Junagadhમાં વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા, માન્યતા વગર સ્કૂલ ધમધમી હોવાનું આવ્યું સામે
શિક્ષણનું વ્યાપારીકરણ કરી અને મસમોટી ફી ઉઘરાવી ગેરકાયદેસર સ્કૂલો ધમધમી રહી છે. તેની સામે શિક્ષણ વિભાગ વામણું પુરવાર થાય છે અને આવી સ્કૂલો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરી રહ્યું છે. આવી જ એક સ્કૂલ જુનાગઢમાં સામે આવી છે. જૂનાગઢના નોબલ ટાઉનશિપમાં આવેલી ચૈતન્ય ટેકનો સ્કૂલના નામથી ચાલતી CBSC સ્કૂલ પાસે માન્યતા ન હોવા છતાં વિદ્યાર્થીઓ પાસેથી મસ મોટી ફી ઉઘરાવીને ગેરકાયદેસર રીતે સ્કૂલ ચલાવતા હોવાની ફરિયાદ ઊઠવા પામી છે. CBSEની માન્યતા ના હોવા છતાં સ્કૂલ ધમધમી હોવાનું સામે આવ્યું જૂનાગઢમાં ચૈતન્ય ટેકનો સ્કૂલમાં ધોરણ 1 થી 9 માટે CBSEની માન્યતા નથી તેમ છતાં પણ વિદ્યાર્થીઓને CBSEના નામે એડમિશન આપે છે. તેમજ આ સ્કૂલ વિદ્યાર્થીઓને તથા વાલીઓને અંધારામાં રાખીને આ વિદ્યાર્થીઓના એડમિશન અન્ય સ્કૂલ કે શાળાઓમાં રાખી તેમને ભણાવતા હોવાનો આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે NSUI દ્વારા શિક્ષણ વિભાગને જાણ પણ કરવામાં આવી છે. સ્કૂલના પ્રિન્સિપાલે લૂલો બચાવ કર્યો બીજી તરફ જુનાગઢ શૈક્ષણિક હબ બની રહ્યું છે. ત્યારે શિક્ષણ માફિયાઓ હવે શિક્ષણનું વ્યાપારીકરણ કરી અને વાલીઓ પાસેથી લાખો રૂપિયા લૂંટી રહ્યા છે. આ અંગે ચૈતન્ય ટેકનો સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા આ રજૂઆતને સમર્થન આપ્યું હતું. તેમની પાસેથી જાણવા મળ્યું હતું કે, હાલ તેઓ પાસે ગુજરાત શિક્ષણ બોર્ડની માન્યતા છે અને આ માન્યતા બાદ બે વર્ષ પછી તેઓ CBSE માટે અરજી કરશે. પરંતુ હાલ તેઓ પાસે CBSEની માન્યતા નથી.તેમજ ગુજરાતભરમાં તેમની જે સંસ્થાઓ ચાલી રહી છે તેમની પાસે પણ CBSEની માન્યતાઓ નથી. પરંતુ CBSE લેવલનો અભ્યાસ કરાવતા હોવાનો લૂલો બચાવ કર્યો હતો અને જે કર્મચારી દ્વારા ફરિયાદો કરવામાં આવી છે તે પાયા વિહોણી હોવાનો દાવો કર્યો હતો. સ્કૂલો સામે કડકમાં કડક કાર્યવાહી માગ આ સમગ્ર બાબતને લઈને જુનાગઢ પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા રજૂઆતને ધ્યાનમાં લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જો આ મામલે કાંઈ પણ ચૂક દેખાશે તો સ્કૂલ સંચાલકો તેમજ શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આમ જુનાગઢની જાગૃત જનતાને પણ હવે આવા શિક્ષણ માફીઆઓ અને ગેરકાયદેસર સ્કૂલ ચલાવતા લોકો સામે લાલ આંખ કરવાની જરૂર છે. આવી સ્કૂલો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી તો ઉઠવા પામી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શિક્ષણનું વ્યાપારીકરણ કરી અને મસમોટી ફી ઉઘરાવી ગેરકાયદેસર સ્કૂલો ધમધમી રહી છે. તેની સામે શિક્ષણ વિભાગ વામણું પુરવાર થાય છે અને આવી સ્કૂલો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરી રહ્યું છે. આવી જ એક સ્કૂલ જુનાગઢમાં સામે આવી છે. જૂનાગઢના નોબલ ટાઉનશિપમાં આવેલી ચૈતન્ય ટેકનો સ્કૂલના નામથી ચાલતી CBSC સ્કૂલ પાસે માન્યતા ન હોવા છતાં વિદ્યાર્થીઓ પાસેથી મસ મોટી ફી ઉઘરાવીને ગેરકાયદેસર રીતે સ્કૂલ ચલાવતા હોવાની ફરિયાદ ઊઠવા પામી છે.
