Jasdanના જંગવાડમાં ધોરણ-5માં ભણતા બાળકને અચાનક છાતીમાં ઉપડ્યો દુઃખાવો, અને..

જસદણના જંગવાડમાં બાળક હાર્ટએટેકનો ભોગ બન્યો. ધોરણ 5માં અભ્યાસ કરતાં બાળકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો. અસહ્ય દુઃખાવાને પગલે બાળકને જસદણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. જ્યાં હાજર તબીબોએ બાળકને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ.બાળકનું હાર્ટએટેકથી મોતજંગવાડમાં 11 વર્ષના બાળકનું હાર્ટએટેકથી મોત થવાની ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી. યુવાનો અને આધેડ બાદ હવે બાળકોના હાર્ટએટેકથી મોત થઈ રહ્યા છે. ગઈકાલે જંગવાડમાં ધોરણ-5માં અભ્યાસ કરતાં બાળકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતો પરિવાર ચિંતિત થયો. છાતીમાં અસહ્ય દુઃખાવો થતો પરિવાર તાત્કાલિક બાળકને ખાનગી હોસ્પિટલ લઈ ગયો. પરંતુ ત્યાં પંહોચતા જ હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકની તપાસ કરતાં મૃત જાહેર કર્યો. ડોક્ટરો પણ 11 વર્ષના બાળકને હાર્ટએટેક આવતા વધુ ચિંતિત થયા છે. ધોરણ-5માં અભ્યાસ કરતો હેતાશ રશમિકાત દવે એક તેજસ્વી વિદ્યાર્થી હતી. હેતાશ અભ્યાસ ઉપરાંત રમત-ગમતમાં પણ આગળ પડતો હતો.દસ દિવસ પહેલા જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં વિધાર્થી હેતાંશે મહાકુંભમાં તાલુકા કક્ષાએ થી મેદાન માર્યું હતું. માતા-પિતાએ પોતાના પુત્રને લઈને અનેક સપના સેવ્યા હશે. પરંતુ હાર્ટએટેકના શિકાર બનેલ હેતાશને ગુમાવવાથી પરિવારના માથે આભ તૂટી પડ્યું. કાલે હસતો રમતો છોકરો અચાનક વિદાય લેતા માતા-પિતા સહિત કુટુંબીજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ. બાળકો થઈ રહ્યા છે હાર્ટએટેકના શિકારહમણાં થોડા સમય પહેલા જ 11 વર્ષની બાળકીનું હાર્ટએટેકથી મોત થયાનો બનાવના સમાચાર મીડિયામાં સામે આવ્યા હતા. અમદાવાદની શાળામાં બાળકી અચાનક ઢળી પડતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત નિપજયું.જ્યારે અન્ય એક કિસ્સામાં શાહીબાગમાં રાજસ્થાન વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકનું હાર્ટએટેકથી મોત નિપજયું હતું. છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકથી મોતના કિસ્સા વધ્યા છે. યુવાનો બાદ હવે બાળકો પણ હાર્ટએટેકનો ભોગ બનવા લાગ્યા છે. હાર્ટએટેકને લઈને એક અભ્યાસ કરવામાં આવ્યો જેમાં સામે આવ્યું કે ઊંઘ સંબંધિત સમસ્યા ધરાવનાર લોકો જલદી હાર્ટએટેકનો શિકાર થયા છે. તેમજ ઓછું પાણી પીનારા અને ઓછી ઊંઘ ધરાવનારા લોકો હૃદયરોગના હુમલાનો શિકાર થાય છે. આથી લોકોએ ઉંમર મુજબ પાણીનું સેવન તેમજ પૂરતી ઊંઘ અને સાત્વિક ખોરાકનું સેવન કરવું જોઈએ.

Jasdanના જંગવાડમાં ધોરણ-5માં ભણતા બાળકને અચાનક છાતીમાં ઉપડ્યો દુઃખાવો, અને..

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જસદણના જંગવાડમાં બાળક હાર્ટએટેકનો ભોગ બન્યો. ધોરણ 5માં અભ્યાસ કરતાં બાળકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો. અસહ્ય દુઃખાવાને પગલે બાળકને જસદણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. જ્યાં હાજર તબીબોએ બાળકને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ.

બાળકનું હાર્ટએટેકથી મોત

જંગવાડમાં 11 વર્ષના બાળકનું હાર્ટએટેકથી મોત થવાની ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી. યુવાનો અને આધેડ બાદ હવે બાળકોના હાર્ટએટેકથી મોત થઈ રહ્યા છે. ગઈકાલે જંગવાડમાં ધોરણ-5માં અભ્યાસ કરતાં બાળકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતો પરિવાર ચિંતિત થયો. છાતીમાં અસહ્ય દુઃખાવો થતો પરિવાર તાત્કાલિક બાળકને ખાનગી હોસ્પિટલ લઈ ગયો. પરંતુ ત્યાં પંહોચતા જ હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકની તપાસ કરતાં મૃત જાહેર કર્યો. ડોક્ટરો પણ 11 વર્ષના બાળકને હાર્ટએટેક આવતા વધુ ચિંતિત થયા છે.

ધોરણ-5માં અભ્યાસ કરતો હેતાશ રશમિકાત દવે એક તેજસ્વી વિદ્યાર્થી હતી. હેતાશ અભ્યાસ ઉપરાંત રમત-ગમતમાં પણ આગળ પડતો હતો.દસ દિવસ પહેલા જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં વિધાર્થી હેતાંશે મહાકુંભમાં તાલુકા કક્ષાએ થી મેદાન માર્યું હતું. માતા-પિતાએ પોતાના પુત્રને લઈને અનેક સપના સેવ્યા હશે. પરંતુ હાર્ટએટેકના શિકાર બનેલ હેતાશને ગુમાવવાથી પરિવારના માથે આભ તૂટી પડ્યું. કાલે હસતો રમતો છોકરો અચાનક વિદાય લેતા માતા-પિતા સહિત કુટુંબીજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ.

બાળકો થઈ રહ્યા છે હાર્ટએટેકના શિકાર

હમણાં થોડા સમય પહેલા જ 11 વર્ષની બાળકીનું હાર્ટએટેકથી મોત થયાનો બનાવના સમાચાર મીડિયામાં સામે આવ્યા હતા. અમદાવાદની શાળામાં બાળકી અચાનક ઢળી પડતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત નિપજયું.જ્યારે અન્ય એક કિસ્સામાં શાહીબાગમાં રાજસ્થાન વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકનું હાર્ટએટેકથી મોત નિપજયું હતું.

છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકથી મોતના કિસ્સા વધ્યા છે. યુવાનો બાદ હવે બાળકો પણ હાર્ટએટેકનો ભોગ બનવા લાગ્યા છે. હાર્ટએટેકને લઈને એક અભ્યાસ કરવામાં આવ્યો જેમાં સામે આવ્યું કે ઊંઘ સંબંધિત સમસ્યા ધરાવનાર લોકો જલદી હાર્ટએટેકનો શિકાર થયા છે. તેમજ ઓછું પાણી પીનારા અને ઓછી ઊંઘ ધરાવનારા લોકો હૃદયરોગના હુમલાનો શિકાર થાય છે. આથી લોકોએ ઉંમર મુજબ પાણીનું સેવન તેમજ પૂરતી ઊંઘ અને સાત્વિક ખોરાકનું સેવન કરવું જોઈએ.