Junagadhમાં રોગચાળો વર્ક્યો, તાવ, શરદી-ઉધરસના કેસમાં વધારો
શિયાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ તાવ, શરદી, ઉધરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ડેન્ગ્યુના કેસોમાં પણ વધારો નોંધાયો છે.નવેમ્બર મહિનામાં શરદી, ઉધરસ અને તાવના અંદાજે 250થી વધુ કેસો નોંધાયા જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં નવેમ્બર મહિનામાં 250થી વધુ તાવ, શરદી, ઉધરસના કેસો નોંધાયા હતા તો 40થી વધુ કેસ ડેન્ગ્યુના નોંધાયા છે. મેલેરિયાના 6 અને ટાઈફોઈડના 3 કેસ સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં નવેમ્બર મહિનામાં શરદી, ઉધરસ અને તાવના અંદાજે 250થી વધુ કેસો નોંધાયા છે. ઝાડા ઉલટીના 111 કેસ નોંધાયા છે. જેમાં ઓક્ટોબર માસની સરખામણીએ ઘટાડો જોવા મળ્યો હતો. નવેમ્બર મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળ્યો હતો, ત્યારે 40 કેસ ડેન્ગ્યુના નોંધાયા હતા. મેલેરિયાના 6 અને ટાઈફોઈડના 3 કેસ સિવિલ હોસ્પિટલમાં નોંધાયા હતા. ડિસેમ્બર મહિનામાં ડેન્ગ્યુનો એક પણ કેસ નોંધાયો નથી શહેરની સરકારી હોસ્પિટલોમાં નવેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 20 કેસ નોંધાયા હતા. ત્યારે હાલ ડિસેમ્બરના ચાલુ મહિનાનામાં એક પણ કેસ ડેન્ગ્યુનો નોંધાયો નથી. ડેન્ગ્યુ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે, ડેન્ગ્યુના મચ્છરો વહેલી સવારે કે સમી સાંજે કરડવાથી ડેન્ગ્યુનો તાવ આવે છે. ત્યારે લોકોએ આ મામલે ખૂબ જ જાગૃતિ રાખવી જરૂરી છે. જૂનાગઢના એસટી વર્કશોપ તેમજ બહાઉદ્દીન કોલેજ પાસે આવેલા વેસ્ટન મોલમાં ડેન્ગ્યુના મચ્છરો જોવા મળ્યા હતા. જેને લઈને નગરપાલિકા દ્વારા તેઓને નોટિસ આપવામાં આવી છે. લોકોએ રાખવી આ તકેદારીઓ ડેન્ગ્યુના મામલે લોકોએ સાવચેત રહેવું ખૂબ જરૂરી છે, કારણ કે ડેન્ગ્યુનો મચ્છર આ તાવનું મુખ્ય કારણ છે. લોકોએ ખાણીપીણીની વસ્તુઓ અને ખાસ કરીને જે જગ્યા પર પાણી ભરાતું હોય તે મામલે ખૂબ જ જાગૃતતા દાખવી જરૂરી છે. આ સમયે એક વર્ષથી નાના બાળકોની કાળજી લેવી ખૂબ જરૂરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શિયાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ તાવ, શરદી, ઉધરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ડેન્ગ્યુના કેસોમાં પણ વધારો નોંધાયો છે.
નવેમ્બર મહિનામાં શરદી, ઉધરસ અને તાવના અંદાજે 250થી વધુ કેસો નોંધાયા
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં નવેમ્બર મહિનામાં 250થી વધુ તાવ, શરદી, ઉધરસના કેસો નોંધાયા હતા તો 40થી વધુ કેસ ડેન્ગ્યુના નોંધાયા છે. મેલેરિયાના 6 અને ટાઈફોઈડના 3 કેસ સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં નવેમ્બર મહિનામાં શરદી, ઉધરસ અને તાવના અંદાજે 250થી વધુ કેસો નોંધાયા છે. ઝાડા ઉલટીના 111 કેસ નોંધાયા છે. જેમાં ઓક્ટોબર માસની સરખામણીએ ઘટાડો જોવા મળ્યો હતો. નવેમ્બર મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળ્યો હતો, ત્યારે 40 કેસ ડેન્ગ્યુના નોંધાયા હતા. મેલેરિયાના 6 અને ટાઈફોઈડના 3 કેસ સિવિલ હોસ્પિટલમાં નોંધાયા હતા.
ડિસેમ્બર મહિનામાં ડેન્ગ્યુનો એક પણ કેસ નોંધાયો નથી
શહેરની સરકારી હોસ્પિટલોમાં નવેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 20 કેસ નોંધાયા હતા. ત્યારે હાલ ડિસેમ્બરના ચાલુ મહિનાનામાં એક પણ કેસ ડેન્ગ્યુનો નોંધાયો નથી. ડેન્ગ્યુ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે, ડેન્ગ્યુના મચ્છરો વહેલી સવારે કે સમી સાંજે કરડવાથી ડેન્ગ્યુનો તાવ આવે છે. ત્યારે લોકોએ આ મામલે ખૂબ જ જાગૃતિ રાખવી જરૂરી છે. જૂનાગઢના એસટી વર્કશોપ તેમજ બહાઉદ્દીન કોલેજ પાસે આવેલા વેસ્ટન મોલમાં ડેન્ગ્યુના મચ્છરો જોવા મળ્યા હતા. જેને લઈને નગરપાલિકા દ્વારા તેઓને નોટિસ આપવામાં આવી છે.
લોકોએ રાખવી આ તકેદારીઓ
ડેન્ગ્યુના મામલે લોકોએ સાવચેત રહેવું ખૂબ જરૂરી છે, કારણ કે ડેન્ગ્યુનો મચ્છર આ તાવનું મુખ્ય કારણ છે. લોકોએ ખાણીપીણીની વસ્તુઓ અને ખાસ કરીને જે જગ્યા પર પાણી ભરાતું હોય તે મામલે ખૂબ જ જાગૃતતા દાખવી જરૂરી છે. આ સમયે એક વર્ષથી નાના બાળકોની કાળજી લેવી ખૂબ જરૂરી છે.