Kheda News: ડાકોર મંદિરમાં જય રણછોડ માખણ ચોરનો નાદ ગૂંજ્યો, હજારો ભક્તો દર્શને ઉમટ્યા

Nov 10, 2026 - 11:00
Kheda News: ડાકોર મંદિરમાં જય રણછોડ માખણ ચોરનો નાદ ગૂંજ્યો, હજારો ભક્તો દર્શને ઉમટ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં નવા વર્ષે વહેલી સવારથી જ વિવિધ યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભગવાનના દર્શન કરીને લોકો ધન્ય થઈ રહ્યાં છે. ત્યારે પવિત્ર યાત્રાધામ ડાકોરમાં પણ વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતાં. ડાકોરની ગલીઓમાં માનવ મહેરામણ જોવા મળ્યો હતો. આજે નવા વર્ષે રણછોડરાયને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં જય રણછોડ માખણ ચોરનો નાદ ગૂંજ્યો હતો.

દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો

ભક્તોની સુવિધા માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આજે ડાકોર મંદિરમાં દર્શનનો સમય વધારવામાં આવ્યો છે. સવારે 10 વાગ્યાથી 11.30 અને બપોરે 12થી અનુકૂળતા મુજબ દર્શન થશે. ત્યાર બાદ સાંજે 4 વાગ્યાથી પણ અનુકૂળતા પ્રમાણે દર્શન થશે. વા વર્ષના પ્રથમ દિવસે જ રણછોડરાયજીના ચરણોમાં શીશ ઝુકાવવા ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. 

125 મણ સામગ્રીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો

યાત્રાધામ ડાકોરમાં નૂતન વર્ષના પાવન અવસરે 250 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ અન્નકૂટ લૂંટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ઠાકોરજીને ભાત,બુંદી,જલેબી સહિતની 125 મણ સામગ્રીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.ગઈકાલે સાંજે કપૂર આરતી થતાં જ આ અનોખી પરંપરા નિહાળવા અને પ્રસાદી લૂંટવા માટે ૮૦થી વધુ ગામોના હજારો શ્રદ્ધાળુઓ મંદિરમાં દોડી આવ્યા હતા.ભક્તોએ ભારે ઉત્સાહ સાથે અન્નકૂટની પ્રસાદી મેળવીને ધન્યતા અનુભવી હતી.

આ પણ વાંચોઃ Ahmedabad News: ફટાકડાના ધુમાડાથી શહેરની હવામાં પ્રદૂષણ વધ્યું, AQI 200ને પાર પહોંચી ગયો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0