Jamnagarમા દેવી દેવતાઓ તેમજ ભારતના ઐતિહાસિક પાત્રોની વેશભૂષા સાથે યોજાયા ગરબા

દેવી દેવતાઓ તેમજ ભારતના ઐતિહાસિક પાત્રોની વેશભૂષા સાથેના રાસ જામનગરમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે,અનેકવિધ પાત્રોની આહેબહૂબ વેશભૂષા પહેરી, શણગાર-સુશોભન કરીને એક જ મંચ પર એકી સાથે ભાતીગળ રાસ રમતા હોય તેવું દ્રશ્ય.ભગવાન રામ, રાવણ, મહાદેવ, મહારાણા પ્રતાપ, અમર થયેલા રાજાઓ એક મેક સાથે દાંડિયા રમતા જોવા મળે છે. જામનગરના ઔલોકિક ગરબા જામનગર શહેરનો કોઇ પણ બાળક, યુવાન, મહિલા કે પ્રૌઢ વ્યકિત જો એમ કહે કે, તેઓ વેશભૂષા વાળી ગરબી નિહાળવા ગયા હતા. તો તેનો અર્થ એમ જ સમજવો કે, તેઓ શહેરમાં આવેલ લીમડા લેન વિસ્તારમાં આવેલી શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ દ્વારા ચાલતી ગરબીની રસલ્હાણ માણવા ગયા હતા.જામનગરમાં લીમડા લાઈન વિસ્તારમાં આવેલી ભારત માતા આદર્શ ગરબી મંડળ દ્વારા ઐતિહાસિક, શાસ્ત્રોમાં દર્શાવેલા જાણીતા પાત્રોની વેશભુષા ગરબીમાં સ્વર્ગના દેવતાઓ, સતયુગ અને કલયુગના અમર થઇ ગયેલા પાત્રોના વેશભૂષા પહેરીને ખેલૈયાઓ દાંડીયા રમે છે. લોકો બાળકોને આપે છે સમજ ભગવાન રામ, રાવણ, મહાદેવ, મહારાણા પ્રતાપ, અમર થયેલા રાજાઓ એક મેક સાથે દાંડિયા રમતા જોવા મળે છે. ઉપરોકત સ્થળે છેલ્લા 65 વર્ષથી સતત કાર્યરત વિતેલા આ છ દાયકાના સમયગાળામાં આ ગરબી તેમના વિરાટ આયોજન, પરંપરાગત રાસ - ગરબાની રજુઆત, બાળાઓ અને યુવકો દ્વારા લેવાતા અભૂતપૂર્વ ડાંડિયા રાસ, પ્રાચીનત્તમ ગરબા-દૂહા-છંદની ગાયકી દ્વારા પ્રગટ થતો ભકિતભાવ, શિસ્તબધ્ધ કાર્યકરો, સુઘડ વ્યવસ્થાપનના કારણે જેટલી વિખ્યાત છે, તેટલી જ ધાર્મિક અને ઐતિહાસિક મહાનુભાવોના પાત્રોની વેશભૂષા દ્વારા રમાતી ગરબીના કારણે પણ તેટલી જ ખ્યાતિ પામી છે. જામનગર શહેરમાં છેલ્લા પચાસ વર્ષમાં ભાગ્યે જ કોઇ એવું બાળક હશે કે જેમણે આ ગરબી અનેક વખત ન નિહાળી હોય ! આ ગરબીનું સંચાલન આ જ વિસ્તારમાં વસવાટ કરતા વિશાળ રામાણી પરિવારના બંધુઓ તથા લીંબાસીયા પરિવાર, ગજેરા પરિવાર દ્વારા કરવામાં આવે છે. રાહબરી હેઠળ ગરબીનો પ્રારંભ કર્યો જયારે ભારતના ભાગલા પડયા નહોતા ત્યારે આ પરિવાર હાલના પાકિસ્તાનના શહેર કરાંચીમાં વસવાટ કરતા હતા અને ઇ.સ. 1942 માં પણ સ્વ. શ્રી ભાણજીભાઇ સંઘરાજભાઇ રામાણી અને તેમના બંધુઓ પટેલ યુવક મંડળના નેજા હેઠળ પણ નવરાત્રીની પરંપરાગત અને હોંશભેર ઉજવણી કરતા હતા. સ્વતંત્રતા પ્રાપ્તિના વર્ષમાં તેઓ જામનગર સ્થળાંતર થયા. જામનગરના વસવાટની સાથે જ આ પરિવારે ઇ.