IMDની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, તોફાની બનશે દરીયો
કચ્છ-સૌરાષ્ટ્રને ધમરોળનાર 'અસ્ના' વાવાઝોડુ દરિયામાં સમાયું : પૂર્વ વિદર્ભથી ડીપ્રેસન ગુજરાત ભણી ધસ્યું, : તાપી પંથકમાં 7થી 9 ઈંચ : આજે નબળુ પડીને લો પ્રેસરમાં ફેરવાશે : સૌરાષ્ટ્રને ઓછી અસર થશેરાજકોટ, : ગત તા. 26ના જન્માષ્ટમી પર્વ પર મધ્યપ્રદેશ તરફથી આવેલી ભારે વરસાદની સીસ્ટમ ડીપ્રેસન સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરથી ડીપડીપ્રેસનના સ્વરૂપે પસાર થઈને અતિ ભારે વરસાદ વરસાવ્યો અને આ સીસ્ટમ આશ્ચર્યજનક રીતે દરિયામાં જઈને વાવાઝોડામાં ફેરવાઈ હતી.આ વાવાઝોડુ હવે દરિયામાં સમાયું છે અને આજે ઓમાનથી 210 કિ.મી.દૂર દરિયામાં લો પ્રેસર એરિયામાં ફેરવાયું છે. આ સીસ્ટમ ગુજરાતથી દૂર ગઈ ત્યાં આજે મહારાષ્ટ્રના પૂર્વ છેવાડે વિદર્ભ અને તેલંગાણા રાજ્ય ઉપર બંગાળની ખાડીમાંથી આવેલ ડીપ્રેસન સીસ્ટમ ગુજરાત ભણી આગળ વધતા ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. આવતીકાલે ગુજરાતમાં રેડ એલર્ટ અને સૌરાષ્ટ્રમાં તેનાથી ઓછું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. આજે ગુજરાતના 123 તાલુકામાં વરસાદ નોંધાયોડીપ્રેસન સહિત ભારે વરસાદની સીસ્ટમના પગલે આજે તાપી જિલ્લાના સોનગઢમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો અને તીવ્રતા એટલી હતી કે સવારે 10થી 12 બે કલાકમાં જ 4.50 ઈંચ વરસાદ તૂુટી પડયો હતો. ઉપરાંત ઉપરાંત વ્યારા, ઉછ્છલ, દોલવણ, ડાંગના વઘઈ, સુબેર, આહવા, ભરૂચ, નવસારીના વાંસદા, વગેરે તાલુકામાં ૫થી ૮ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા સહિત જિલ્લામાં પણ એકથી 5 ઈંચ સુધી વ્યાપક વરસાદ થયો છે. રાત્રે આઠ સુધીમાં 123 તાલુકામાં વરસાદ છે પરંતુ, સૌરાષ્ટ્રમાં એકંદરે વરસાદનો વિરામ રહ્યો હતો.હવામાન વિભાગની આઠ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહીઅસ્ના વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના બંદરો ઉપર ભયસૂચક સિગ્નલો લગાવાયા હતા તેમાં આજે ખતરો દૂર જતા ડીસ્ટન્સ વોર્નિંગ (ડી.ડબલ્યુ)-1 સિગ્નલ જખૌથી દમણ સુધીના તમામ બંદરો પર જારી રખાયા હતા. દક્ષિણ ગુજરાતમાં તા.૩,૫ના દરિયો તોફાની રહેવાની આગાહી છે. એકંદરે વારંવાર ડીપ્રેસન, લોપ્રેસરની ભારે વરસાદની સીસ્ટમ સાથે હાલ દક્ષિણ ગુજરાતથી કેરલના કાંઠા સુધી ચોમાસુ ઓફ શોર ટ્રોફ જારી છે. જેના પગલે આગામી ગણેશોત્સવના સમય, તા. 8 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી મૌસમ વિભાગે જારી કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છ-સૌરાષ્ટ્રને ધમરોળનાર 'અસ્ના' વાવાઝોડુ દરિયામાં સમાયું : પૂર્વ વિદર્ભથી ડીપ્રેસન ગુજરાત ભણી ધસ્યું, : તાપી પંથકમાં 7થી 9 ઈંચ : આજે નબળુ પડીને લો પ્રેસરમાં ફેરવાશે : સૌરાષ્ટ્રને ઓછી અસર થશે
રાજકોટ, : ગત તા. 26ના જન્માષ્ટમી પર્વ પર મધ્યપ્રદેશ તરફથી આવેલી ભારે વરસાદની સીસ્ટમ ડીપ્રેસન સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરથી ડીપડીપ્રેસનના સ્વરૂપે પસાર થઈને અતિ ભારે વરસાદ વરસાવ્યો અને આ સીસ્ટમ આશ્ચર્યજનક રીતે દરિયામાં જઈને વાવાઝોડામાં ફેરવાઈ હતી.આ વાવાઝોડુ હવે દરિયામાં સમાયું છે અને આજે ઓમાનથી 210 કિ.મી.દૂર દરિયામાં લો પ્રેસર એરિયામાં ફેરવાયું છે. આ સીસ્ટમ ગુજરાતથી દૂર ગઈ ત્યાં આજે મહારાષ્ટ્રના પૂર્વ છેવાડે વિદર્ભ અને તેલંગાણા રાજ્ય ઉપર બંગાળની ખાડીમાંથી આવેલ ડીપ્રેસન સીસ્ટમ ગુજરાત ભણી આગળ વધતા ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. આવતીકાલે ગુજરાતમાં રેડ એલર્ટ અને સૌરાષ્ટ્રમાં તેનાથી ઓછું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.
આજે ગુજરાતના 123 તાલુકામાં વરસાદ નોંધાયો
ડીપ્રેસન સહિત ભારે વરસાદની સીસ્ટમના પગલે આજે તાપી જિલ્લાના સોનગઢમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો અને તીવ્રતા એટલી હતી કે સવારે 10થી 12 બે કલાકમાં જ 4.50 ઈંચ વરસાદ તૂુટી પડયો હતો. ઉપરાંત ઉપરાંત વ્યારા, ઉછ્છલ, દોલવણ, ડાંગના વઘઈ, સુબેર, આહવા, ભરૂચ, નવસારીના વાંસદા, વગેરે તાલુકામાં ૫થી ૮ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા સહિત જિલ્લામાં પણ એકથી 5 ઈંચ સુધી વ્યાપક વરસાદ થયો છે. રાત્રે આઠ સુધીમાં 123 તાલુકામાં વરસાદ છે પરંતુ, સૌરાષ્ટ્રમાં એકંદરે વરસાદનો વિરામ રહ્યો હતો.
હવામાન વિભાગની આઠ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી
અસ્ના વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના બંદરો ઉપર ભયસૂચક સિગ્નલો લગાવાયા હતા તેમાં આજે ખતરો દૂર જતા ડીસ્ટન્સ વોર્નિંગ (ડી.ડબલ્યુ)-1 સિગ્નલ જખૌથી દમણ સુધીના તમામ બંદરો પર જારી રખાયા હતા. દક્ષિણ ગુજરાતમાં તા.૩,૫ના દરિયો તોફાની રહેવાની આગાહી છે. એકંદરે વારંવાર ડીપ્રેસન, લોપ્રેસરની ભારે વરસાદની સીસ્ટમ સાથે હાલ દક્ષિણ ગુજરાતથી કેરલના કાંઠા સુધી ચોમાસુ ઓફ શોર ટ્રોફ જારી છે. જેના પગલે આગામી ગણેશોત્સવના સમય, તા. 8 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી મૌસમ વિભાગે જારી કરી છે.