Kalol: કલ્યાણપુરા વિસ્તારમાં ધોળા દિવસે 13 લાખની ચોરી, આસપાસમાં ભારે ખળભડાટ

ભર બપોરે ત્રાટકેલા તસ્કરો મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ્યાતિજોરીનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના, રોકડની કરી ચોરી તસ્કરોને ઝડપવા એફએસએલ, ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી ગાંધીનગર જિલ્લામાં દિવસેને દિવસે ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં ધોળા દિવસે ચોર હાથ સાફ કરી ગયા છે. ગઈકાલે રક્ષાબંધનનો તહેવાર હતો અને પોતાના ભાઈના ઘરે રાખડી બાંધવા ગયેલી બહેનના ઘરે ચોરી થઈ છે. તાળા તોડી અંદરથી સોના અને ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કલોલના કલ્યાણપુરા વિસ્તારમાં દિન દહાડે મકાનના તાળા તોડીને 13 લાખ ઉપરાંતના માલમત્તાની ચોરી થઈ હોવાની ઘટના બની છે. ભર બપોરે ત્રાટકેલા તસ્કરો મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ્યા અને ઘરની તિજોરીના તાળા તોડી અંદરથી સોના અને ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી છે. જેની અંદાજે કિંમત 13 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. તસ્કરોને ઝડપી લેવા એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી ગઈકાલે બપોરે બહેન રક્ષાબંધનનો તહેવાર હોવાના કારણે પોતાના ભાઈના ઘરે રાખડી બાંધવા મકાનને લોક કરીને ગઈ હતી અને ત્યારબાદ ઘરે તસ્કરો ત્રાટક્યા હતા. ત્યારે આ અંગે હાલમાં તસ્કરોને ઝડપી લેવા એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે અને પોલીસે ચોરોને ઝડપી લેવા માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદના ઈસનપુરમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવમાં ચોરી કરવા આવેલા બે તસ્કરો રંગેહાથે ઝડપાયા અમદાવાદના ઈસનપુરમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરવા આવેલો તસ્કર ઝડપાયો છે. મંદિરમાંથી દાનપેટી ઉપાડીને નિકળી રહ્યો હતો તે સમયે જ સ્થાનિકોએ તસ્કરને ઝડપી લીધો હતો. તમને જણાવી દઈએ કે ઈસનપુર વિસ્તારમાં 5 દિવસમાં 8થી વધુ ચોરીના બનાવો બન્યા છે, જેના કારણે પોલીસની કામગીરી સામે સવાલો થઈ રહ્યા છે અને આ અંગે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બંધ મકાન અને મંદિરમાં સૌથી વધારે ચોરીની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે બીજી તરફ પોલીસના પેટ્રોલિંગના દાવા તદ્દન નિષ્ફળ નિવડી રહ્યા છે, ઈસનપુર પોલીસ રાત્રીના સમયે આરામ કરે છે કે પેટ્રોલિંગ કરે છે તેને લઈ સ્થાનિકો સવાલ કરી રહ્યા છે અને પોલીસ આવા તસ્કરોને ઝડપે અને કાયદાનો પાઠ ભણાવે તે હવે જરૂરી બન્યું છે.

Kalol: કલ્યાણપુરા વિસ્તારમાં ધોળા દિવસે 13 લાખની ચોરી, આસપાસમાં ભારે ખળભડાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભર બપોરે ત્રાટકેલા તસ્કરો મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ્યા
  • તિજોરીનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના, રોકડની કરી ચોરી
  • તસ્કરોને ઝડપવા એફએસએલ, ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી

ગાંધીનગર જિલ્લામાં દિવસેને દિવસે ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં ધોળા દિવસે ચોર હાથ સાફ કરી ગયા છે. ગઈકાલે રક્ષાબંધનનો તહેવાર હતો અને પોતાના ભાઈના ઘરે રાખડી બાંધવા ગયેલી બહેનના ઘરે ચોરી થઈ છે.

તાળા તોડી અંદરથી સોના અને ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી

કલોલના કલ્યાણપુરા વિસ્તારમાં દિન દહાડે મકાનના તાળા તોડીને 13 લાખ ઉપરાંતના માલમત્તાની ચોરી થઈ હોવાની ઘટના બની છે. ભર બપોરે ત્રાટકેલા તસ્કરો મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ્યા અને ઘરની તિજોરીના તાળા તોડી અંદરથી સોના અને ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી છે. જેની અંદાજે કિંમત 13 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે.

તસ્કરોને ઝડપી લેવા એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી

ગઈકાલે બપોરે બહેન રક્ષાબંધનનો તહેવાર હોવાના કારણે પોતાના ભાઈના ઘરે રાખડી બાંધવા મકાનને લોક કરીને ગઈ હતી અને ત્યારબાદ ઘરે તસ્કરો ત્રાટક્યા હતા. ત્યારે આ અંગે હાલમાં તસ્કરોને ઝડપી લેવા એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે અને પોલીસે ચોરોને ઝડપી લેવા માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદના ઈસનપુરમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવમાં ચોરી કરવા આવેલા બે તસ્કરો રંગેહાથે ઝડપાયા

અમદાવાદના ઈસનપુરમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરવા આવેલો તસ્કર ઝડપાયો છે. મંદિરમાંથી દાનપેટી ઉપાડીને નિકળી રહ્યો હતો તે સમયે જ સ્થાનિકોએ તસ્કરને ઝડપી લીધો હતો. તમને જણાવી દઈએ કે ઈસનપુર વિસ્તારમાં 5 દિવસમાં 8થી વધુ ચોરીના બનાવો બન્યા છે, જેના કારણે પોલીસની કામગીરી સામે સવાલો થઈ રહ્યા છે અને આ અંગે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે બંધ મકાન અને મંદિરમાં સૌથી વધારે ચોરીની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે બીજી તરફ પોલીસના પેટ્રોલિંગના દાવા તદ્દન નિષ્ફળ નિવડી રહ્યા છે, ઈસનપુર પોલીસ રાત્રીના સમયે આરામ કરે છે કે પેટ્રોલિંગ કરે છે તેને લઈ સ્થાનિકો સવાલ કરી રહ્યા છે અને પોલીસ આવા તસ્કરોને ઝડપે અને કાયદાનો પાઠ ભણાવે તે હવે જરૂરી બન્યું છે.