Kutch: ભેદી રોગચાળાથી ટપોટપ મોત થતાં દર્દીના સેમ્પલ પુના મોકલાયા
કચ્છમાં ભેદી રોગચાળાથી લોકોના ટપોટપ મોત થતાં રાજ્ય સરકારના બે મંત્રી તેમજ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ, આરોગ્ય કમિશનર અને અન્ય અધિકારીઓની ટીમ કચ્છ પહોંચી છે. શંકાસ્પદ કેસોના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે. દવાખાનામાં સારવાર લઈ રહેલા દર્દીઓના સેમ્પલ પૂના ખાતે મોકલવામાં આવ્યા છે. રૂટિન કેસ સિવાય અન્ય કોઈ રોગ છે કે કેમ તેની તપાસ માટે સેમ્પલ પૂના મોકલવામાં આવ્યા છે. મંત્રી અને અધિકારીઓની ટીમ આવતીકાલે મૃતકોના પરિવારજનો સાથે પણ મુલાકાત કરશે. પરિવારજનો પાસેથી તેમની મેડિકલ હિસ્ટ્રી વગેરેની પણ તપાસ કરવામાં આવશે. લખપત અને અબડામાં વધુ કેસ જોવા મળ્યા પશ્ચિમ કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ફેલાયેલી ભેદી તાવની બીમારીનો તાગ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં હાથ ધરાયેલી સર્વેની કામગીરી દરમ્યાન બીજા 20 જેટલા ભેદી તાવના કેસો બહાર આવ્યા હતા. જેને વધુ તબીબી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા હતા. 20 જેટલા શંકાસ્પદ કેસ વધુ નોંધાયા લખપત તાલુકાના બરનદા, માતાના મઢ અને વાયોર પ્રાથમિક સારવાર કેન્દ્ર દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી આર. કુલમાલીના માર્ગદર્શન હેઠળ તાલુકાના બેખડાં, મોરગર વાંઢ, સાન્ધ્રો વાંઢ, મારી વાંઢ, વાલા વાળી વાંઢ નામના ગામોમાં 25 જેટલી તબીબી ટુકડીઓ દ્વારા ઘરે-ઘરે જઈને તપાસ કરવામાં આવી હતી. જે દરમ્યાન ઍનોફલીસ મચ્છર, એડીસ મચ્છરની ઉત્પત્તિ થઇ હોય તેવા 844 જેટલા સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી અને આ સર્વે દરમ્યાન વધુ 20 જેટલા શંકાસ્પદ તાવના દર્દી, 28 જેટલા તાવ સાથે શરદી, ગળામાં દુખાવો રહેતો હોય તેવા દર્દી મળી આવતાં આ ભેદી તાવનો રોગચાળો વધુ વ્યાપક થઇ રહ્યો હોય તેવી સંભાવના ઉભી થવા પામી છે. મેલેરિયાના પરીક્ષણ દરમ્યાન 24 જેટલા લોકોનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી લખપત અને અબડાસા તાલુકાઓમાં 14 જેટલા દર્દીઓના મોત નીપજ્યાં છે જે પૈકી દસ દર્દીઓના મોત કયા વાઇરસ કે બેક્ટેરિયાથી થયાં છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. લખપત-અબડાસાના ગામોમાં ફેલાઈ રહેલા ભેદી તાવના કિસ્સાથી રાજ્યભરના આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છમાં ભેદી રોગચાળાથી લોકોના ટપોટપ મોત થતાં રાજ્ય સરકારના બે મંત્રી તેમજ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ, આરોગ્ય કમિશનર અને અન્ય અધિકારીઓની ટીમ કચ્છ પહોંચી છે. શંકાસ્પદ કેસોના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે.
દવાખાનામાં સારવાર લઈ રહેલા દર્દીઓના સેમ્પલ પૂના ખાતે મોકલવામાં આવ્યા છે. રૂટિન કેસ સિવાય અન્ય કોઈ રોગ છે કે કેમ તેની તપાસ માટે સેમ્પલ પૂના મોકલવામાં આવ્યા છે. મંત્રી અને અધિકારીઓની ટીમ આવતીકાલે મૃતકોના પરિવારજનો સાથે પણ મુલાકાત કરશે. પરિવારજનો પાસેથી તેમની મેડિકલ હિસ્ટ્રી વગેરેની પણ તપાસ કરવામાં આવશે.
લખપત અને અબડામાં વધુ કેસ જોવા મળ્યા
પશ્ચિમ કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ફેલાયેલી ભેદી તાવની બીમારીનો તાગ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં હાથ ધરાયેલી સર્વેની કામગીરી દરમ્યાન બીજા 20 જેટલા ભેદી તાવના કેસો બહાર આવ્યા હતા. જેને વધુ તબીબી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
20 જેટલા શંકાસ્પદ કેસ વધુ નોંધાયા
લખપત તાલુકાના બરનદા, માતાના મઢ અને વાયોર પ્રાથમિક સારવાર કેન્દ્ર દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી આર. કુલમાલીના માર્ગદર્શન હેઠળ તાલુકાના બેખડાં, મોરગર વાંઢ, સાન્ધ્રો વાંઢ, મારી વાંઢ, વાલા વાળી વાંઢ નામના ગામોમાં 25 જેટલી તબીબી ટુકડીઓ દ્વારા ઘરે-ઘરે જઈને તપાસ કરવામાં આવી હતી. જે દરમ્યાન ઍનોફલીસ મચ્છર, એડીસ મચ્છરની ઉત્પત્તિ થઇ હોય તેવા 844 જેટલા સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી અને આ સર્વે દરમ્યાન વધુ 20 જેટલા શંકાસ્પદ તાવના દર્દી, 28 જેટલા તાવ સાથે શરદી, ગળામાં દુખાવો રહેતો હોય તેવા દર્દી મળી આવતાં આ ભેદી તાવનો રોગચાળો વધુ વ્યાપક થઇ રહ્યો હોય તેવી સંભાવના ઉભી થવા પામી છે.
મેલેરિયાના પરીક્ષણ દરમ્યાન 24 જેટલા લોકોનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી લખપત અને અબડાસા તાલુકાઓમાં 14 જેટલા દર્દીઓના મોત નીપજ્યાં છે જે પૈકી દસ દર્દીઓના મોત કયા વાઇરસ કે બેક્ટેરિયાથી થયાં છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. લખપત-અબડાસાના ગામોમાં ફેલાઈ રહેલા ભેદી તાવના કિસ્સાથી રાજ્યભરના આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.