Himatnagar News: સાબર ડેરીમાં આવતીકાલે યોજાશે સામાન્ય સભા, પશુપાલકોના હિતમાં નિર્ણય ન આવે તો આંદોલનની ચીમકી

Aug 11, 2025 - 00:00
Himatnagar News: સાબર ડેરીમાં આવતીકાલે યોજાશે સામાન્ય સભા, પશુપાલકોના હિતમાં નિર્ણય ન આવે તો આંદોલનની ચીમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબર ડેરીની આવતીકાલે 11 ઓગસ્ટના રોજ યોજાનારી સામાન્ય સભા પૂર્વે પશુપાલક નેતા ચેતન પટેલે એક મોટું નિવેદન આપ્યું હતી. જો આ સભામાં સાડા ત્રણ લાખ પશુપાલકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો 12 ઓગસ્ટથી અચોક્કસ મુદતનું આંદોલન શરૂ કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી હતી. આ સામાન્ય સભાનું મહત્વ એટલા માટે વધી ગયું છે કારણ કે અગાઉ 14 જુલાઈના રોજ ભાવફેરના મુદ્દે પશુપાલકો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. આ ઘટના બાદ પોલીસ અને પશુપાલકો વચ્ચેના તણાવપૂર્ણ માહોલ વચ્ચે આ સભા યોજાઈ રહી છે.

સામાન્ય સભા પહેલા પશુપાલક ચેતન પટેલની ચીમકી

પશુપાલકો છેલ્લા ઘણા સમયથી 20% ભાવફેરની માગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે મોંઘવારીના આ સમયમાં દૂધના ભાવમાં વધારો થવો અનિવાર્ય છે. આવતીકાલની સભામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સહકારી દૂધ મંડળીઓના ચેરમેનો હાજર રહેશે. આ સભામાં ભાવફેર અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. ચેતન પટેલે પશુપાલક મહિલાઓને પણ મોટી સંખ્યામાં રાખડી લઈને સાબરડેરી ખાતે પહોંચવા માટે આહવાન કર્યું છે. જેથી તેઓ પોતાના હિત માટે અવાજ ઉઠાવી શકે.

સભામાં સહકારી દૂધ મંડળીના ચેરમેનો રહેશે હાજર

આ સંભવિત આંદોલનને ધ્યાનમાં રાખીને સાબરડેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જોકે ચેતન પટેલે પશુપાલકોને પોલીસથી ડર્યા વગર પોતાના હક્ક માટે લડત ચલાવવા માટે હાકલ કરી છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો 12 ઓગસ્ટથી તેઓ પશુપાલકોને સાથે રાખીને વિરોધ નોંધાવશે. આ આંદોલન ડેરીના વહીવટ માટે એક મોટો પડકાર બની શકે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0