Kutchના અંજાર ખાતે વેલસ્પન ગ્રુપના એક્સેલન્સ એવોર્ડ વિતરણ સમારોહમાં મુખ્યમંત્રી રહ્યાં હાજર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કચ્છના અંજાર ખાતે વેલસ્પન ગ્રૂપના નવીન ટેક્ષ્ટાઈલ 'ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ' પ્રોજેક્ટ નું ભૂમિપૂજન અને વેલસ્પન ગ્રુપના એક્સેલન્સ એવોર્ડ સમારોહ‌ યોજાયો‌ હતો. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું કે, આઝાદીના આ અમૃતકાળને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવાનો સૌ નાગરિકો કર્તવ્ય કાળ બનાવે. વીજળીની બચત આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, ૨૫ વર્ષના આ કર્તવ્ય કાળમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાની સૌને તક મળી છે. “યહી સમય હૈ, સહિ સમય હૈ”ના વડાપ્રધાનના વિચારોનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આઝાદી પછી દેશ માટે જીવી જાણવાનો, ભારતને વિશ્વમાં ઉન્નત રાષ્ટ્ર બનાવવાનો આ સહિ સમય છે.સૌને સ્વચ્છતા-સફાઈ, પર્યાવરણ જાળવણી, વીજળી બચત, પાણી બચત જેવા સમાજહિત કામોથી રાષ્ટ્ર સેવાનું દાયિત્વ નિભાવવા પણ મુખ્યમંત્રીએ પ્રેરક આહવાન કર્યુ હતું. કચ્છનો અભૂતપૂર્વ વિકાસ થયો વડાપ્રધાનના વિઝનથી આજે કચ્છનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. રણોત્સવને વિશ્વના નકશામાં મુકવાની વડાપ્રધાનની નેમને યાદ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનની દૂરંદેશીતા અને કચ્છ પ્રત્યેની વિશેષ લાગણીના પરિણામે ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર કરવામાં આવ્યુ છે. ભૂકંપ ગ્રસ્તોની સ્મૃતિમાં બનેલા સ્મૃતિવનને પણ યુનેસ્કો દ્વારા બેસ્ટ ઈન્ટિરિયર કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. મુખ્યમંત્રીએ આ અંગે હર્ષની લાગણી વ્યક્ત કરીને તેનો શ્રેય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપ્યો હતો.મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે ભારતનો તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીતાનો લાભ દરેક ક્ષેત્રને મળી રહ્યો છે. ગ્રીન એનર્જીની વાત હોય કે પછી સેમી કન્ડક્ટરની વાત હોય ભારત આજે અગ્રેસર બન્યું છે. ગ્રીન એનર્જી ફાયદાકારક કચ્છના ઔદ્યોગિક વિકાસની સરાહના કરીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગ્રીન ઊર્જાના વિવિધ પ્રકલ્પોથી કચ્છનું ભવિષ્ય ઊજળું છે. મહિલા રોજગારી અને સી.એસ.આર પ્રવૃત્તિ થકી વેલસ્પન ગ્રૂપની પરિવાર ભાવનાને પણ મુખ્યમંત્રીએ બિરદાવી હતી.આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાએ વડાપ્રધાનની આગેવાનીમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં વેલસ્પન ગ્રૂપ મહત્વની ભૂમિકા અદા કરશે તેવો આશાવાદ ઉદ્યોગ મંત્રીએ વ્યક્ત કર્યો‌ હતો. ઉદ્યોગમંત્રીએ વધુમાં ઉમેર્યું કે,વડાપ્રધાનના વિઝન અને મુખ્યમંત્રીના માર્ગદર્શન અંતર્ગત તૈયાર થયેલી ટેક્ષ્ટાઈલ પોલીસી દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બનશે. ગુજરાત સરકારની ટેક્ષ્ટાઈલ પોલીસીના માધ્યમથી મહિલા રોજગારીને પ્રાધાન્ય આપવાની પહેલને ઉદ્યોગ મંત્રીશ્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એક ક્રાંતિકારી ગણાવી હતી. સીએમએ કામગીરીના કર્યા વખાણ આ પ્રસંગે સ્વાગતમાં વેલસ્પન ગ્રૂપના ચેરમેન બી.કે.ગોયેન્કાએ મુખ્યમંત્રીને આવકાર આપતા જણાવ્યું હતું કે, આજે નવીન ટેક્ષ્ટાઈલ 'ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ' પ્રોજેક્ટનું જે બીજ રોપ્યું છે તે ભારતીય ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રીને વિશ્વના નકશામાં મુકી દેશે. આ નવું સાહસ આગામી ૧૮ મહિનામાં વિશ્વની સૌથી મોટી ટોવેલ ફેસિલિટી બની જશે. વેલસ્પન ગ્રૂપ સહિત કચ્છના સર્વાંગી વિકાસનો શ્રેય શ્રી ગોયેન્કાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાત સરકારને આપ્યો હતો. ટેક્ષ્ટાઈલ પોલીસીના માધ્યમથી મહિલા રોજગારીને નવી તકોના અભિગમને તેમણે બિરદાવ્યો હતો. અંજારથી યુ.એસ. સુધીના વિકાસની વેલસ્પન ગ્રુપની સાફલ્યગાથા રજૂ કરીને તેમણે ગુજરાત સરકારના સહયોગની પ્રસંશા કરી હતી. અન્ય મંત્રીઓએ પણ આપી હાજરી મુખ્યમંત્રીએ વિશિષ્ટ કામગીરી બદલ વેલસ્પન ગ્રૂપની વિવિધ કંપનીઓ અને એક્ઝિક્યુટિવને બેસ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલીટી, ઈમર્જિગ કંપની, ઈમર્જિગ લીડર, બેસ્ટ કંપની, જી.આર.ગોયનકા લીડરશીપ સહિતની કેટેગરીના એકસેલન્સ એવોર્ડ એનાયત કર્યા હતા. અંજાર ખાતે આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ વેલસ્પન અત્યાધુનિક ટેક્ષ્ટાઈલ પ્લાન્ટની મુલાકાત લઈને ઉત્પાદન પદ્ધતિને નિહાળી હતી. કંપનીના અધિકારીઓ પણ રહ્યાં હાજર અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા,‌ અગ્રણીદેવજીભાઈ વરચંદ, શ્રી ધવલભાઈ આચાર્ય અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, મુખ્યમંત્રીના અધિક સચિવશ્રી એમ.કે.દાસ, બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, કચ્છ કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, દીનદયાળ પોર્ટના ચેરમેન એસ.કે.સિંઘ, અંજાર મદદનીશ કલેક્ટર સુનિલ, નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, વેલસ્પન વર્લ્ડના ગ્રૂપ એમડી રાજેશ મન્ડાવેવાલા, વેલસ્પન લિવિંગ લિમિટેડના એમડી અને સીઇઓ દિપાલી ગોયનકા, વેલસ્પન ગ્રૂપના હેડ આલોક મિશ્રા અને વેલસ્પન ગ્રૂપના પ્રતિનિધિઓ અને કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kutchના અંજાર ખાતે વેલસ્પન ગ્રુપના એક્સેલન્સ એવોર્ડ વિતરણ સમારોહમાં મુખ્યમંત્રી રહ્યાં હાજર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કચ્છના અંજાર ખાતે વેલસ્પન ગ્રૂપના નવીન ટેક્ષ્ટાઈલ 'ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ' પ્રોજેક્ટ નું ભૂમિપૂજન અને વેલસ્પન ગ્રુપના એક્સેલન્સ એવોર્ડ સમારોહ‌ યોજાયો‌ હતો. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું કે, આઝાદીના આ અમૃતકાળને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવાનો સૌ નાગરિકો કર્તવ્ય કાળ બનાવે.

