Kheda News: ગોબલજ ગામના તળાવમાં 15 ફૂટનું ગાબડુ પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં ભારે વરસાદના કારણે ઘણી સમસ્યાઓ જોવા મળે છે. ત્યારે ખેડાના ગોબલજ ગામના તળાવમાં ગાબડુ પડતા ખેતરોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી તળાવ ઓવરફ્લો થતાં ગાબડુ પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું. તળાવમાં 15 ફૂટનું ગાબડુ પડતાં સિંચાઇ વિભાગ દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે વરસાદના થવાથી ખેતરોમાં પાણી ફરી વળતા ગોબલજ ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
તળાવમાં 15 ફૂટનું ગાબડું પડતાં ખેતરોમાં ભરાયા પાણી
ખેડા તાલુકાના ગોબલજ તળાવમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. તળાવમાં ગાબડુ પડવાથી પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. ભારે વરસાદને પગલે ગોબલજ ગામમાં 1000 વિઘાનું તળાવ થયું હતું. તળાવ ઓવરફ્લો થતાં મંગળવારે ગાબડું પડતા તળાવના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા હતા. પાણસોલી ગામ સરપંચે સિંચાઈ વિભાગને જાણ કરતાં અધિકારીઓ દોડી આવ્યા હતા. સિંચાઈ વિભાગે તાબડતોબ જેસીબીથી 5 કલાકની જહેમતે બાદ ગાબડું પૂરી દીધું હતું. તળાવમાં 10 થી 15 ફૂટ જેટલું મોટુ ગાબડું પડતા પાણસોલી ગામની સીમના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા.
પાણસોલી ગામની સીમના ખેતરોમાં પાણી ફરી વળ્યા
ભારે વરસાદથી તળાવમાં પડેલા ગાબડાએ ખેતરોને પાણીથી ભરી દીધા છે. તળાવમાં પડેલા ગાબડાની જાણ પાણસોલી ગામ સરપંચે સિંચાઈ વિભાગને કરી હતી. સિંચાઈ વિભાગે જીસીબી બોલાવી ગાબડાને પૂરવા માટેને તાબડતોડ તૈયારી શરૂ કરી દીધી હતી અને 15 ફૂટના ગાબડાને પૂરવા 5 કલાકની ભારે જહેમત કરવી પડી હતી.
What's Your Reaction?






