Khedaમાં કોલ્ડપ્લે જેવો માહોલ, કાનના પડદા ફાટી જાય એવું DJએ વગાડયું મ્યુઝિક

Jan 27, 2025 - 14:00
Khedaમાં કોલ્ડપ્લે જેવો માહોલ, કાનના પડદા ફાટી જાય એવું DJએ વગાડયું મ્યુઝિક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેડા જિલ્લામાં DJ સંચાલકો બેફામ બન્યા છે,જેમાં બેફામ બનેલા બે DJના સંચાલકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે,વરઘોડામાં કોનું મ્યુઝિક વધારે વાગે તેને લઈ કોમ્પિટશન કરતા શહેરમાં ઘોંઘાટ ફેલાયો હતો,કોનું ડીજે મજબૂત વાગે તે સાબિત કરવા DJ સંચાલકો બેફામ બનતા પોલીસે સામ-સામે ક્રોસ ફરિયાદ નોધી છે.

વરઘોડામાં બે DJ સામસામે આવતા કોમ્પિટિશન થઈ

ખેડામાં લગ્ન પ્રસંગે વરઘોડો નીકળ્યો હતો અને તે વરઘોડામાં બે ડીજે સંચાલકો વરઘોડામાં સામસામે એક રોડ પર આવ્યા હતા ત્યારે કોનું ડીજે મજબૂત વાગે તે સાબિત કરવા DJના સંચાલકોએ ફુલ અવાજમાં ગીતો વગાડયા અને લોકોને તકલીફ પડે તેવી કામગીરી કરતા પોલીસ પણ સક્રિય થઈ અને ડીજે સંચાલકોની ધરપકડ કરી હતી,કાનના પડદા ફાટી જાય એટલું જોરથી DJ વગાડતા લગ્ન પ્રસંગમાં નાચતા લોકો પણ ગભરાઈ ગયા હતા.

લગ્ન પ્રસંગમાં ખલેલ પહોંચાડતા ફરિયાદ દાખલ કરાઈ

આ સમગ્ર કેસમાં પોલીસે લોકોને ખલેલ પહોંચાડવાને લઈ ગુનો નોંધ્યો છે.ટુંડેલના VR પાવરના સંચાલકો અને ઓપરેટર સામે ફરિયાદ તો ખુમરવાડના SKના સંચાલકો અને ઓપરેટર સામે ફરિયાદ નોંધાઈ છે.ખેડા ટાઉન પોલીસે બેફામ ડીજે સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે આગળની વધુ કાર્યવાહી હાથધરી છે.ઘટનામાં વરપક્ષ અને કન્યાપક્ષના વરઘોડામાં ડીજે ઉંચા અવાજે વગાડવાને લઇને હરિફાઇ થઇ હતી, જેના કારણે સ્થાનિકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી હતી.

સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ

ખેડા કેમ્પ નજીક એક લગ્ન યોજાઇ રહ્યાં હતા, આ દરમિયાન અહીં એકબાજુ વરપક્ષ અને બીજી બાજુ કન્યાપક્ષ DJ લઇને આવ્યુ હતુ, જોકે, રસ્તાં વચ્ચે રહેણાંક વિસ્તારમાં બન્ને વરઘોડાના આયોજકોએ DJ જોરજોરથી ઉંચા અવાજ વગાડવાનું શરૂ કરી દીધુ હતુ, જાણે બન્ને DJએ હરિફાઇ લગાવી હોય તેમ ઉંચા અવાજે વગાડતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0