Kutch News: ખનીજ માફિયાઓ પર ફ્લાઈંગ સ્ક્વોડની તવાઈ, કોઠારા અને લખપતમાંથી રેતી ચોરી ઝડપાઈ, 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

May 4, 2026 - 23:00
Kutch News: ખનીજ માફિયાઓ પર ફ્લાઈંગ સ્ક્વોડની તવાઈ, કોઠારા અને લખપતમાંથી રેતી ચોરી ઝડપાઈ, 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના સરહદી વિસ્તારોમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓને ડામવા માટે ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે સપાટો બોલાવ્યો છે. જિલ્લાના અબડાસાના કોઠારા અને લખપત તાલુકાના મુચરબાણ વિસ્તારમાં આકસ્મિક રેડ કરીને મોટા પાયે ચાલી રહેલી રેતી અને ખનીજ ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

રેડની વિગત

ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે બાતમીના આધારે કોઠારા વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી, જ્યાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરતા બે ડમ્પર અને એક લોડર મશીન ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત, લખપત તાલુકાના મુચરબાણ પંથકમાં પણ ટીમે તવાઈ બોલાવી હતી, જ્યાંથી ખનીજ ચોરીમાં સંડોવાયેલા અન્ય બે ડમ્પર સહિતના વાહનો કબ્જે કરવામાં આવ્યા છે.

કરોડોનો મુદ્દામાલ જપ્ત

આ બંને કાર્યવાહી દરમિયાન ફ્લાઈંગ સ્ક્વોડે અંદાજે રૂપિયા 1.50 કરોડ (દોઢ કરોડ) ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખનીજ વિભાગની આ આકસ્મિક કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ તમામ વાહનોને સીઝ કરી કાયદેસરની દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં આવી તપાસ ચાલુ રહેશે તેવું વિભાગીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.


આ પણ વાંચો - Kutchમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0