વીજળીની બચત

આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, ૨૫ વર્ષના આ કર્તવ્ય કાળમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાની સૌને તક મળી છે. “યહી સમય હૈ, સહિ સમય હૈ”ના વડાપ્રધાનના વિચારોનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આઝાદી પછી દેશ માટે જીવી જાણવાનો, ભારતને વિશ્વમાં ઉન્નત રાષ્ટ્ર બનાવવાનો આ સહિ સમય છે.સૌને સ્વચ્છતા-સફાઈ, પર્યાવરણ જાળવણી, વીજળી બચત, પાણી બચત જેવા સમાજહિત કામોથી રાષ્ટ્ર સેવાનું દાયિત્વ નિભાવવા પણ મુખ્યમંત્રીએ પ્રેરક આહવાન કર્યુ હતું.

કચ્છનો અભૂતપૂર્વ વિકાસ થયો

વડાપ્રધાનના વિઝનથી આજે કચ્છનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. રણોત્સવને વિશ્વના નકશામાં મુકવાની વડાપ્રધાનની નેમને યાદ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનની દૂરંદેશીતા અને કચ્છ પ્રત્યેની વિશેષ લાગણીના પરિણામે ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર કરવામાં આવ્યુ છે. ભૂકંપ ગ્રસ્તોની સ્મૃતિમાં બનેલા સ્મૃતિવનને પણ યુનેસ્કો દ્વારા બેસ્ટ ઈન્ટિરિયર કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. મુખ્યમંત્રીએ આ અંગે હર્ષની લાગણી વ્યક્ત કરીને તેનો શ્રેય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપ્યો હતો.મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે ભારતનો તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીતાનો લાભ દરેક ક્ષેત્રને મળી રહ્યો છે. ગ્રીન એનર્જીની વાત હોય કે પછી સેમી કન્ડક્ટરની વાત હોય ભારત આજે અગ્રેસર બન્યું છે.

