Kalolમાં વેપારીના ફલેટમાં 9લાખના મુદ્દામાલની ચોરી તસ્કરો ત્રાટક્યા
કલોલ શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવતા વર્ધમાનનગર સોસાયટીમાં આવેલા દિવ્ય પ્રકાશ ફલેટમાં બંધ ફલેટનું તાળું તોડી અંદરથી સોના ચાંદીના દાગીના હીરા તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા 9 લાખ ઉપરાંતના માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. દિન દહાડે ચોરીની ઘટનાને લઈને આસપાસમાં ફફડાટ સાથે ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી અનુસાર કલોલના વર્ધમાનનગર સોસાયટીમાં આવેલા દિવ્ય પ્રકાશ ફલેટમાં રહેતા ભાવિન અનોપચંદ્ર શાહ સવારે મકાનને તાળું મારીને દુકાને ગયા હતા.અને ત્યાંથી તેમની પત્નીને લેવા રેલવે સ્ટેશન ગયા હતા અને ત્યાંથી ઘરે પરત આવતા જોયેલ તો ઘરનું તાળું તૂટેલું હતું. અને ઘરમાં તિજોરી સહિતનો માલ સામાન વેરવિખેર પડેલો હતો. તસ્કરોએ અહી દિનદહાડે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ તેમના ફલેટનું તાળું તોડી તિજોરીમાં મુકેલ સોના ચાંદીના જુદા જુદા દાગીના તથા વારસામાં મળેલ હિરા નંગ 7 અને રોકડા રૂપિયા એક લાખ મળી કુલ રૂપિયા 9,00,400ના માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કલોલ શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવતા વર્ધમાનનગર સોસાયટીમાં આવેલા દિવ્ય પ્રકાશ ફલેટમાં બંધ ફલેટનું તાળું તોડી અંદરથી સોના ચાંદીના દાગીના હીરા તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા 9 લાખ ઉપરાંતના માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. દિન દહાડે ચોરીની ઘટનાને લઈને આસપાસમાં ફફડાટ સાથે ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર કલોલના વર્ધમાનનગર સોસાયટીમાં આવેલા દિવ્ય પ્રકાશ ફલેટમાં રહેતા ભાવિન અનોપચંદ્ર શાહ સવારે મકાનને તાળું મારીને દુકાને ગયા હતા.અને ત્યાંથી તેમની પત્નીને લેવા રેલવે સ્ટેશન ગયા હતા અને ત્યાંથી ઘરે પરત આવતા જોયેલ તો ઘરનું તાળું તૂટેલું હતું. અને ઘરમાં તિજોરી સહિતનો માલ સામાન વેરવિખેર પડેલો હતો. તસ્કરોએ અહી દિનદહાડે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ તેમના ફલેટનું તાળું તોડી તિજોરીમાં મુકેલ સોના ચાંદીના જુદા જુદા દાગીના તથા વારસામાં મળેલ હિરા નંગ 7 અને રોકડા રૂપિયા એક લાખ મળી કુલ રૂપિયા 9,00,400ના માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.