Kevadia: સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે PM મોદી, સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી
વડાપ્રધાન મોદીએ ગુજરાતના કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં સલામી લીધી હતી. આજે સરદાર પટેલની 149મી જન્મજયંતિ છે. તેમની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુનિટી ડે પરેડમાં 9 રાજ્યોની પોલીસ સામેલ થઈ હતી.સવારે 31 ઓક્ટોબરે દેશભરમાં સરદાર પટેલના જન્મદિવસે તેમના કાર્યને યાદ કરવામાં આવે છે. આ દિવસને "રાષ્ટ્રીય એકતા દિન" તરીકે ઉજવવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલના આ પ્રતિષ્ઠિત દિવસે, તેમને શ્રદ્ધાંજલિ આપીએ અને દેશના વિકાસમાં તેમના યોગદાનને ભૂલાવવા ન જોઈએ. તેમની વિચારો અને નેતૃત્વ આજે પણ ભારતના લોકો માટે પ્રેરણા બની રહી છે. દેશભરમાં આજના દિવસને રાષ્ટ્રીય એક્તા દિવસ તરીકે ઉજવવામાં આવશે.PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા છે. PMએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે. PM મોદીએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા છે. PM નરેન્દ્ર મોદીએ એકતા પરેડમાં ભાગ લીધો છે. તમસો મા જ્યોતિર્ગમયની થીમ પર નૃત્ય, સંગીત સહિત રાષ્ટ્રીય એકતા દિન પર્વે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના 16 રાજ્યના 530 કલાકારો દ્વારા કલાપ્રદર્શન કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાં વિવિધ સંસ્કૃતિઓના રંગો જોવા મળ્યા છે.સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ ગુજરાતના નડિયાદ શહેરમાં થયો હતો. તેઓને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક પ્રમુખ નેતા માનવામાં આવે છે. ભારતની એકતા માટે તેઓ પ્રેરણાસ્રોત બની રહ્યા છે. તેમનું સાદું જીવન, અહિંસક વિચારો અને સજાગ નેતૃત્વના માધ્યમથી તેમણે ભારતની આઝાદી માટે ખુબ જ મોટું યોગદાન આપ્યું હતું. એટલું જ નહીં પરંતુ ભારતની એક્તા અને અખંડિતતા માટે ખુબ જ મોટો ફાળો આપ્યો છે. સરદાર પટેલને ભારતની એક્તા જનક કહેવાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડાપ્રધાન મોદીએ ગુજરાતના કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં સલામી લીધી હતી. આજે સરદાર પટેલની 149મી જન્મજયંતિ છે. તેમની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુનિટી ડે પરેડમાં 9 રાજ્યોની પોલીસ સામેલ થઈ હતી.
સવારે 31 ઓક્ટોબરે દેશભરમાં સરદાર પટેલના જન્મદિવસે તેમના કાર્યને યાદ કરવામાં આવે છે. આ દિવસને "રાષ્ટ્રીય એકતા દિન" તરીકે ઉજવવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલના આ પ્રતિષ્ઠિત દિવસે, તેમને શ્રદ્ધાંજલિ આપીએ અને દેશના વિકાસમાં તેમના યોગદાનને ભૂલાવવા ન જોઈએ. તેમની વિચારો અને નેતૃત્વ આજે પણ ભારતના લોકો માટે પ્રેરણા બની રહી છે. દેશભરમાં આજના દિવસને રાષ્ટ્રીય એક્તા દિવસ તરીકે ઉજવવામાં આવશે.
PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા છે. PMએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે. PM મોદીએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા છે. PM નરેન્દ્ર મોદીએ એકતા પરેડમાં ભાગ લીધો છે. તમસો મા જ્યોતિર્ગમયની થીમ પર નૃત્ય, સંગીત સહિત રાષ્ટ્રીય એકતા દિન પર્વે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના 16 રાજ્યના 530 કલાકારો દ્વારા કલાપ્રદર્શન કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાં વિવિધ સંસ્કૃતિઓના રંગો જોવા મળ્યા છે.
સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ ગુજરાતના નડિયાદ શહેરમાં થયો હતો. તેઓને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક પ્રમુખ નેતા માનવામાં આવે છે. ભારતની એકતા માટે તેઓ પ્રેરણાસ્રોત બની રહ્યા છે. તેમનું સાદું જીવન, અહિંસક વિચારો અને સજાગ નેતૃત્વના માધ્યમથી તેમણે ભારતની આઝાદી માટે ખુબ જ મોટું યોગદાન આપ્યું હતું. એટલું જ નહીં પરંતુ ભારતની એક્તા અને અખંડિતતા માટે ખુબ જ મોટો ફાળો આપ્યો છે. સરદાર પટેલને ભારતની એક્તા જનક કહેવાય છે.