Kutchના લખપતમાં ભેદી બિમારી મુદ્દે આરોગ્યમંત્રીનું નિવેદન, ગામમાં સર્વેની કામગીરી ચાલુ છે
કચ્છના લખપતમાં ભેદી બિમારી મદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે,તેમનું કહેવું છે કે ગામમાં સર્વેની કામગીરી ચાલુ છે.ઝેરી મેલેરિયા,ડેન્ગ્યૂથી મોતની પ્રાથમિક વિગતો મળી આવી છે,અન્ય કારણોસર પણ મોત થયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.તમામ મુદ્દે હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે અને આગળના સમયમાં પણ ચાલુ રહેશે. રાજકોટથી પણ નિષ્ણાતોની ટીમ ગઈ છે : ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું કહેવું છે કે ભેદી બિમારીને લઈ રાજકોટથી નિષ્ણાંત તબીબોની ટીમ ગામમાં ગઈ છે અને સર્વે કરી રહી છે.સરકાર આ બાબતે કાર્યવાહી પણ કરી રહી છે.ગામમાં અન્ય કારણોસર પણ મોત થયા હોવાની વાત સામે આવી છે,તો એક વાત એ પણ છે કે,તબીબોની સંખ્યા ઓછી છે પણ બોન્ડેડ તબીબો ઉપલબ્ધ છે અને સારવાર ચાલી રહી છે અન્ય સરકારી તબીબો GPSC પાસેથી પણ ઉપલબ્ધ થશે,તો કોંગ્રેસને આડે હાથ લેતા મંત્રીએ કહ્યું કે,કોંગ્રેસ માત્ર હોબાળા કરવાનું કામ કરે છે અને માત્ર મુદ્દાઓ બનાવવાનું કામ કરે છે. ન્યુમોનિયા તાવના લીધે 13 લોકોના મોત થયા હોવાનો દાવો લખપતમાં ન્યુમોનિયા તાવનો કહેર છે. જેમાં છેલ્લા કેટલાક દિવસથી ન્યુમોનિયા તાવના લીધે 13 લોકોના મોત થયા હોવાનો દાવો કર્યો છે અને ન્યુમોનિયા તાવના લીધે 13ના મોત થયા છતાં આરોગ્ય તંત્ર નિંદ્રાધીન છે તેવા આક્ષેપો વિપક્ષે કર્યા છે. તેમજ લખપતના બેખડા, સાન્ધ્રો, મોરગર, મેડી, ભરાવાંઢ, વાલાવારી, લખાપરમાં લોકોના મોત થયા હોવાનું જણાવ્યું છે. જિલ્લા પંચાયત પાનધ્રો સીટના સદસ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતિ અંગે જાણ કરીને પત્ર લખ્યો છે. પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સાથે જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા ટકોર પણ કરવામાં આવી છે. હાલમાં આરોગ્ય વિભાગની ટીમો પણ આ ગામોમાં તપાસ કરી રહી છે લખપત તાલુકાના ભેખડા ગામે છેલ્લા ચાર દિવસમાં ભેદી બીમારી બાદ પાંચ જેટલા લોકોના મૃત્યુ થયા હતા. જેના બાદ સમાજ સહિત આખા તાલુકામાં ગમગીની છવાઇ જવા પામી છે. તાવ આવ્યા બાદ આ દર્દીઓનાં મૃત્યુ થયા છે તેવી વાત ચર્ચાઈ રહી છે. નાનકડા એવા ભેખડા ગામમાં આરોગ્ય વિભાગની બે એમ્બ્યુલન્સ સાથે ટીમ પણ વધુ તપાસ માટે પહોંચી હતી. મૃત્યુ પામનાર લોકોમાં 18 વર્ષીય જત શકુર મામદ, 20 વર્ષીય જુનુસ મામદ જત, 18 વર્ષના મુસ્તાક લુકમાન જત, 50 વર્ષના જત સુલેમાન લાણા તેમજ 7 વર્ષીય અમીનાબાઇ જતનો સમાવેશ થાય છે. ચાર લોકો ન્યુમોનિયા તાવ આવ્યા બાદ મૃત્યુ પામ્યા છે. તેમજ સુલેમાન લાણા જતનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાની વાત ગ્રામજનોએ કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા હજુ સુધી ન્યુમોનિયાના કારણે આ મોત થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું નથી અને આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે કે ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ હકીકત સામે આવી શકે કે મૃત્યુ પામનાર લોકોના મૃત્યુ ન્યુમોનિયાના કારણે થયા છે કે પછી અન્ય કોઈ કારણોસર. હાલમાં આરોગ્ય વિભાગની ટીમો પણ આ ગામોમાં તપાસ કરી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છના લખપતમાં ભેદી બિમારી મદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે,તેમનું કહેવું છે કે ગામમાં સર્વેની કામગીરી ચાલુ છે.ઝેરી મેલેરિયા,ડેન્ગ્યૂથી મોતની પ્રાથમિક વિગતો મળી આવી છે,અન્ય કારણોસર પણ મોત થયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.તમામ મુદ્દે હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે અને આગળના સમયમાં પણ ચાલુ રહેશે.