સ. 1947 થી શહેરમાં નવરાત્રીની ઉજવણી અને ગરબીનું આયોજન આરંભ્યું. જામનગરમાં સર્વપ્રથમ રામજી લક્ષ્મણના ડેલામાં, ત્યારપછી આણદાબાવા આશ્રમવાળી જગ્યામાં, પંચેશ્વર ટાવર વિસ્તારમાં નવરાત્રીની ઉજવણી કરી હતી. પરંતુ ત્યારપછી લીમડા લેન વિસ્તારમાં સ્થાયી વસવાટની સાથોસાથ આ જ વિસ્તારના પટેલ ચોકમાં લત્તાવાસીઓના સહકારથી શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળની રાહબરી હેઠળ ગરબીનો પ્રારંભ કર્યો. તેમજ વર્ષ 2010 માં 50 માં વર્ષે સુવર્ણ જયંતીની ઉજવણી કરી હજુ પણ ભારે લોકચાહના સાથે કાર્યરત છે. અન્ય સમાજના લોકો પણ સેવા આપવા જોડાય છે આ ગરબી અનેક પ્રકારે વિશિષ્ટતા ધરાવે છે. જેમાં સૌથી ધ્યાનકર્ષક બાબત એ છે કે, આ વિસ્તારમાં વસતા મુસ્લિમ, શિખ, ખ્રિસ્તી પરિવારો પણ આ ગરબી મંડળના સમગ્ર આયોજનમાં સક્રિયપણે જોડાઇને સેવા આપી રહ્યા છે અને ગરબી મંડળના નામ ભારતમાતા આદર્શ ગરબી મંડળને યથાર્થ ઠરાવી ’અનેકતામાં એકતા"નો ભાવ પ્રદર્શિત કરી રહ્યા છે. તેમજ આઠમના દિવસે આર્ય સમાજ દ્વારા વૈદિક યજ્ઞ કરી વૈદિક પ્રચાર પ્રસારનું પણ માધ્યમ જાળવી રાખેલ છે. વળી આ ગરબીના આયોજનમાં કોઇ પાસેથી ફરજીયાત ફંડ પણ ઉઘરાવવામાં આવતું નથી લત્તાવાસીઓ તથા શુભેચ્છકો દ્વારા યથાયોગ્ય આર્થિક સહકાર આપવામાં આવે છે. ગરબી મંડળમાં જોડાયેલ રાસ - ગરબા રમતા યુવકો - બાળાઓ પાસેથી કે ગરબી નિહાળવા આવતાં દર્શકો પાસેથી પણ કોઇપણ પ્રકારની ફી - ચાર્જ વસુલવામાં આવતો નથી, કોઇ ઇનામી ડ્રો - ટિકિટ પણ રાખવામાં આવતા નથી. ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે સૌથી મહવની બાબતએ છે કે, અહિ નવરાત્રિના દિવસો દરમિયાન દરરોજ ધાર્મિક અને ઐતિહાસિક પાત્રોની વેશભૂષા પરિધાન કરીને યુવકો ડાંડિયા રાસ રમતા જોવા મળે છે. આવી ’વેશભૂષાવાળી ગરબી" નો ઝોટો મળવો મૂશ્કેલ છે. વર્ષોની પરંપરા મુજબ ગરબીમાં રામ, લક્ષ્મણ, સીતાજી, કૃષ્ણ, રાધાજી, શંકર ભગવાન, ગણેશજી, હનુમાનજી, રાવણ, છત્રપતિ શિવાજી, સિકંદર, ઋષિમુનિ, જટાયુ, અસૂર જેવા અનેકવિધ પાત્રોની આહેબહૂબ વેશભૂષા પહેરી, શણગાર - સુશોભન કરીને એક જ મંચ પર એકી સાથે ભાતીગળ રાસ રમતા હોય તેવું દ્રશ્ય ગરબી નિહાળનારાઓના મન મોહી લે છે. ખરેખર ભારતીય સંસ્કૃતિને અનુરૂપ અને આજના યુગની જરા પણ હવા લાગ્યા વિના ગુજરાતની પ્રણાલિકા મુજબ જ શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે જે ખરેખર પ્રશંસનીય બાબત છે.  