CBSEની માન્યતા ના હોવા છતાં સ્કૂલ ધમધમી હોવાનું સામે આવ્યું
જૂનાગઢમાં ચૈતન્ય ટેકનો સ્કૂલમાં ધોરણ 1 થી 9 માટે CBSEની માન્યતા નથી તેમ છતાં પણ વિદ્યાર્થીઓને CBSEના નામે એડમિશન આપે છે. તેમજ આ સ્કૂલ વિદ્યાર્થીઓને તથા વાલીઓને અંધારામાં રાખીને આ વિદ્યાર્થીઓના એડમિશન અન્ય સ્કૂલ કે શાળાઓમાં રાખી તેમને ભણાવતા હોવાનો આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે NSUI દ્વારા શિક્ષણ વિભાગને જાણ પણ કરવામાં આવી છે.
સ્કૂલના પ્રિન્સિપાલે લૂલો બચાવ કર્યો
બીજી તરફ જુનાગઢ શૈક્ષણિક હબ બની રહ્યું છે. ત્યારે શિક્ષણ માફિયાઓ હવે શિક્ષણનું વ્યાપારીકરણ કરી અને વાલીઓ પાસેથી લાખો રૂપિયા લૂંટી રહ્યા છે. આ અંગે ચૈતન્ય ટેકનો સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા આ રજૂઆતને સમર્થન આપ્યું હતું. તેમની પાસેથી જાણવા મળ્યું હતું કે, હાલ તેઓ પાસે ગુજરાત શિક્ષણ બોર્ડની માન્યતા છે અને આ માન્યતા બાદ બે વર્ષ પછી તેઓ CBSE માટે અરજી કરશે. પરંતુ હાલ તેઓ પાસે CBSEની માન્યતા નથી.
તેમજ ગુજરાતભરમાં તેમની જે સંસ્થાઓ ચાલી રહી છે તેમની પાસે પણ CBSEની માન્યતાઓ નથી. પરંતુ CBSE લેવલનો અભ્યાસ કરાવતા હોવાનો લૂલો બચાવ કર્યો હતો અને જે કર્મચારી દ્વારા ફરિયાદો કરવામાં આવી છે તે પાયા વિહોણી હોવાનો દાવો કર્યો હતો.
સ્કૂલો સામે કડકમાં કડક કાર્યવાહી માગ
આ સમગ્ર બાબતને લઈને જુનાગઢ પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા રજૂઆતને ધ્યાનમાં લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જો આ મામલે કાંઈ પણ ચૂક દેખાશે તો સ્કૂલ સંચાલકો તેમજ શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આમ જુનાગઢની જાગૃત જનતાને પણ હવે આવા શિક્ષણ માફીઆઓ અને ગેરકાયદેસર સ્કૂલ ચલાવતા લોકો સામે લાલ આંખ કરવાની જરૂર છે. આવી સ્કૂલો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી તો ઉઠવા પામી છે.