Junagadh News: આવતીકાલથી શરૂ થશે ગીર જંગલ સફારી, પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચોમાસાની ઋતુ દરમિયાન વન્યજીવોના પ્રજનનકાળ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંધ રાખવામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ગીર અભયારણ્યના દરવાજા હવે પ્રવાસીઓ માટે પુનઃ ખુલી રહ્યા છે.આવતીકાલે 9 ઓક્ટોબરથી સાસણ-ગીરનું ઈકો ટુરિઝમ ઝોન સત્તાવાર રીતે પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. જેના કારણે ગીરના જંગલોમાં ફરી એકવાર પ્રવાસીઓની ભારે ચહલપહલ અને ઉત્સાહ જોવા મળશે.ચોમાસાના ચાર મહિનાના પ્રતિબંધ બાદ પ્રવાસીઓ નિર્ધારિત રૂટ્સ પર સિંહ દર્શન અને ગીર સફારીનો રોમાંચક આનંદ માણી શકશે.
ગીરમાં કુદરતી સૌંદર્ય અને સિંહ દર્શનનો લાભ
વન વિભાગ દ્વારા પ્રવાસીઓની સગવડ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.ગીર જંગલની મુલાકાત લેવા માટે ઇચ્છુક પ્રવાસીઓ વન વિભાગની અધિકૃત વેબસાઈટ પરથી અગાઉથી જ ઓનલાઈન પરમિટ બુક કરી શકશે.ઓનલાઈન બુકિંગ શરૂ થતાં જ પ્રવાસીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. પ્રકૃતિ પ્રેમીઓ અને વન્યજીવ સહેલાણીઓ હવે એશિયાટિક સિંહોના ગઢ ગીરમાં કુદરતી સૌંદર્ય અને સિંહ દર્શનનો લાભ લઈ શકશે.
આ વખતે વેકેશન 9 દિવસ વહેલું પૂર્ણ કરવામાં આવ્યું
ગીર અભયારણ્યમાં દર વર્ષે ચાર મહિનાનું વેકેશન રાખવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં જંગલમાં સિંહ સહિતના વન્ય જીવો માટે કુદરતી પ્રજનન કાળ શરૂ થાય છે. આ સમયમાં માનવ દખલગીરી, વાહનોનો અવાજ પ્રાણીઓના વર્તન પર અસર કરે છે. જેના કારણે વન વિભાગ દ્વારા જંગલ સફારી બંધ રાખવામાં આવે છે. દર વર્ષે પ્રવાસીઓને 16 ઓક્ટોબર સુધી જંગલ સફારી માણવાની રાહ જોવી પડતી હોય છે. ભારે વરસાદને કારણે રસ્તાને નુકસાન થતું હોય છે. પરંતુ આ વખતે વેકેશન 9 દિવસ વહેલું પૂર્ણ કરવામાં આવ્યું છે. જેથી પ્રવાસીઓ જંગલ સફારીની મજા માણી શકશે.
આ પણ વાંચોઃ Nana Patekar : 4 દિવસ પહેલા જ નાના પાટેકરે કહ્યું હતું, જવાનું તો બધાએ છે, હું પણ કાલે હોઉં કે ના હોઉં
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

