Kutch News: અબડાસાના કોઠારામાં નશામાં ધૂત ટ્રેલર ચાલકનો આતંક, રેલવે ફાટક તોડી 4 વાહનોને લીધા અડફેટે

May 23, 2026 - 19:00
Kutch News: અબડાસાના કોઠારામાં નશામાં ધૂત ટ્રેલર ચાલકનો આતંક, રેલવે ફાટક તોડી 4 વાહનોને લીધા અડફેટે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કોઠારા વિસ્તારમાં નશામાં ધૂત ટ્રેલર ચાલકના આતંકથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બેફામ રીતે દોડતા ટ્રેલરે રેલવે ફાટક તોડી નાખ્યો હતો અને બાદમાં રસ્તા પર આડેધડ દોડતા અનેક વાહનોને અડફેટે લીધા હતા. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ત્રણ કાર અને છોટા હાથી વાહનને ટક્કર

માહિતી મુજબ ટ્રેલર ચાલકે ત્રણ કાર સહિત એક છોટા હાથી વાહનને ટક્કર મારી હતી. અકસ્માતમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટ્રેલર બેફામ દોડતું હોવાથી રસ્તા પર હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને વાહનચાલકો બચવા માટે દોડધામ કરતા જોવા મળ્યા હતા.

ફાટક વચ્ચે ટ્રેલર ફસાતાં મોટી દુર્ઘટના ટળી

અકસ્માત બાદ ટ્રેલર રેલવે ફાટક વચ્ચે જ ફસાઈ ગયું હતું, જેના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી. સદભાગ્યે આ સમગ્ર ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રેલર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0