ગ્રીન એનર્જી ફાયદાકારક

કચ્છના ઔદ્યોગિક વિકાસની સરાહના કરીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગ્રીન ઊર્જાના વિવિધ પ્રકલ્પોથી કચ્છનું ભવિષ્ય ઊજળું છે. મહિલા રોજગારી અને સી.એસ.આર પ્રવૃત્તિ થકી વેલસ્પન ગ્રૂપની પરિવાર ભાવનાને પણ મુખ્યમંત્રીએ બિરદાવી હતી.આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાએ વડાપ્રધાનની આગેવાનીમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં વેલસ્પન ગ્રૂપ મહત્વની ભૂમિકા અદા કરશે તેવો આશાવાદ ઉદ્યોગ મંત્રીએ વ્યક્ત કર્યો‌ હતો. ઉદ્યોગમંત્રીએ વધુમાં ઉમેર્યું કે,વડાપ્રધાનના વિઝન અને મુખ્યમંત્રીના માર્ગદર્શન અંતર્ગત તૈયાર થયેલી ટેક્ષ્ટાઈલ પોલીસી દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બનશે. ગુજરાત સરકારની ટેક્ષ્ટાઈલ પોલીસીના માધ્યમથી મહિલા રોજગારીને પ્રાધાન્ય આપવાની પહેલને ઉદ્યોગ મંત્રીશ્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એક ક્રાંતિકારી ગણાવી હતી.

સીએમએ કામગીરીના કર્યા વખાણ

આ પ્રસંગે સ્વાગતમાં વેલસ્પન ગ્રૂપના ચેરમેન બી.કે.ગોયેન્કાએ મુખ્યમંત્રીને આવકાર આપતા જણાવ્યું હતું કે, આજે નવીન ટેક્ષ્ટાઈલ 'ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ' પ્રોજેક્ટનું જે બીજ રોપ્યું છે તે ભારતીય ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રીને વિશ્વના નકશામાં મુકી દેશે. આ નવું સાહસ આગામી ૧૮ મહિનામાં વિશ્વની સૌથી મોટી ટોવેલ ફેસિલિટી બની જશે. વેલસ્પન ગ્રૂપ સહિત કચ્છના સર્વાંગી વિકાસનો શ્રેય શ્રી ગોયેન્કાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાત સરકારને આપ્યો હતો. ટેક્ષ્ટાઈલ પોલીસીના માધ્યમથી મહિલા રોજગારીને નવી તકોના અભિગમને તેમણે બિરદાવ્યો હતો. અંજારથી યુ.એસ. સુધીના વિકાસની વેલસ્પન ગ્રુપની સાફલ્યગાથા રજૂ કરીને તેમણે ગુજરાત સરકારના સહયોગની પ્રસંશા કરી હતી.

અન્ય મંત્રીઓએ પણ આપી હાજરી

મુખ્યમંત્રીએ વિશિષ્ટ કામગીરી બદલ વેલસ્પન ગ્રૂપની વિવિધ કંપનીઓ અને એક્ઝિક્યુટિવને બેસ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલીટી, ઈમર્જિગ કંપની, ઈમર્જિગ લીડર, બેસ્ટ કંપની, જી.આર.ગોયનકા લીડરશીપ સહિતની કેટેગરીના એકસેલન્સ એવોર્ડ એનાયત કર્યા હતા. અંજાર ખાતે આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ વેલસ્પન અત્યાધુનિક ટેક્ષ્ટાઈલ પ્લાન્ટની મુલાકાત લઈને ઉત્પાદન પદ્ધતિને નિહાળી હતી.

કંપનીના અધિકારીઓ પણ રહ્યાં હાજર

અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા,‌ અગ્રણીદેવજીભાઈ વરચંદ, શ્રી ધવલભાઈ આચાર્ય અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, મુખ્યમંત્રીના અધિક સચિવશ્રી એમ.કે.દાસ, બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, કચ્છ કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, દીનદયાળ પોર્ટના ચેરમેન એસ.કે.સિંઘ, અંજાર મદદનીશ કલેક્ટર સુનિલ, નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, વેલસ્પન વર્લ્ડના ગ્રૂપ એમડી રાજેશ મન્ડાવેવાલા, વેલસ્પન લિવિંગ લિમિટેડના એમડી અને સીઇઓ દિપાલી ગોયનકા, વેલસ્પન ગ્રૂપના હેડ આલોક મિશ્રા અને વેલસ્પન ગ્રૂપના પ્રતિનિધિઓ અને કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.