Khyati Hospitalના વધુ કૌભાંડની પોલનો પર્દાફાશ, સંદેશ ન્યૂઝની EXCLUSIVE માહિતી
ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોનો રાફડો ફાટ્યો છે. કેટલીક ખાનગી હોસ્પિટલોએ તો સારવારનાં નામે જાણે લૂંટ મચાવી હોય તેમ લાગે છે. લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ હોસ્પિટલની બેદરકારીનાં લીધે દર્દી મૃત્યુ પામે છે. ત્યારે વધુ એક ખાનગી હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીનાં મોત બાદ પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ પણ કર્યા હતા.અમદાવાદમાં SG રોડ પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં સૌથી પહેલા સંદેશ ન્યૂઝ પહોંચ્યુ હતું. સવારે 8 વાગ્યે સંદેશ ન્યૂઝે અહેવાલ બતાવ્યો છે. 8.15 પિડીતોના પરિજનો સાથે પણ વાતચીત કરી હતી. સંદેશ ન્યૂઝ 9 વાગ્યે બોરીસણા પહોંચ્યું અને સમગ્ર મામલે વિગતો મેળવી છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ 9.30એ આરોગ્ય કમિશ્નરે તપાસના આદેશ આપ્યા હતા. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ AMC અધિકારી પહોંચ્યા છે.ખ્યાતિ હોસ્પિટલના વધુ કૌભાંડની પોલનો પર્દાફાશ અમદાવાદમાં SG રોડ પર આવેલી ખ્યાતિ હોસ્પિટલના વધુ કૌભાંડની પોલનો પર્દાફાશ થયો છે. સંદેશ ન્યૂઝ પાસે કૌભાંડની EXCLUSIVE માહિતી સામે આવી છે. અગાઉ 2022માં પણ આજ રીતે કૌભાંડ થયાનો ખુલાસો થયો છે. સાણંદના તેલાવ ગામના લોકોને આ રીતે લવાયા હતા. જેમા 3 દર્દીઓને હોસ્પિટલ લાવી સ્ટેન્ટ મુકતા 1નું મોત નીપજ્યું હતું. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ કરી હતી. ફરી એક વખત ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કૌભાંડ આચર્યું છે. હોસ્પિટલમાં મોતનો વેપલોમાં આરોગ્ય તંત્ર ખાડે ગયું છે. આરોગ્ય મંત્રી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ગુજરાતની ચિંતા નથી...મંત્રી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરે છે. ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપીને હાથ ખંખેરી નાખ્યા છે. સાહેબ પ્રચાર મોટો છે કે રાજ્યના લોકોનું સ્વાસ્થ્ય મોટુ?શું હતો સમગ્ર મામલો?અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલ દ્વારા થોડા દિવસ પહેલા કડીના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કર્યું હતું અને ત્યારબાદ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં બે દર્દીના મોત નીપજતાં ગ્રામજનો દ્વારા હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી છે. ગામના સરપંચના કહેવા અનુસાર હોસ્પિટલે પરિવારની જાણ બહાર દર્દીઓની એન્જીયોગ્રાફી કરી હતી અને સ્ટેન્ડ મુક્યા હતા. જેના કારણે બે લોકોના મોત નીપજ્યાં છે. બનાવને પગલે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સમગ્ર ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર, કડીના બોરીસણા ગામમાં અમદાવાદની ખ્યાતી હોસ્પિટલ દ્વારા તાજેતરમાં હેલ્થ ચેકઅપ કેન્પ યોજવામાં આવ્યો હતો. ચેક અપ દરમિયાન કેટલાક દર્દીના નામ લખી ગયા હતા અને સારવાર અર્થે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં પરિવારની જાણ બહાર એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હોવાનું અને તેના કારણે બે દર્દીના મોત નીપજ્યાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોનો રાફડો ફાટ્યો છે. કેટલીક ખાનગી હોસ્પિટલોએ તો સારવારનાં નામે જાણે લૂંટ મચાવી હોય તેમ લાગે છે. લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ હોસ્પિટલની બેદરકારીનાં લીધે દર્દી મૃત્યુ પામે છે. ત્યારે વધુ એક ખાનગી હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીનાં મોત બાદ પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ પણ કર્યા હતા.
અમદાવાદમાં SG રોડ પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં સૌથી પહેલા સંદેશ ન્યૂઝ પહોંચ્યુ હતું. સવારે 8 વાગ્યે સંદેશ ન્યૂઝે અહેવાલ બતાવ્યો છે. 8.15 પિડીતોના પરિજનો સાથે પણ વાતચીત કરી હતી. સંદેશ ન્યૂઝ 9 વાગ્યે બોરીસણા પહોંચ્યું અને સમગ્ર મામલે વિગતો મેળવી છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ 9.30એ આરોગ્ય કમિશ્નરે તપાસના આદેશ આપ્યા હતા. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ AMC અધિકારી પહોંચ્યા છે.
ખ્યાતિ હોસ્પિટલના વધુ કૌભાંડની પોલનો પર્દાફાશ
અમદાવાદમાં SG રોડ પર આવેલી ખ્યાતિ હોસ્પિટલના વધુ કૌભાંડની પોલનો પર્દાફાશ થયો છે. સંદેશ ન્યૂઝ પાસે કૌભાંડની EXCLUSIVE માહિતી સામે આવી છે. અગાઉ 2022માં પણ આજ રીતે કૌભાંડ થયાનો ખુલાસો થયો છે. સાણંદના તેલાવ ગામના લોકોને આ રીતે લવાયા હતા. જેમા 3 દર્દીઓને હોસ્પિટલ લાવી સ્ટેન્ટ મુકતા 1નું મોત નીપજ્યું હતું. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ કરી હતી. ફરી એક વખત ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કૌભાંડ આચર્યું છે. હોસ્પિટલમાં મોતનો વેપલોમાં આરોગ્ય તંત્ર ખાડે ગયું છે. આરોગ્ય મંત્રી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ગુજરાતની ચિંતા નથી...મંત્રી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરે છે. ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપીને હાથ ખંખેરી નાખ્યા છે. સાહેબ પ્રચાર મોટો છે કે રાજ્યના લોકોનું સ્વાસ્થ્ય મોટુ?
શું હતો સમગ્ર મામલો?
અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલ દ્વારા થોડા દિવસ પહેલા કડીના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કર્યું હતું અને ત્યારબાદ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં બે દર્દીના મોત નીપજતાં ગ્રામજનો દ્વારા હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી છે. ગામના સરપંચના કહેવા અનુસાર હોસ્પિટલે પરિવારની જાણ બહાર દર્દીઓની એન્જીયોગ્રાફી કરી હતી અને સ્ટેન્ડ મુક્યા હતા. જેના કારણે બે લોકોના મોત નીપજ્યાં છે. બનાવને પગલે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
સમગ્ર ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર, કડીના બોરીસણા ગામમાં અમદાવાદની ખ્યાતી હોસ્પિટલ દ્વારા તાજેતરમાં હેલ્થ ચેકઅપ કેન્પ યોજવામાં આવ્યો હતો. ચેક અપ દરમિયાન કેટલાક દર્દીના નામ લખી ગયા હતા અને સારવાર અર્થે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં પરિવારની જાણ બહાર એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હોવાનું અને તેના કારણે બે દર્દીના મોત નીપજ્યાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.