Jamnagarમા પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે નવા વર્ષની કરી ઉજવણી
ભારતની સંસ્કૃતિ ખુબ જુની છે અને તેમા માનવતા ભરપુર છે આ માનવતાના કારણે જ દેશના અનેક વિરલાઓ મુઠી ઉચેરૂ જીવન જીવી પ્રેરણા આપે છે.જામનગરમાં પણ આવી પરંપરા પૂર્વ રાજ્યમંત્રીના જીવનમા સુપેરે જોવા મળે છે, યુવાન વયના આ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વર્ષોથી દીવાળી અને નવા વર્ષની પરંપરા આગવી રીતે જાળવે છે અને આ સંવેદનાસભર અભિગમ સાથે વડીલો સાથે તહેવાર ઉજવે છે તેમજ એક સંદેશો આપ્યો છે કે સૌને અપનાવવા જેવો છે. વડીલો સાથે ઉજવ્યો તહેવાર પોતાની સાદગી માટે હરહંમેશ જાણીતા પૂર્વ રાજ્યમંત્રી હકુભા જાડેજાએ દિવાળી અને નવા વર્ષની શરૂઆત વૃદ્ધાશ્રમમા વડીલોના આશીર્વાદ લઈ ઉજવે છે. જે બીજા માટે પ્રેરણારૂપ છે ત્યારે હકુભાએ એમ જણાવ્યુ કે આ રીતની ઉજવણી મારા માટે આત્મસંતોષ રૂપ છે, હકુભા દર વર્ષે પોતાનો જન્મદિવસ, ધૂળેટી, અને દીપાવલી તેવો ધૂમધામથી ઉજવવાને બદલે એવા લોકો સાથે તહેવારોની ઉજવણી કરે છે, જેની જીંદગીમાં ખરાઅર્થમાં તહેવારોની જરૂર છે. લોકોના મેળવે છે આશીર્વાદ હકુભા જાડેજા છેલ્લા કેટલાય વર્ષોથી દિવાળી સહિતના પર્વો જામનગરના એમ.પી.શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમ, રણજીતસિંહજી નિરાધાર આશ્રમ અને અંધાશ્રમ ખાતે ઉજવે છે ત્યારે જામનગરના ખોડિયાર કોલોની પાસે આવેલ એમ.પી.શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમમાં વડીલોને ગરમા-ગરમ નાસ્તો કરાવી, શાલ ઓઢાડી વડીલોના આશીર્વાદ લઇ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ તેમના પત્ની અને પુત્ર સાથે નવા વર્ષની શરૂઆત કરી હતી. રાજકીય વિશ્લેષકો જણાવે છે કે હકુભા જાડેજા નાનામાં નાના માણસોની સાથે સીધો જ સંપર્ક જાળવી રાખે છે અને દર વખતે બધાને કહે છે તેમ “કાઈ કામ હોય તો જણાવજો “ કહી દરેક વૃદ્ધોના આશીર્વાદ મેળવી અને લોકઉપયોગી કાર્યો કરતા રહેવાનો કોલ પણ આપતા હોય છે. આ સાથે જ આજથી શરુ થતા નવા વર્ષની શુભકામનાઓ ગુજરાત વાસીઓને ફળે તેવી પણ શુભેચ્છાઓ તેમણે પાઠવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારતની સંસ્કૃતિ ખુબ જુની છે અને તેમા માનવતા ભરપુર છે આ માનવતાના કારણે જ દેશના અનેક વિરલાઓ મુઠી ઉચેરૂ જીવન જીવી પ્રેરણા આપે છે.જામનગરમાં પણ આવી પરંપરા પૂર્વ રાજ્યમંત્રીના જીવનમા સુપેરે જોવા મળે છે, યુવાન વયના આ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વર્ષોથી દીવાળી અને નવા વર્ષની પરંપરા આગવી રીતે જાળવે છે અને આ સંવેદનાસભર અભિગમ સાથે વડીલો સાથે તહેવાર ઉજવે છે તેમજ એક સંદેશો આપ્યો છે કે સૌને અપનાવવા જેવો છે.
વડીલો સાથે ઉજવ્યો તહેવાર
પોતાની સાદગી માટે હરહંમેશ જાણીતા પૂર્વ રાજ્યમંત્રી હકુભા જાડેજાએ દિવાળી અને નવા વર્ષની શરૂઆત વૃદ્ધાશ્રમમા વડીલોના આશીર્વાદ લઈ ઉજવે છે. જે બીજા માટે પ્રેરણારૂપ છે ત્યારે હકુભાએ એમ જણાવ્યુ કે આ રીતની ઉજવણી મારા માટે આત્મસંતોષ રૂપ છે, હકુભા દર વર્ષે પોતાનો જન્મદિવસ, ધૂળેટી, અને દીપાવલી તેવો ધૂમધામથી ઉજવવાને બદલે એવા લોકો સાથે તહેવારોની ઉજવણી કરે છે, જેની જીંદગીમાં ખરાઅર્થમાં તહેવારોની જરૂર છે.
લોકોના મેળવે છે આશીર્વાદ
હકુભા જાડેજા છેલ્લા કેટલાય વર્ષોથી દિવાળી સહિતના પર્વો જામનગરના એમ.પી.શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમ, રણજીતસિંહજી નિરાધાર આશ્રમ અને અંધાશ્રમ ખાતે ઉજવે છે ત્યારે જામનગરના ખોડિયાર કોલોની પાસે આવેલ એમ.પી.શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમમાં વડીલોને ગરમા-ગરમ નાસ્તો કરાવી, શાલ ઓઢાડી વડીલોના આશીર્વાદ લઇ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ તેમના પત્ની અને પુત્ર સાથે નવા વર્ષની શરૂઆત કરી હતી. રાજકીય વિશ્લેષકો જણાવે છે કે હકુભા જાડેજા નાનામાં નાના માણસોની સાથે સીધો જ સંપર્ક જાળવી રાખે છે અને દર વખતે બધાને કહે છે તેમ “કાઈ કામ હોય તો જણાવજો “ કહી દરેક વૃદ્ધોના આશીર્વાદ મેળવી અને લોકઉપયોગી કાર્યો કરતા રહેવાનો કોલ પણ આપતા હોય છે. આ સાથે જ આજથી શરુ થતા નવા વર્ષની શુભકામનાઓ ગુજરાત વાસીઓને ફળે તેવી પણ શુભેચ્છાઓ તેમણે પાઠવી છે.