Junagadhમાં ઈકો સેન્સેટીવ ઝોનના વિરોધે વેગ પકડ્યો, મામલતદારને અપાયું આવેદનપત્ર

જૂનાગઢ જિલ્લામાં ઈકો સેન્સેટીવ ઝોનના વિરોધે વેગ પકડ્યો છે, આજે વિસાવદર ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ ઈકો સેન્સેટીવ ઝોનના વિરોધમાં ખેડૂતોનું સંમેલન યોજાયું હતું.ઈકો સેન્સેટીવ ઝોન હટાવવા માટે 11 જેટલા વાંધા રજૂ કરવામાં આવ્યા જેમાં ઈકો સેન્સેટીવ ઝોનને લઈને ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઈકો સેન્સેટીવ ઝોન નાબૂદ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂત સંમેલન બાદ મામલતદાર કચેરી ખાતે મામલતદાર મારફતે કેન્દ્રીય વન મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ઈકો સેન્સેટીવ ઝોન હટાવવા માટે 11 જેટલા વાંધા રજૂ કરવામાં આવ્યા હતા. ખેડૂત સંમેલનમાં ઉપસ્થિત પૂર્વ કૃષિમંત્રી કનુ ભાલાળાએ વન વિભાગના અધિકારીઓ અને સચિવો પર મંત્રીઓને ગેરમાર્ગે દોરવાનો સીધો આક્ષેપ કર્યો. આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની તૈયારી છેલ્લા 12 વર્ષથી ઈકો સેન્સેટીવ ઝોન માટે લડત ચલાવતા અખંડ ભારત સંઘના પ્રમુખ દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરીને પરપ્રાંતિય અધિકારીઓ પોતાની મનસ્વી વર્તન અને વલણથી પદાધિકારીઓને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે, રાજકીય નેતાઓએ પણ આવા અધિકારીઓને બદલે ખેડૂતોના હિતમાં શું છે તેનો નિર્ણય લેવો જોઈએ. જો ઈકો સેન્સેટીવ ઝોન નાબૂદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. ઈકો સેન્સેટીવ ઝોનને લઈને ખેડૂતોમાં ભારે રોષ સરકાર દ્વારા ઈકો સેન્સેટીવ સીટી ઝોનના મુદ્દે જો કોઈને જાગૃત કરવામાં આવશે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, તેવી જાહેરાતો કરતા પ્રમુખ દ્વારા ફાંસી આપે તો પણ ઈકો સેન્સેટીવ ઝોન મુદ્દે ખેડૂતોને જાગૃત કરવાનું છોડવામાં આવશે નહીં. આમ, દિવસેને દિવસે ઈકો સેન્સેટીવ ઝોનને લઈને ખેડૂતોમાં રોષ વધી રહ્યો છે અને આગામી સમયમાં હજુ આંદોલન વધુને વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે. 

Junagadhમાં ઈકો સેન્સેટીવ ઝોનના વિરોધે વેગ પકડ્યો, મામલતદારને અપાયું આવેદનપત્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢ જિલ્લામાં ઈકો સેન્સેટીવ ઝોનના વિરોધે વેગ પકડ્યો છે, આજે વિસાવદર ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ ઈકો સેન્સેટીવ ઝોનના વિરોધમાં ખેડૂતોનું સંમેલન યોજાયું હતું.

ઈકો સેન્સેટીવ ઝોન હટાવવા માટે 11 જેટલા વાંધા રજૂ કરવામાં આવ્યા

જેમાં ઈકો સેન્સેટીવ ઝોનને લઈને ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઈકો સેન્સેટીવ ઝોન નાબૂદ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂત સંમેલન બાદ મામલતદાર કચેરી ખાતે મામલતદાર મારફતે કેન્દ્રીય વન મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ઈકો સેન્સેટીવ ઝોન હટાવવા માટે 11 જેટલા વાંધા રજૂ કરવામાં આવ્યા હતા. ખેડૂત સંમેલનમાં ઉપસ્થિત પૂર્વ કૃષિમંત્રી કનુ ભાલાળાએ વન વિભાગના અધિકારીઓ અને સચિવો પર મંત્રીઓને ગેરમાર્ગે દોરવાનો સીધો આક્ષેપ કર્યો.

આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની તૈયારી

છેલ્લા 12 વર્ષથી ઈકો સેન્સેટીવ ઝોન માટે લડત ચલાવતા અખંડ ભારત સંઘના પ્રમુખ દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરીને પરપ્રાંતિય અધિકારીઓ પોતાની મનસ્વી વર્તન અને વલણથી પદાધિકારીઓને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે, રાજકીય નેતાઓએ પણ આવા અધિકારીઓને બદલે ખેડૂતોના હિતમાં શું છે તેનો નિર્ણય લેવો જોઈએ. જો ઈકો સેન્સેટીવ ઝોન નાબૂદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

ઈકો સેન્સેટીવ ઝોનને લઈને ખેડૂતોમાં ભારે રોષ

સરકાર દ્વારા ઈકો સેન્સેટીવ સીટી ઝોનના મુદ્દે જો કોઈને જાગૃત કરવામાં આવશે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, તેવી જાહેરાતો કરતા પ્રમુખ દ્વારા ફાંસી આપે તો પણ ઈકો સેન્સેટીવ ઝોન મુદ્દે ખેડૂતોને જાગૃત કરવાનું છોડવામાં આવશે નહીં. આમ, દિવસેને દિવસે ઈકો સેન્સેટીવ ઝોનને લઈને ખેડૂતોમાં રોષ વધી રહ્યો છે અને આગામી સમયમાં હજુ આંદોલન વધુને વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.