Jamnagarમા દેવી દેવતાઓ તેમજ ભારતના ઐતિહાસિક પાત્રોની વેશભૂષા સાથે યોજાયા ગરબા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેવી દેવતાઓ તેમજ ભારતના ઐતિહાસિક પાત્રોની વેશભૂષા સાથેના રાસ જામનગરમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે,અનેકવિધ પાત્રોની આહેબહૂબ વેશભૂષા પહેરી, શણગાર-સુશોભન કરીને એક જ મંચ પર એકી સાથે ભાતીગળ રાસ રમતા હોય તેવું દ્રશ્ય.ભગવાન રામ, રાવણ, મહાદેવ, મહારાણા પ્રતાપ, અમર થયેલા રાજાઓ એક મેક સાથે દાંડિયા રમતા જોવા મળે છે.

જામનગરના ઔલોકિક ગરબા

જામનગર શહેરનો કોઇ પણ બાળક, યુવાન, મહિલા કે પ્રૌઢ વ્યકિત જો એમ કહે કે, તેઓ વેશભૂષા વાળી ગરબી નિહાળવા ગયા હતા. તો તેનો અર્થ એમ જ સમજવો કે, તેઓ શહેરમાં આવેલ લીમડા લેન વિસ્તારમાં આવેલી શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ દ્વારા ચાલતી ગરબીની રસલ્હાણ માણવા ગયા હતા.જામનગરમાં લીમડા લાઈન વિસ્તારમાં આવેલી ભારત માતા આદર્શ ગરબી મંડળ દ્વારા ઐતિહાસિક, શાસ્ત્રોમાં દર્શાવેલા જાણીતા પાત્રોની વેશભુષા ગરબીમાં સ્વર્ગના દેવતાઓ, સતયુગ અને કલયુગના અમર થઇ ગયેલા પાત્રોના વેશભૂષા પહેરીને ખેલૈયાઓ દાંડીયા રમે છે.


લોકો બાળકોને આપે છે સમજ

ભગવાન રામ, રાવણ, મહાદેવ, મહારાણા પ્રતાપ, અમર થયેલા રાજાઓ એક મેક સાથે દાંડિયા રમતા જોવા મળે છે. ઉપરોકત સ્થળે છેલ્લા 65 વર્ષથી સતત કાર્યરત વિતેલા આ છ દાયકાના સમયગાળામાં આ ગરબી તેમના વિરાટ આયોજન, પરંપરાગત રાસ - ગરબાની રજુઆત, બાળાઓ અને યુવકો દ્વારા લેવાતા અભૂતપૂર્વ ડાંડિયા રાસ, પ્રાચીનત્તમ ગરબા-દૂહા-છંદની ગાયકી દ્વારા પ્રગટ થતો ભકિતભાવ, શિસ્તબધ્ધ કાર્યકરો, સુઘડ વ્યવસ્થાપનના કારણે જેટલી વિખ્યાત છે, તેટલી જ ધાર્મિક અને ઐતિહાસિક મહાનુભાવોના પાત્રોની વેશભૂષા દ્વારા રમાતી ગરબીના કારણે પણ તેટલી જ ખ્યાતિ પામી છે. જામનગર શહેરમાં છેલ્લા પચાસ વર્ષમાં ભાગ્યે જ કોઇ એવું બાળક હશે કે જેમણે આ ગરબી અનેક વખત ન નિહાળી હોય ! આ ગરબીનું સંચાલન આ જ વિસ્તારમાં વસવાટ કરતા વિશાળ રામાણી પરિવારના બંધુઓ તથા લીંબાસીયા પરિવાર, ગજેરા પરિવાર દ્વારા કરવામાં આવે છે.

