Kachchhના ગાંધીધામમાંથી નકલી પોલીસ કર્મચારી ઝડપાયો, લોકોએ પકડીને અસલી પોલીસને સોંપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં વધુ એક વાર નકલી પોલીસ કર્મચારી ઝડપાયો છે. કચ્છના ગાંધીધામમાં નકલી પોલીસ કર્મચારી ઝડપાયો છે. ગાંધીધામના રિલાયન્સ મોલ પાસે આ નકલી પોલીસ કર્મચારી ઝડપાયો છે. નકલી પોલીસ બનીને લોકોને આ વ્યક્તિ ધાક ધમકી આપતો હતો. જો કે મોલની બહારથી લોકોએ આ નકલી પોલીસ કર્મચારીને ઝડપી પાડ્યો છે અને પોલીસના હવાલે કર્યો છે. આ સમગ્ર મામલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે પુછપરછ હાથ ધરી છે અને વધુ તપાસ કરી રહી છે.
મહેસાણામાં પાણી વેચનારો શ્રમિક બની ગયો નકલી IAS!
બીજી તરફ સુરતના શખ્શોએ વિસનગર વાળાને છેતર્યા છે. ઈન્કમટેક્સની રેડ થતાં આર્થિક તકલીફ કહી સુરતના શાતિર શખ્શોએ પૈસા પડાવી લીધા. મહેસાણાના વિસનગરના કાંસાના દિનેશ પટેલ સાથે ગત એપ્રિલમાં છેતરપિંડીની ફરિયાદ વિસનગર પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. ફરિયાદ મુજબ સુરતના પિતા પુત્ર પટેલ જયંતિભાઇ અને કૌશિક પટેલે દિનેશ પટેલ સાથે મિત્રતા કેળવી હતી. ત્યારે સુરતના કૌશિક પટેલ અને દિનેશ પટેલે વિસનગરના દિનેશ પટેલને ફોન કરી કહ્યું હતું કે, પોતાને ત્યાં ઈન્કમટેક્સની રેડને કારણે આર્થિક રીતે તૂટી ગયા છે અને પોતાની પાસે વકીલને આપવાના પણ પૈસા નથી કહી દિનેશ પટેલ પાસેથી રૂ.21.65 લાખ મેળવી લીધા હતા.
વિસનગર પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો
ત્યારે આ શખ્શોએ પૈસા આપવા ના પડે તે માટે બીજા વ્યક્તિની થાર ગાડી પણ આપી દીધી હતી. વળતા પૈસા માગતા તેઓએ ચેક આપ્યા પણ ખાતામાં સ્ટોપ બેલેન્સ કરાવી દીધું અને અમદાવાદના અર્પિત ઉર્ફે ઋષભ રેડ્ડી નામના વ્યક્તિ પાસેથી IASની ખોટી ઓળખાણ આપી પૈસા પડાવ્યા હતા. જેણે IASની ઓળખાણ આપી 79,000 પણ પડાવ્યા હતા. જે સમગ્ર મામલે કુલ 4 શખ્શો વિરૂદ્ધ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અર્પિત ઉર્ફે ઋષભ રેડ્ડી જે નકલી IAS બન્યો હતો તેની વિસનગર પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.
What's Your Reaction?






