Kutch News: ગેરકાયદે ડીઝલના જથ્થા સાથે એક ઝડપાયો

Dec 25, 2025 - 21:30
Kutch News: ગેરકાયદે ડીઝલના જથ્થા સાથે એક ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પૂર્વ કચ્છમાં ગુનાખોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સતત સક્રિય છે. તાજેતરમાં LCBની ટીમ દ્વારા સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રેડ કરવામાં આવી છે. છળકપટ અને ચોરીની પદ્ધતિથી મેળવવામાં આવેલા ગેરકાયદે ડીઝલના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવામાં મોટી સફળતા મેળવી છે.

બાતમીના આધારે સફળ રેડ કરાઈ

લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, સામખિયાળી વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા ચોરી કે છળકપટથી મેળવેલા ડીઝલનો વેપલો કરવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી તપાસ હાથ ધરતા શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી 180 લીટર ડીઝલનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની બજાર કિંમત આશરે રૂપિયા 15,300 જેટલી થાય છે.

આરોપીની ધરપકડ

આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીનું નામ રમેશ લખ્ખુભાઈ ભરવાડ છે. જેની ઉંમર વર્ષ 31 છે, અને જૂના કટારીયા, તાલુકો ભચાઉના રહેવાસી છે. પોલીસે આરોપીની અટકાયત કરી તેની પાસેથી મુદ્દામાલ કબ્જે લીધો છે. આ ડીઝલ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો - Kachchh News: નાતાલના મીની વેકેશન કારણે સફેદ રણથી લઈ છેક લખપત સુધી સર્વત્ર પ્રવાસીઓની ભીડ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0