Jamnagar: સરકારી શાળામાં નાની બબાલમાં સર્જાઈ મોટી ઘટના, વિદ્યાર્થીએ ગુમાવી આંખ

જામનગરની સરકારી શાળામાં નાની બબાલમાં મોટી ઘટના સર્જાઈ. વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ તકરારમાં ધોરણ-3માં અભ્યાસ કરતાં બાળકે આંખ ગુમાવ્યાની ઘટના સામે આવી. શહેરમાં યાદવ નગર વિસ્તારમાં આવેલ મનપાની આ ઘટના છે. વિદ્યાર્થીએ આંખ ગુમાવતા મામલો પંહોચ્યો પોલીસ સ્ટેશન. વાલીએ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ કરતા તપાસ હાથ ધરાઇ. વિદ્યાર્થી થયો દુર્ઘટનાનો શિકારશાળાએ જતાં વિદ્યાર્થીઓ કેટલીક વખત રમત રમતાં દુર્ઘટનાનો શિકાર બનતાં હોય છે. શહેરની મનપાની યાદવ નગર વિસ્તારની શાળાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સામાન્ય બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે પ્રારંભમાં શાબ્દિક તકરાર થાય છે. આ તકરાર ઉગ્ર સ્વરૂપ લેતા વિદ્યાર્થીઓ મારામારી પર ઉતરી આવ્યા. દરમ્યાન એક વિદ્યાર્થી ધોરણ-3માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી શેખર ચૌહાણને કોઈ વસ્તુથી માર મારતા તેની આંખને નુકસાન થાય છે. મારના કારણે વિદ્યાર્થી શેખર ચૌહાણની જમણી આંખની ઉપર બાજુ સોજો આવે છે. હોસ્પિટલમાં સારવાર હેઠળઆથી શેખરના માતાપિતા સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે. ત્યારે તબીબ શેખરની તપાસ કરી સારવાર કરતાં કહે છે આંખને વધુ નુકસાન થયું છે. શરીરનું આંખ અંગ વધુ સંવેદનશીલ હોય છે. અને શેખરને જમણી આંખની ઉપરની બાજુ સોજો આવતા તેની વધુ સારવાર કરવી પડશે તેમ જણાવ્યું. આંખમા ગંભીર ઈજા થતાં સારવાર માટે જીજી હોસ્પીટલમાં દાખલ કરાયો. શેખરને થયેલ ગંભીર ઇજાના કારણે અત્યારે તે એક જ આંખે જોઈ શકે છે. વાલીની પોલીસમાં ફરિયાદહાલમાં શેખરે આંખ ગુમાવતા વાલીએ પોલીસમાં ફરિયાદ કરી. પ્રાથમિક તપાસમાં શેખરને સમગ્ર બનાવની પૂછપરછ કરાઈ ત્યારે તકરાર થતા અન્ય વિધાર્થીએ આંખમા પેન્સીલ કે પેન મારી હોવાનું રટણ કરતો હતો. મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના સંચાલિત યાદવ નગર વિસ્તારની શાળામા ગત શનિવારે આ બનાવ બન્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.

Jamnagar: સરકારી શાળામાં નાની બબાલમાં સર્જાઈ મોટી ઘટના, વિદ્યાર્થીએ ગુમાવી આંખ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગરની સરકારી શાળામાં નાની બબાલમાં મોટી ઘટના સર્જાઈ. વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ તકરારમાં ધોરણ-3માં અભ્યાસ કરતાં બાળકે આંખ ગુમાવ્યાની ઘટના સામે આવી. શહેરમાં યાદવ નગર વિસ્તારમાં આવેલ મનપાની આ ઘટના છે. વિદ્યાર્થીએ આંખ ગુમાવતા મામલો પંહોચ્યો પોલીસ સ્ટેશન. વાલીએ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ કરતા તપાસ હાથ ધરાઇ.

વિદ્યાર્થી થયો દુર્ઘટનાનો શિકાર

શાળાએ જતાં વિદ્યાર્થીઓ કેટલીક વખત રમત રમતાં દુર્ઘટનાનો શિકાર બનતાં હોય છે. શહેરની મનપાની યાદવ નગર વિસ્તારની શાળાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સામાન્ય બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે પ્રારંભમાં શાબ્દિક તકરાર થાય છે. આ તકરાર ઉગ્ર સ્વરૂપ લેતા વિદ્યાર્થીઓ મારામારી પર ઉતરી આવ્યા. દરમ્યાન એક વિદ્યાર્થી ધોરણ-3માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી શેખર ચૌહાણને કોઈ વસ્તુથી માર મારતા તેની આંખને નુકસાન થાય છે. મારના કારણે વિદ્યાર્થી શેખર ચૌહાણની જમણી આંખની ઉપર બાજુ સોજો આવે છે.

હોસ્પિટલમાં સારવાર હેઠળ

આથી શેખરના માતાપિતા સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે. ત્યારે તબીબ શેખરની તપાસ કરી સારવાર કરતાં કહે છે આંખને વધુ નુકસાન થયું છે. શરીરનું આંખ અંગ વધુ સંવેદનશીલ હોય છે. અને શેખરને જમણી આંખની ઉપરની બાજુ સોજો આવતા તેની વધુ સારવાર કરવી પડશે તેમ જણાવ્યું. આંખમા ગંભીર ઈજા થતાં સારવાર માટે જીજી હોસ્પીટલમાં દાખલ કરાયો. શેખરને થયેલ ગંભીર ઇજાના કારણે અત્યારે તે એક જ આંખે જોઈ શકે છે.

વાલીની પોલીસમાં ફરિયાદ

હાલમાં શેખરે આંખ ગુમાવતા વાલીએ પોલીસમાં ફરિયાદ કરી. પ્રાથમિક તપાસમાં શેખરને સમગ્ર બનાવની પૂછપરછ કરાઈ ત્યારે તકરાર થતા અન્ય વિધાર્થીએ આંખમા પેન્સીલ કે પેન મારી હોવાનું રટણ કરતો હતો. મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના સંચાલિત યાદવ નગર વિસ્તારની શાળામા ગત શનિવારે આ બનાવ બન્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.