Kutchની વર્ષો જૂની હસ્તકલાથી બનતા ફર્નિચરની આજે પણ દેશ-વિદેશમાં માગ
કચ્છની ધરતી પર કલાનો ખજાનો છે આવી જ એક વિશ્વ વિખ્યાત કલા કચ્છની વુડન આર્ટ કળા છે, જેમાં લાકડા પર ઝીણી કોતરણી કરીને તેમાંથી ફર્નિચર બનાવવામાં આવે છે. કચ્છની વુડન કાર્વિંગ આર્ટ 400 વર્ષ જૂની હસ્તકલા છે. આજે પણ આ કળા સાથે સંકળાયેલા કારીગરોએ પરંપરાગત હસ્તકલાને આગળ ધપાવી રહ્યા છે.લાકડા પર ઝીણી કોતરણી કરીને ફર્નિચર બનાવવામાં આવે છે આજના આધુનિક યુગમાં મશીનરી મારફતે વુડન કાર્વિંગ કરવામાં આવે છે, પરંતુ આજે પણ હાથેથી કોતરણી કરેલી વસ્તુઓનું મહત્વ અને માગ અકબંધ છે. જેમલ મારવાડા મૂળ કચ્છના ખાવડા પાસેના લુડિયા ગામના વતની છે અને છેલ્લા 35 વર્ષોથી તેઓ ભુજ તાલુકાના ભૂજોડી ગામે રહે છે અને 40 વર્ષોથી લાકડા પર કોતરણીનું કામ કરે છે, તેમનો પૂરો પરિવાર આ હસ્તકલા સાથે સંકળાયેલો છે. મળી ચૂક્યા છે અનેક એવોર્ડ જેમલ ભાઈને આ કળા માટે વર્ષ 2017માં સ્ટેટ એવોર્ડ મળેલો છે તો વર્ષ 2020માં તેમના દીકરા રાજેશને પણ આ કળા માટે સ્ટેટ એવોર્ડ મળ્યો છે. તાજેતરમાં જેમલ ભાઈને આંતરરાષ્ટ્રીય બહુમાન પ્રાપ્ત થયું છે. ઈંગ્લેન્ડના ગ્લોબલ બૂક ઓફ એક્સેલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જેમલભાઈએ અનેક રાજ્યો અને વિદેશોમાં યોજાતા હેન્ડીક્રાફટ પ્રદર્શનોમાં ભાગ લઈ કચ્છની આર્ટને વિશ્વ ફલક પર પહોંચાડી છે. વુડન આર્ટ સાથે સંકળાયેલા હવે માત્ર 10થી 12 કારીગર આમ તો આ કળા લુપ્ત થતી કળા છે, કચ્છમાં અગાઉ આ કળા સાથે સંકળાયેલા 40થી 50 કારીગરો હતા. હવે માત્ર 10થી 12 કારીગરો જ વુડન આર્ટ સાથે સંકળાયેલા છે. વુડન કાર્વિંગ મારફતે જેમલભાઈ અને તેમના બંને દીકરા લાકડાના સ્તંભો, થાંભલા, સોફાસેટ, હીંચકા, દરવાજા, ટેબલ, ખુરશી, ડાઈનિંગ ટેબલ, મંદિર વગેરે જેવી પ્રોડક્ટ બનાવે છે. જે વિદેશમાં પણ મોકલવામાં આવે છે. અમેરિકા, લંડન અને સ્પેનમાં સૌથી વધુ માગ આ વુડન કાર્વિંગની પ્રોડક્ટ્સ વિન્ટેજ લુક આપે છે, તેમજ રજવાડી ટાઈપની છે. જે તમારા ઘરને વિન્ટેજ લુક આપે છે અને ઘરના સુશોભન માટે પણ શોખીન લોકો આ પ્રોડક્ટ્સ લેતા હોય છે તો વિદેશમાં પણ વિવિધ દેશોમાં વુડ કાર્વિંગની પ્રોડક્ટ્સ જાય છે. જેમાં સૌથી વધારે અમેરિકામાં લંડન અને સ્પેનમાં આ પ્રોડક્ટ્સ મોકલવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છની ધરતી પર કલાનો ખજાનો છે આવી જ એક વિશ્વ વિખ્યાત કલા કચ્છની વુડન આર્ટ કળા છે, જેમાં લાકડા પર ઝીણી કોતરણી કરીને તેમાંથી ફર્નિચર બનાવવામાં આવે છે. કચ્છની વુડન કાર્વિંગ આર્ટ 400 વર્ષ જૂની હસ્તકલા છે. આજે પણ આ કળા સાથે સંકળાયેલા કારીગરોએ પરંપરાગત હસ્તકલાને આગળ ધપાવી રહ્યા છે.
