Junagadh: મહાશિવરાત્રીના મેળામાં જતા યાત્રિયોની સુવિધામાં વધારો, વેસ્ટર્ન રેલવેનો મહત્વનો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સૌરાષ્ટ્રના લોકમેળા લોકોમાં જાણીતા છે. તરણેતરનો મેળો, માધવપુરનો મેળો કે જૂનાગઢનો શિવરાત્રીનો મેળો હોય, તેમાં લોકો મન ભરીને આનંદ માણે છે. શિવરાત્રી દરમ્યાન ગરવા ગઢ ગિરનારની ગોદમાં ભરાતો શિવમેળો વિશેષ મહત્વ ધરાવે છે. ત્યારે જૂનાગઢમાં યોજાનારા "મહાશિવરાત્રીના મેળા" માટે વેસ્ટર્ન રેલવે દ્વારા યાત્રિયોની સુવિધા માટે તા. ૨૨થી ૨૮ દરમિયાન ૪ જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય લીધો છે.
આ અંગે ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર ૧૯૧૧૯/૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળમાં વેરાવળથી ૨૨.૦૨.૨૦૨૫ થી ૨૭.૦૨.૨૦૨૫ સુધી અને ગાંધીનગર કેપિટલથી ૨૩.૦૨.૨૦૨૫ થી ૨૮.૦૨.૨૦૨૫ સુધી ૨ વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે. ટ્રેન નંબર ૧૯૨૦૭/૧૯૨૦૮ પોરબંદર-રાજકોટ-પોરબંદરમાં પોરબંદરથી ૨૨.૦૨.૨૦૨૫ થી ૨૭.૦૨.૨૦૨૫ સુધી અને રાજકોટથી ૨૨.૦૨.૨૦૨૫ થી ૨૭.૦૫૨૦૨ સુધી ૨ વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.
ટ્રેન નંબર ૫૯૫૫૮/૫૯૫૫૯ ભાવનગર-વેરાવળ-ભાવનગરમાં ભાવનગર ટર્મિનસથી ૨૨.૦૨।૨૦૨૫ થી ૨૭.૦૨.૨૦૨૫ સુધી અને વેરાવળથી ૨૨.૦૨.૨૦૨૫ થી ૨૭.૦૨.૨૦૨૫ સુધી ૨ વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે. ટ્રેન નંબર ૫૯૫૬૦/૫૯૫૫૭ ભાવનગર-પોરબંદર-ભાવનગરમાં ભાવનગર ટર્મિનસથી ૨૨.૦૨.૨૦૨૫ થી ૨૭,૦૨,૨૦૨૫ સુધી અને વેરાવળથી ૨૩.૦૨.૨૦૨૫ થી ૨૮.૦૨.૨૦૨૫ સુધી ૨ વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.
What's Your Reaction?






