Junagadh: ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપ વે સેવા સ્થગિત, 60 કિમીની ઝડપે પવન ફૂંકાતા લેવાયો નિર્ણય
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢના જગવિખ્યાત ગિરનાર પર્વત પર આજે હવામાનમાં પલટો આવતા અને પવનની ગતિમાં અચાનક વધારો થતા રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી છે. પર્વત પર પવનની ઝડપ મર્યાદા કરતા વધી જતા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખી સંચાલકો દ્વારા ઓપરેશન રોકી દેવામાં આવ્યું છે.
ગિરનાર પર્વત પર હવામાનમાં પલટો
ગિરનાર પર્વત પર હાલમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. રોપવેના ટેકનિકલ માપદંડો મુજબ, જ્યારે પવનની ગતિ નિર્ધારિત મર્યાદા કરતા વધી જાય ત્યારે ટ્રોલીઓનું સંચાલન જોખમી બની શકે છે. પ્રવાસીઓ હવામાં લટકી ન પડે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના પગલા રૂપે સેવા બંધ રાખવામાં આવી છે.
પ્રવાસીઓની સ્થિતિ
રોપવે સેવા બંધ થવાના કારણે દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક પ્રવાસીઓ નીચેના સ્ટેશને પવન ઓછો થવાની રાહ જોઈ રહ્યા છે. રોપવે મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પવનની ગતિ સામાન્ય થઈને 30-35 કિમીથી નીચે આવશે ત્યારબાદ જ ટેકનિકલ ચેકિંગ કરીને ફરીથી સેવા શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: Surat: સરથાણામાં સિગરેટ પીવાની ના પાડતા વોચમેનનું બાઈક સળગાવી મૂક્યું
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