લાકડા પર ઝીણી કોતરણી કરીને ફર્નિચર બનાવવામાં આવે છે
આજના આધુનિક યુગમાં મશીનરી મારફતે વુડન કાર્વિંગ કરવામાં આવે છે, પરંતુ આજે પણ હાથેથી કોતરણી કરેલી વસ્તુઓનું મહત્વ અને માગ અકબંધ છે. જેમલ મારવાડા મૂળ કચ્છના ખાવડા પાસેના લુડિયા ગામના વતની છે અને છેલ્લા 35 વર્ષોથી તેઓ ભુજ તાલુકાના ભૂજોડી ગામે રહે છે અને 40 વર્ષોથી લાકડા પર કોતરણીનું કામ કરે છે, તેમનો પૂરો પરિવાર આ હસ્તકલા સાથે સંકળાયેલો છે.
મળી ચૂક્યા છે અનેક એવોર્ડ
જેમલ ભાઈને આ કળા માટે વર્ષ 2017માં સ્ટેટ એવોર્ડ મળેલો છે તો વર્ષ 2020માં તેમના દીકરા રાજેશને પણ આ કળા માટે સ્ટેટ એવોર્ડ મળ્યો છે. તાજેતરમાં જેમલ ભાઈને આંતરરાષ્ટ્રીય બહુમાન પ્રાપ્ત થયું છે. ઈંગ્લેન્ડના ગ્લોબલ બૂક ઓફ એક્સેલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જેમલભાઈએ અનેક રાજ્યો અને વિદેશોમાં યોજાતા હેન્ડીક્રાફટ પ્રદર્શનોમાં ભાગ લઈ કચ્છની આર્ટને વિશ્વ ફલક પર પહોંચાડી છે.
વુડન આર્ટ સાથે સંકળાયેલા હવે માત્ર 10થી 12 કારીગર
આમ તો આ કળા લુપ્ત થતી કળા છે, કચ્છમાં અગાઉ આ કળા સાથે સંકળાયેલા 40થી 50 કારીગરો હતા. હવે માત્ર 10થી 12 કારીગરો જ વુડન આર્ટ સાથે સંકળાયેલા છે. વુડન કાર્વિંગ મારફતે જેમલભાઈ અને તેમના બંને દીકરા લાકડાના સ્તંભો, થાંભલા, સોફાસેટ, હીંચકા, દરવાજા, ટેબલ, ખુરશી, ડાઈનિંગ ટેબલ, મંદિર વગેરે જેવી પ્રોડક્ટ બનાવે છે. જે વિદેશમાં પણ મોકલવામાં આવે છે.
અમેરિકા, લંડન અને સ્પેનમાં સૌથી વધુ માગ
આ વુડન કાર્વિંગની પ્રોડક્ટ્સ વિન્ટેજ લુક આપે છે, તેમજ રજવાડી ટાઈપની છે. જે તમારા ઘરને વિન્ટેજ લુક આપે છે અને ઘરના સુશોભન માટે પણ શોખીન લોકો આ પ્રોડક્ટ્સ લેતા હોય છે તો વિદેશમાં પણ વિવિધ દેશોમાં વુડ કાર્વિંગની પ્રોડક્ટ્સ જાય છે. જેમાં સૌથી વધારે અમેરિકામાં લંડન અને સ્પેનમાં આ પ્રોડક્ટ્સ મોકલવામાં આવે છે.