Junagadhના ગોલધર ગામે 10 દિવસ પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવકની થઈ હત્યા

જૂનાગઢના ગોલાધર ગામ ખાતે 10 દિવસ પહેલાં પ્રેમલગ્ન કરનાર યુવતીના પૂર્વ પતિએ બે ભાઈઓ સાથે મળીને યુવાનને મોતને ઘાટ ઉતાર્યો છે.આ બનાવથી સમગ્ર શહેરમાં ચકચાર મચી છે.જૂનાગઢના ગોલાધર ગામે 10 દિવસ પહેલા પ્રેમ લગ્ન કરનાર 24 વર્ષની યુવતી મિતલ રોજાસરાના પતિ જય કાલરીયા નામના યુવાનને યુવતીના પૂર્વ પતિ સહિત ત્રણ શખ્સોએ લાકડી પાઇપ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો છે. સારવાર દરમિયાન થયું મોત દસ દિવસ પહેલા ગોલાધર ગામના જય કાલરીયા સાથે લગ્ન કરનાર યુવતી મિતલ પોતાના પતિ સાથે બહાર જતી હતી ત્યારે ગામના સીમાડે અજય મકવાણા, વિજય મકવાણા અને મિલન મકવાણાએ લોખંડનો પાઇપ લાકડી વડે જય કાલરીયા ઉપર હુમલો કર્યો હતો અને તેને માથાના ભાગમાં ઇજાઓ પહોંચાડી હતી જેને કારણે તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો અને ગંભીર ઇજાઓને કારણે તેને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતા હતા ત્યારે રસ્તામાં તેનું મૃત્યુ થયું હતું. પિતાને લગ્ન મંજૂર ના હોવાથી થઈ હત્યા મિતલ રોજાસરાં નામની 24 વર્ષની યુવતીએ 2020માં ગોલાધર ગામના જ અજય મકવાણા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ મિત્તલના પિતાને આ લગ્ન મંજૂર ન હોવાથી અજય મકવાણા અને તેના પરિવાર સાથે અવારનવાર માથાકૂટ થતી રહેતી હતી જેથી ગત 8 ઓગસ્ટ 2020 ના રોજ યુવતી મિતલ ના પિતા જ્યારે ગાયો ચરાવવા માટે નીકળ્યા હતા ત્યારે અજય મકવાણા અને તેના ત્રણ ભાઈઓ અને માતા પિતાએ તિક્ષણ હથિયારો વડે હુમલો કરી મિતલના પિતાને મોતને ઘાટ ઉતાર્યા હતા અને જે ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ચાર વર્ષમાં યુવતીએ બે લગ્ન કર્યા આ સમગ્ર ઘટનાને ભૂલીને મિતલ નવી જિંદગીની શરૂઆત કરી હતી અને દસ દિવસ પહેલા જ ગોલાધર ગામના જ જય કાલરીયા નામના યુવાન સાથે તેમને લગ્ન કર્યા હતા અને હત્યાના કેસમાં જેલમાંથી બહાર આવેલા પૂર્વ પત્નીના પ્રેમલગ્નથી નારાજ અજય મકવાણાએ અને તેના બે ભાઈઓ સાથે મળીને જય કાલરીયા અને મિતલને સાત દિવસ પહેલા જ ગોલાધર ગામમાં પાઇપ અને હુમલો કરી ઇજા પહોંચાડી હતી અને સારવાર આમ ચાર વર્ષમાં યુવતીએ બે લગ્ન કર્યા અને બે સ્વજનોના જીવ ગુમાવતા યુવતી પડી ભાંગી છે અને પોતે ન્યાયની માંગણી કરી રહી છે.

Junagadhના ગોલધર ગામે 10 દિવસ પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવકની થઈ હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢના ગોલાધર ગામ ખાતે 10 દિવસ પહેલાં પ્રેમલગ્ન કરનાર યુવતીના પૂર્વ પતિએ બે ભાઈઓ સાથે મળીને યુવાનને મોતને ઘાટ ઉતાર્યો છે.આ બનાવથી સમગ્ર શહેરમાં ચકચાર મચી છે.જૂનાગઢના ગોલાધર ગામે 10 દિવસ પહેલા પ્રેમ લગ્ન કરનાર 24 વર્ષની યુવતી મિતલ રોજાસરાના પતિ જય કાલરીયા નામના યુવાનને યુવતીના પૂર્વ પતિ સહિત ત્રણ શખ્સોએ લાકડી પાઇપ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો છે.

સારવાર દરમિયાન થયું મોત

દસ દિવસ પહેલા ગોલાધર ગામના જય કાલરીયા સાથે લગ્ન કરનાર યુવતી મિતલ પોતાના પતિ સાથે બહાર જતી હતી ત્યારે ગામના સીમાડે અજય મકવાણા, વિજય મકવાણા અને મિલન મકવાણાએ લોખંડનો પાઇપ લાકડી વડે જય કાલરીયા ઉપર હુમલો કર્યો હતો અને તેને માથાના ભાગમાં ઇજાઓ પહોંચાડી હતી જેને કારણે તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો અને ગંભીર ઇજાઓને કારણે તેને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતા હતા ત્યારે રસ્તામાં તેનું મૃત્યુ થયું હતું.


પિતાને લગ્ન મંજૂર ના હોવાથી થઈ હત્યા

મિતલ રોજાસરાં નામની 24 વર્ષની યુવતીએ 2020માં ગોલાધર ગામના જ અજય મકવાણા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ મિત્તલના પિતાને આ લગ્ન મંજૂર ન હોવાથી અજય મકવાણા અને તેના પરિવાર સાથે અવારનવાર માથાકૂટ થતી રહેતી હતી જેથી ગત 8 ઓગસ્ટ 2020 ના રોજ યુવતી મિતલ ના પિતા જ્યારે ગાયો ચરાવવા માટે નીકળ્યા હતા ત્યારે અજય મકવાણા અને તેના ત્રણ ભાઈઓ અને માતા પિતાએ તિક્ષણ હથિયારો વડે હુમલો કરી મિતલના પિતાને મોતને ઘાટ ઉતાર્યા હતા અને જે ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.

ચાર વર્ષમાં યુવતીએ બે લગ્ન કર્યા

આ સમગ્ર ઘટનાને ભૂલીને મિતલ નવી જિંદગીની શરૂઆત કરી હતી અને દસ દિવસ પહેલા જ ગોલાધર ગામના જ જય કાલરીયા નામના યુવાન સાથે તેમને લગ્ન કર્યા હતા અને હત્યાના કેસમાં જેલમાંથી બહાર આવેલા પૂર્વ પત્નીના પ્રેમલગ્નથી નારાજ અજય મકવાણાએ અને તેના બે ભાઈઓ સાથે મળીને જય કાલરીયા અને મિતલને સાત દિવસ પહેલા જ ગોલાધર ગામમાં પાઇપ અને હુમલો કરી ઇજા પહોંચાડી હતી અને સારવાર આમ ચાર વર્ષમાં યુવતીએ બે લગ્ન કર્યા અને બે સ્વજનોના જીવ ગુમાવતા યુવતી પડી ભાંગી છે અને પોતે ન્યાયની માંગણી કરી રહી છે.