Junagadh: મેંદરડા માર્કેટિંગ યાર્ડની બેદરકારી, યાર્ડમાં 24 ગુણી અડદ તણાઈ
જૂનાગઢ જિલ્લાના મેંદરડા યાર્ડમાં રાખવામાં આવેલ અડદની 24 ગુણી વરસાદી પાણીમાં તણાઈ હતી. હવામાન વિભાગની આગાહીને લઈને આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જેથી વરસાદી પાણી યાર્ડમાં ઘૂસી જતાં 24 ગુણી અડદની જણસી પાણીમાં તણાઈ હતી. વરસાદની આગાહી હોવા છતાં મેંદરડા માર્કેટિંગ યાર્ડ દ્વારા કોઈપણ જાતની દરકાર લેવામાં આવી ન હતી. અને ઘોર નિંદ્રામાં હોય તેમ 24 ગુણી અડદની જણસી પલળી ગઈ ત્યાં સુધી કોઈ કામગીરી કરવામાં ના આવી. જેથી અંદાજીત 60 હજાર જેટલી કિંમતની અડદ પાણીમાં પલળવાથી બગડી ગઈ હતી. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ હાથ અધ્ધર કર્યા માર્કેટિંગ યાર્ડમાં આવેલ ડોમ લીકેજ હોવાથી વરસાદી પાણી ડોમની અંદર ભરાયું હતુ. મેમણ બ્રધર્સ તેમજ વેપારીઓ દ્વારા અનેકવાર રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં યાર્ડના સત્તાધીશો દ્વારા ધ્યાન આપવામાં નહીં આવતા વરસાદનું પાણી યાર્ડમાં પ્રવેશ્યુ હતુ. મેમણ બ્રધર્સ તેમજ ખેડૂતો દ્વારા મેંદરડા માર્કેટિંગ યાર્ડનો ડોમ રિપેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી તો યાર્ડના સેક્રેટરી દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો કે યાર્ડની કોઈ જવાબદારી આવતી નથી. તમારી અને ખેડૂતની જવાબદારી છે. મોટા બફ ન હોવાથી પાણી અંદર સેડમાં આવી જાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢ જિલ્લાના મેંદરડા યાર્ડમાં રાખવામાં આવેલ અડદની 24 ગુણી વરસાદી પાણીમાં તણાઈ હતી. હવામાન વિભાગની આગાહીને લઈને આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જેથી વરસાદી પાણી યાર્ડમાં ઘૂસી જતાં 24 ગુણી અડદની જણસી પાણીમાં તણાઈ હતી.
વરસાદની આગાહી હોવા છતાં મેંદરડા માર્કેટિંગ યાર્ડ દ્વારા કોઈપણ જાતની દરકાર લેવામાં આવી ન હતી. અને ઘોર નિંદ્રામાં હોય તેમ 24 ગુણી અડદની જણસી પલળી ગઈ ત્યાં સુધી કોઈ કામગીરી કરવામાં ના આવી. જેથી અંદાજીત 60 હજાર જેટલી કિંમતની અડદ પાણીમાં પલળવાથી બગડી ગઈ હતી.
માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ હાથ અધ્ધર કર્યા
માર્કેટિંગ યાર્ડમાં આવેલ ડોમ લીકેજ હોવાથી વરસાદી પાણી ડોમની અંદર ભરાયું હતુ. મેમણ બ્રધર્સ તેમજ વેપારીઓ દ્વારા અનેકવાર રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં યાર્ડના સત્તાધીશો દ્વારા ધ્યાન આપવામાં નહીં આવતા વરસાદનું પાણી યાર્ડમાં પ્રવેશ્યુ હતુ.
મેમણ બ્રધર્સ તેમજ ખેડૂતો દ્વારા મેંદરડા માર્કેટિંગ યાર્ડનો ડોમ રિપેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી તો યાર્ડના સેક્રેટરી દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો કે યાર્ડની કોઈ જવાબદારી આવતી નથી. તમારી અને ખેડૂતની જવાબદારી છે. મોટા બફ ન હોવાથી પાણી અંદર સેડમાં આવી જાય છે.