રાજકોટથી પણ નિષ્ણાતોની ટીમ ગઈ છે : ઋષિકેશ પટેલ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું કહેવું છે કે ભેદી બિમારીને લઈ રાજકોટથી નિષ્ણાંત તબીબોની ટીમ ગામમાં ગઈ છે અને સર્વે કરી રહી છે.સરકાર આ બાબતે કાર્યવાહી પણ કરી રહી છે.ગામમાં અન્ય કારણોસર પણ મોત થયા હોવાની વાત સામે આવી છે,તો એક વાત એ પણ છે કે,તબીબોની સંખ્યા ઓછી છે પણ બોન્ડેડ તબીબો ઉપલબ્ધ છે અને સારવાર ચાલી રહી છે અન્ય સરકારી તબીબો GPSC પાસેથી પણ ઉપલબ્ધ થશે,તો કોંગ્રેસને આડે હાથ લેતા મંત્રીએ કહ્યું કે,કોંગ્રેસ માત્ર હોબાળા કરવાનું કામ કરે છે અને માત્ર મુદ્દાઓ બનાવવાનું કામ કરે છે.
ન્યુમોનિયા તાવના લીધે 13 લોકોના મોત થયા હોવાનો દાવો
લખપતમાં ન્યુમોનિયા તાવનો કહેર છે. જેમાં છેલ્લા કેટલાક દિવસથી ન્યુમોનિયા તાવના લીધે 13 લોકોના મોત થયા હોવાનો દાવો કર્યો છે અને ન્યુમોનિયા તાવના લીધે 13ના મોત થયા છતાં આરોગ્ય તંત્ર નિંદ્રાધીન છે તેવા આક્ષેપો વિપક્ષે કર્યા છે. તેમજ લખપતના બેખડા, સાન્ધ્રો, મોરગર, મેડી, ભરાવાંઢ, વાલાવારી, લખાપરમાં લોકોના મોત થયા હોવાનું જણાવ્યું છે. જિલ્લા પંચાયત પાનધ્રો સીટના સદસ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતિ અંગે જાણ કરીને પત્ર લખ્યો છે. પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સાથે જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા ટકોર પણ કરવામાં આવી છે.
હાલમાં આરોગ્ય વિભાગની ટીમો પણ આ ગામોમાં તપાસ કરી રહી છે
લખપત તાલુકાના ભેખડા ગામે છેલ્લા ચાર દિવસમાં ભેદી બીમારી બાદ પાંચ જેટલા લોકોના મૃત્યુ થયા હતા. જેના બાદ સમાજ સહિત આખા તાલુકામાં ગમગીની છવાઇ જવા પામી છે. તાવ આવ્યા બાદ આ દર્દીઓનાં મૃત્યુ થયા છે તેવી વાત ચર્ચાઈ રહી છે. નાનકડા એવા ભેખડા ગામમાં આરોગ્ય વિભાગની બે એમ્બ્યુલન્સ સાથે ટીમ પણ વધુ તપાસ માટે પહોંચી હતી. મૃત્યુ પામનાર લોકોમાં 18 વર્ષીય જત શકુર મામદ, 20 વર્ષીય જુનુસ મામદ જત, 18 વર્ષના મુસ્તાક લુકમાન જત, 50 વર્ષના જત સુલેમાન લાણા તેમજ 7 વર્ષીય અમીનાબાઇ જતનો સમાવેશ થાય છે. ચાર લોકો ન્યુમોનિયા તાવ આવ્યા બાદ મૃત્યુ પામ્યા છે. તેમજ સુલેમાન લાણા જતનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાની વાત ગ્રામજનોએ કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા હજુ સુધી ન્યુમોનિયાના કારણે આ મોત થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું નથી અને આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે કે ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ હકીકત સામે આવી શકે કે મૃત્યુ પામનાર લોકોના મૃત્યુ ન્યુમોનિયાના કારણે થયા છે કે પછી અન્ય કોઈ કારણોસર. હાલમાં આરોગ્ય વિભાગની ટીમો પણ આ ગામોમાં તપાસ કરી રહી છે.