Kutch: અંજારની એક કંપનીમાં લાગી ભીષણ આગ, ભારે દોડધામ મચી

કચ્છમાં અંજારની ભાગોળે આવેલી એક કંપનીમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી છે. મેઘપર બોરીચી નજીક આવેલી જીનસ કંપનીમાં આગ લાગતા આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ ત્યારે ઘટના અંગેની સમગ્ર જાણકારી ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કર્યા છે. આ કંપનીમાં ઈલકટ્રીકનો સામાન બનાવવામાં આવે છે. કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હાલમાં ઘટના સ્થળ પર અંજાર મામલતદાર, પોલીસનો કાફલો અને ફાયર વિભાગની ટીમ પહોંચી છે અને આગ ઓલવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. જો કે હજુ સુધી આગ લાગવા અંગેના ચોક્કસ કારણો જાણી શકાયા નથી. મળતી માહિતી મુજબ કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હતો અને તેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું અને દૂર દુરથી આગના ધુમાડા જોઈ શકાતા હતા. ગઈકાલે પાલનપુરની જી ડી મોદી કોલેજ બહાર કારમાં ભભુકી હતી ગઈકાલે જ બનાસકાંઠાના પાલનપુરની જી ડી મોદી કોલેજ બહાર કારમાં આગ ભભુકી હતી, કોલેજ બહાર પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભુકતા આસપાસમાં ભારે અફરતફરી મચી ગઈ હતી. ત્યારે કારમાં લાગેલી ભયાનક આગને પગલે કાર બળીને ત્યાં જ ખાક થઈ ગઈ હતી. જો કે રાહતની વાત એ છે કે સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નહતી. લુણાવાડા શહેરના એક મકાનના ગિઝરમાંથી ગેસ લીકેજ થતાં આગ લાગી લુણાવાડા શહેરના એક મકાનના ગિઝરમાંથી ગેસ લીકેજ થતાં આગની ઘટના બની હતી. શહેરના પીપળી બજાર વિસ્તારમાં આવેલી દેરાફળીના એક મકાનમાં રાખેલા ગિઝરમાંથી ગેસ લીકેજ થતાં આગ લાગી હતી. રહેણાંક મકાનના બાથરૂમમાં આગ લાગતા અફરા તફરી મચી હતી. જો કે બનાવ અંગે લુણાવાડા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ બુઝાવી હતી. જો કે આ બનાવમાં સદનસીબે મોટી જાનહાનિ થતા ટળી હતી. 

Kutch: અંજારની એક કંપનીમાં લાગી ભીષણ આગ, ભારે દોડધામ મચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છમાં અંજારની ભાગોળે આવેલી એક કંપનીમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી છે. મેઘપર બોરીચી નજીક આવેલી જીનસ કંપનીમાં આગ લાગતા આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ

ત્યારે ઘટના અંગેની સમગ્ર જાણકારી ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કર્યા છે. આ કંપનીમાં ઈલકટ્રીકનો સામાન બનાવવામાં આવે છે.


કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ

હાલમાં ઘટના સ્થળ પર અંજાર મામલતદાર, પોલીસનો કાફલો અને ફાયર વિભાગની ટીમ પહોંચી છે અને આગ ઓલવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. જો કે હજુ સુધી આગ લાગવા અંગેના ચોક્કસ કારણો જાણી શકાયા નથી. મળતી માહિતી મુજબ કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હતો અને તેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું અને દૂર દુરથી આગના ધુમાડા જોઈ શકાતા હતા.

ગઈકાલે પાલનપુરની જી ડી મોદી કોલેજ બહાર કારમાં ભભુકી હતી

ગઈકાલે જ બનાસકાંઠાના પાલનપુરની જી ડી મોદી કોલેજ બહાર કારમાં આગ ભભુકી હતી, કોલેજ બહાર પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભુકતા આસપાસમાં ભારે અફરતફરી મચી ગઈ હતી. ત્યારે કારમાં લાગેલી ભયાનક આગને પગલે કાર બળીને ત્યાં જ ખાક થઈ ગઈ હતી. જો કે રાહતની વાત એ છે કે સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નહતી.

લુણાવાડા શહેરના એક મકાનના ગિઝરમાંથી ગેસ લીકેજ થતાં આગ લાગી

લુણાવાડા શહેરના એક મકાનના ગિઝરમાંથી ગેસ લીકેજ થતાં આગની ઘટના બની હતી. શહેરના પીપળી બજાર વિસ્તારમાં આવેલી દેરાફળીના એક મકાનમાં રાખેલા ગિઝરમાંથી ગેસ લીકેજ થતાં આગ લાગી હતી. રહેણાંક મકાનના બાથરૂમમાં આગ લાગતા અફરા તફરી મચી હતી. જો કે બનાવ અંગે લુણાવાડા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ બુઝાવી હતી. જો કે આ બનાવમાં સદનસીબે મોટી જાનહાનિ થતા ટળી હતી.