kutch રાપરના ધો. 12ના વિદ્યાર્થીએ બસનું આબેહૂબ મોડલ બનાવી ડેપોને ભેટ આપી
રાપરના ધો. 12ના વિદ્યાર્થીએ અપડાઉન કરતી બસનું આબેહૂબ નાનું મોડલ બનાવીને ડેપોમાં જઈ ડેપો મેનેજરને અન્ય કર્મચારીઓની હાજરીમાં અનોખી ભેટ આપી છે. રાપરથી આણંદ ઉપડતી સવારની એસટીમાં રોજ અપડાઉન કરતો સેલારી સાંદિપની વિદ્યાલયમાં ધો.12 ના છાત્ર ઈરફાન અનવર મીરે બસમાં અપાતી સુવિધાને - લઈ પોતે જે બસમાં અપ ડાઉન કરે છે તે બસનું આબેહૂબ મોડલ બનાવીને રાપર ડેપો મેનેજર ભેટમાં આપ્યુ.વિદ્યાર્થીએ બસનુ હુબહુ મોડલ તૈયાર કર્યુકચ્છ રાપરના રીક્ષા ચાલકના છોકરાએ પોતાના ટેલેન્ટથી એક અનોખી ભેટ બનાવી ડેપોને ભેટ આપી છે. આ વિદ્યાર્થી ઈરફાન અનવર મીર સેલારી સાંદિપની વિદ્યાલયમાં ધોરણ 12 માં અભ્યાસ કરે છે .તે દરરોજ સ્કુલે બસમાં અપ ડાઉન કરે છે, તે દરરોજ રાપરથી આણંદ ઉપડતી સવારની એસટી બસમાં અપ ડાઉન કરે છે. દરરોજના અપ ડાઉનથી તે બસની તમામ ચીજોથી એટલો પરિચિત થઈ ગયો કે, તેણે આખી બસનુ હુબહુ મોડલ તૈયાર કરી દીધુ છે. મોડલ જોઈ ડેપો કર્મચારીઓ ચકિત થયા રાપરથી આણંદ ઉપડતી સવારની એસટીમાં અપડાઉન કરતો સેલારી સાંદિપની વિદ્યાલય ધો.12 ના છાત્ર ઈરફાન અનવર મીરે બસમાં અપાતી સુવિધાને - લઈ પોતે જે બસમાં અપ ડાઉન કરે છે. તે બસનું આબેહૂબ મોડલ બનાવીને રાપર ડેપો મેનેજર જે.બી. જોશીની ઓફિસ જઈ અન્ય કર્મચારીઓની હાજરીમાં આ મોડલ ભેટ પેટે અર્પણ કર્યું હતું. બસનુ હુબહુ મોડલ જોઈ તમામ કર્મચારીઓ પણ ચકિત થઈ ગયા હતા. કારણ કે, આ મોડલ હુબહુ એસટી બસ જેવુ જ હતુ. આબેહૂબ એસટી બસની જેમ જ અંદર 52 સીટો, અંદર લાઇટિંગ, ડ્રાઈવર, કન્ડક્ટર, સીટો સહિત આગળ પાછળ સિંગ્નલ, દરવાજો ખુલે તો લાઈટ ચાલુ થાય તેવું બે ફૂટ લાંબુ એસટીનું મોડલ એક રીક્ષા ચાલકનાં છોકરાએ બનાવતા તેની ડેપોના કર્મચારીઓએ પ્રશંસા કરી હતી. આ વિદ્યાર્થીએ બસનું હુબહુ નાનું મોડલ બનાવી રાપર ડેપોને ભેટ આપતાં છાત્રનું ડેપો મેનેજર અને ડેપાના કર્મચારીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાપરના ધો. 12ના વિદ્યાર્થીએ અપડાઉન કરતી બસનું આબેહૂબ નાનું મોડલ બનાવીને ડેપોમાં જઈ ડેપો મેનેજરને અન્ય કર્મચારીઓની હાજરીમાં અનોખી ભેટ આપી છે.
રાપરથી આણંદ ઉપડતી સવારની એસટીમાં રોજ અપડાઉન કરતો સેલારી સાંદિપની વિદ્યાલયમાં ધો.12 ના છાત્ર ઈરફાન અનવર મીરે બસમાં અપાતી સુવિધાને - લઈ પોતે જે બસમાં અપ ડાઉન કરે છે તે બસનું આબેહૂબ મોડલ બનાવીને રાપર ડેપો મેનેજર ભેટમાં આપ્યુ.
વિદ્યાર્થીએ બસનુ હુબહુ મોડલ તૈયાર કર્યુ
કચ્છ રાપરના રીક્ષા ચાલકના છોકરાએ પોતાના ટેલેન્ટથી એક અનોખી ભેટ બનાવી ડેપોને ભેટ આપી છે. આ વિદ્યાર્થી ઈરફાન અનવર મીર સેલારી સાંદિપની વિદ્યાલયમાં ધોરણ 12 માં અભ્યાસ કરે છે .તે દરરોજ સ્કુલે બસમાં અપ ડાઉન કરે છે, તે દરરોજ રાપરથી આણંદ ઉપડતી સવારની એસટી બસમાં અપ ડાઉન કરે છે. દરરોજના અપ ડાઉનથી તે બસની તમામ ચીજોથી એટલો પરિચિત થઈ ગયો કે, તેણે આખી બસનુ હુબહુ મોડલ તૈયાર કરી દીધુ છે.
મોડલ જોઈ ડેપો કર્મચારીઓ ચકિત થયા
રાપરથી આણંદ ઉપડતી સવારની એસટીમાં અપડાઉન કરતો સેલારી સાંદિપની વિદ્યાલય ધો.12 ના છાત્ર ઈરફાન અનવર મીરે બસમાં અપાતી સુવિધાને - લઈ પોતે જે બસમાં અપ ડાઉન કરે છે. તે બસનું આબેહૂબ મોડલ બનાવીને રાપર ડેપો મેનેજર જે.બી. જોશીની ઓફિસ જઈ અન્ય કર્મચારીઓની હાજરીમાં આ મોડલ ભેટ પેટે અર્પણ કર્યું હતું. બસનુ હુબહુ મોડલ જોઈ તમામ કર્મચારીઓ પણ ચકિત થઈ ગયા હતા. કારણ કે, આ મોડલ હુબહુ એસટી બસ જેવુ જ હતુ. આબેહૂબ એસટી બસની જેમ જ અંદર 52 સીટો, અંદર લાઇટિંગ, ડ્રાઈવર, કન્ડક્ટર, સીટો સહિત આગળ પાછળ સિંગ્નલ, દરવાજો ખુલે તો લાઈટ ચાલુ થાય તેવું બે ફૂટ લાંબુ એસટીનું મોડલ એક રીક્ષા ચાલકનાં છોકરાએ બનાવતા તેની ડેપોના કર્મચારીઓએ પ્રશંસા કરી હતી.
આ વિદ્યાર્થીએ બસનું હુબહુ નાનું મોડલ બનાવી રાપર ડેપોને ભેટ આપતાં છાત્રનું ડેપો મેનેજર અને ડેપાના કર્મચારીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.