વારા નિયમિત પેટ્રોલિંગ દરમિયાન ભારતીય જળસીમામાં શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી.

ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઇ

શંકાના આધારે બીએસએફના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બોટને ઘેરી લીધી હતી. બોટની તલાશી લેતા તેમાંથી 15 જેટલા લોકો મળી આવ્યા હતા. જે તમામ પાકિસ્તાની નાગરિકો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. BSFએ તાત્કાલિક આ બોટ અને તેમાં સવાર તમામ લોકો પર કાર્યવાહી કરી હતી.. આ લોકોનો ઇરાદો શું હતો તેઓ ક્યાંથી આવ્યા હતા અને તેમનો હેતુ શું હતો તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ભારતીય જળસીમા પાકિસ્તાન બોટ પ્રવેશતા કાર્યવાહી

હાલ તમામ ઘુસણખોરોની પૂછપરછ ચાલી રહી છે. આ ઘટના બાદ BSF દ્વારા સમગ્ર ક્રિક વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કચ્છનો ક્રિક વિસ્તાર દરિયાઈ અને જમીન સીમા બંને રીતે પાકિસ્તાન સાથે જોડાયેલો હોવાથી અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. આ વિસ્તારમાંથી ઘૂસણખોરીના પ્રયાસો અવારનવાર થતા રહે છે. BSFની સતર્કતા અને સમયસરની કાર્યવાહીથી આ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી શકાયો છે. જે સુરક્ષા દળોની સજ્જતા દર્શાવે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0