Jamnagar : ‘પૂજા’ની માયાજાળ, ઇન્સ્ટાગ્રામ હનીટ્રેપ કૌભાંડનો પર્દાફાશ, યુવતી સહિત ચારની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને પ્રેમજાળમાં ફસાવી, અવાવરું જગ્યાએ બોલાવી નગ્ન વીડિયો ઉતારી લાખો રૂપિયા પડાવતી એક ખતરનાક 'હનીટ્રેપ' ગેંગનો જામનગર સીટી સી ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. આ આધુનિક બંટી-બબલી એટલે કે પૂજા પરમાર અને યશ ઉર્ફે આર્યન રાઠોડની ટોળકીએ જામનગર, રાજકોટ અને મોરબી સહિતના અનેક યુવાનોને બ્લેકમેલ કરી લાખો રૂપિયા અને સોના-ચાંદીના દાગીના લૂંટ્યા હોવાની ચોંકાવનારી વિગતો પોલીસની આકરી પૂછપરછમાં સામે આવી છે.
અપહરણ અને લૂંટની ફરિયાદથી શરૂ થઈ તપાસ
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા એક યુવાને સીટી સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી. ચાલુ મહિનાની શરૂઆતમાં ઇન્સ્ટાગ્રામ પર પૂજા નામની યુવતીએ આ યુવાનને મેસેજ કરી આણદાબાવા ચકલા પાસે મળવા બોલાવ્યો હતો. યુવાન ત્યાં પહોંચતા જ પૂજા અને તેના ચાર સાગરીતોએ છરીની અણીએ યુવાનનું બલેનો કારમાં અપહરણ કર્યું હતું અને મોતનો ભય બતાવી ચાંદીનો ચેઈન, લક્કી તથા રૂ. 1400 રોકડા લૂંટી ફરાર થઈ ગયા હતા.
હનીટ્રેપના મોટા નેટવર્કનો ખુલાસો
પીઆઈ એન.બી. ડાભીની સૂચનાથી પીએસઆઈ અને સર્વેલન્સ સ્ટાફે એલસીબી ટેકનિકલ સેલની મદદથી તપાસ હાથ ધરી હતી. પોલીસે લોકેશન ટ્રેસ કરીને આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર યશ ઉર્ફે આર્યન નરશીભાઈ રાઠોડ, પૂજા અરવિંદભાઈ પરમાર અને કાયદાથી સંઘર્ષિત બે કિશોરોની દમણથી અટકાયત કરી જામનગર લાવી પૂછપરછ કરતા હનીટ્રેપના મોટા નેટવર્કનો ખુલાસો થયો હતો. ગેંગની મોડસ ઓપરેન્ડી
પોલીસની આકરી પૂછપરછમાં પૂજા અને યશની ગેંગે ભૂતકાળમાં આચરેલા અનેક ગુનાઓની કબૂલાત કરી છે. બે વર્ષ પહેલાં પૂજા અને તેના સાગરીતો સાદિક તથા વિજયે રાજકોટના એક યુવકને ઠેબા ચોકડીએ બોલાવી કારમાં તેનો વીડિયો ઉતારી રૂ. 10 લાખ પડાવ્યા હતા. છ મહિના પહેલાં લાલપુર ચોકડી પાસે એક નાસ્તાની રેકડી ચલાવતા યુવકને ફસાવી, તેનો 3 તોલાનો સોનાનો ચેઈન ઝૂંટવી લીધી અને તેને રૂ. 2.30 લાખમાં વેચી દીધી હતી. 1 વર્ષ પહેલાં રાજકોટના અન્ય એક યુવકને નૂરી ચોકડી પાસે ફ્લેટમાં મળવા બોલાવી પૂજા, યશ, વકીદ પટ્ટણી અને ખુશ્બુએ વીડિયો શૂટ કરી રૂ. 40 હજાર પડાવ્યા હતા. ઉપરાંત દોઢ વર્ષ પહેલાં મોરબીના એક યુવાનને ધ્રોલ બોલાવી શકીલ અને રાજુ સાથે મળીને ધાકધમકી આપી રૂ. 50 હજાર પડાવી લીધા હતા. સાથે જ 3 વર્ષ પહેલાં દરેડના કાના નામના શખ્સ સાથે મળીને યશે રૂ. 2 લાખ માટે પૂજાના ખોટા લગ્ન એક વ્યક્તિ સાથે કરાવ્યા હતા. આ ઉપરાંત પોરબંદરના એક મૂકબધિર યુવાનને લગ્નની લાલચ આપી 50 હજાર પડાવ્યા હતા. પોલીસ તપાસ ચાલુ
હાલ પોલીસે આરોપીઓ પાસેથી 3 મોબાઈલ ફોન અને 1400 રોકડા રિકવર કર્યા છે. આ બંટી-બબલીની જોડીએ ગુજરાતમાં અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે અને આ ગેંગમાં અન્ય કેટલા સાગરીતો સામેલ છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો---- Gandhinagar : ભાજપે પદાધિકારીઓની નિમણૂક મુદ્દે આપ્યું મોટું નિવેદન,વાંચો ક્યારે થશે નામો જાહેર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