રાહબરી હેઠળ ગરબીનો પ્રારંભ કર્યો

જયારે ભારતના ભાગલા પડયા નહોતા ત્યારે આ પરિવાર હાલના પાકિસ્તાનના શહેર કરાંચીમાં વસવાટ કરતા હતા અને ઇ.સ. 1942 માં પણ સ્વ. શ્રી ભાણજીભાઇ સંઘરાજભાઇ રામાણી અને તેમના બંધુઓ પટેલ યુવક મંડળના નેજા હેઠળ પણ નવરાત્રીની પરંપરાગત અને હોંશભેર ઉજવણી કરતા હતા. સ્વતંત્રતા પ્રાપ્તિના વર્ષમાં તેઓ જામનગર સ્થળાંતર થયા. જામનગરના વસવાટની સાથે જ આ પરિવારે ઇ.સ. 1947 થી શહેરમાં નવરાત્રીની ઉજવણી અને ગરબીનું આયોજન આરંભ્યું. જામનગરમાં સર્વપ્રથમ રામજી લક્ષ્મણના ડેલામાં, ત્યારપછી આણદાબાવા આશ્રમવાળી જગ્યામાં, પંચેશ્વર ટાવર વિસ્તારમાં નવરાત્રીની ઉજવણી કરી હતી. પરંતુ ત્યારપછી લીમડા લેન વિસ્તારમાં સ્થાયી વસવાટની સાથોસાથ આ જ વિસ્તારના પટેલ ચોકમાં લત્તાવાસીઓના સહકારથી શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળની રાહબરી હેઠળ ગરબીનો પ્રારંભ કર્યો. તેમજ વર્ષ 2010 માં 50 માં વર્ષે સુવર્ણ જયંતીની ઉજવણી કરી હજુ પણ ભારે લોકચાહના સાથે કાર્યરત છે.


અન્ય સમાજના લોકો પણ સેવા આપવા જોડાય છે

આ ગરબી અનેક પ્રકારે વિશિષ્ટતા ધરાવે છે. જેમાં સૌથી ધ્યાનકર્ષક બાબત એ છે કે, આ વિસ્તારમાં વસતા મુસ્લિમ, શિખ, ખ્રિસ્તી પરિવારો પણ આ ગરબી મંડળના સમગ્ર આયોજનમાં સક્રિયપણે જોડાઇને સેવા આપી રહ્યા છે અને ગરબી મંડળના નામ ભારતમાતા આદર્શ ગરબી મંડળને યથાર્થ ઠરાવી ’અનેકતામાં એકતા"નો ભાવ પ્રદર્શિત કરી રહ્યા છે. તેમજ આઠમના દિવસે આર્ય સમાજ દ્વારા વૈદિક યજ્ઞ કરી વૈદિક પ્રચાર પ્રસારનું પણ માધ્યમ જાળવી રાખેલ છે. વળી આ ગરબીના આયોજનમાં કોઇ પાસેથી ફરજીયાત ફંડ પણ ઉઘરાવવામાં આવતું નથી લત્તાવાસીઓ તથા શુભેચ્છકો દ્વારા યથાયોગ્ય આર્થિક સહકાર આપવામાં આવે છે. ગરબી મંડળમાં જોડાયેલ રાસ - ગરબા રમતા યુવકો - બાળાઓ પાસેથી કે ગરબી નિહાળવા આવતાં દર્શકો પાસેથી પણ કોઇપણ પ્રકારની ફી - ચાર્જ વસુલવામાં આવતો નથી, કોઇ ઇનામી ડ્રો - ટિકિટ પણ રાખવામાં આવતા નથી.

ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે

સૌથી મહવની બાબતએ છે કે, અહિ નવરાત્રિના દિવસો દરમિયાન દરરોજ ધાર્મિક અને ઐતિહાસિક પાત્રોની વેશભૂષા પરિધાન કરીને યુવકો ડાંડિયા રાસ રમતા જોવા મળે છે. આવી ’વેશભૂષાવાળી ગરબી" નો ઝોટો મળવો મૂશ્કેલ છે. વર્ષોની પરંપરા મુજબ ગરબીમાં રામ, લક્ષ્મણ, સીતાજી, કૃષ્ણ, રાધાજી, શંકર ભગવાન, ગણેશજી, હનુમાનજી, રાવણ, છત્રપતિ શિવાજી, સિકંદર, ઋષિમુનિ, જટાયુ, અસૂર જેવા અનેકવિધ પાત્રોની આહેબહૂબ વેશભૂષા પહેરી, શણગાર - સુશોભન કરીને એક જ મંચ પર એકી સાથે ભાતીગળ રાસ રમતા હોય તેવું દ્રશ્ય ગરબી નિહાળનારાઓના મન મોહી લે છે. ખરેખર ભારતીય સંસ્કૃતિને અનુરૂપ અને આજના યુગની જરા પણ હવા લાગ્યા વિના ગુજરાતની પ્રણાલિકા મુજબ જ શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે જે ખરેખર પ્રશંસનીય બાબત છે.