Himachal Pradesh Rain News: આ ત્રણ સિસ્ટમ ખોરવાતા દેશભરમાં વરસાદે સર્જી તારાજી, જન-જીવન થયું પ્રભાવિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મૂશળધાર વરસાદના કારણે રસ્તાઓ પર હોડીઓ જોવા મળી રહી છે. અને અમુક સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. ઉત્તરથી લઇને પશ્ચિમના ભાગોમાં મોનસૂન સીઝનનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ વરસાદે તમામ રેકોર્ડ તોડ્યા છે.
કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ
દેશના વિવિધ રાજ્યો જેમકે, પંજાબ, જમ્મૂ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અહીં રહેણાંક વિસ્તારોની સ્થિતિ દયનીય બની છે. સાંબેલાધાર વરસાદના કારણે પાણીનું સ્તર વધી રહ્યુ છે. ડેમમાં નવા નીર આવ્યા છે. તો નદીઓ પણ બન્ને કાંઠે વહી રહી છે. આ વરસાદના કારણે ભારે તારાજી સર્જાઇ છે. રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળતા ઘરો જમીનદોસ્ત થયા છે. પંજાબમાં પૂરનું સંકટ છે. તો જમ્મૂ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં લેન્ડસ્લાઇડના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. ગુજરાતથી લઇને મહારાષ્ટ્ર, પંજાબ, જમ્મૂ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ છે.
લા-નીના અને અલ-નીનોની બે સિસ્ટમ
ભારતનું હવામાન અમુક પરિસ્થિતિઓથી પ્રભાવિત છે. હિમાલય તરફથી આવતા પવનો પોતાની અસર દર્શાવે છે. તો સમુદ્રમાંથી આવતા પવનો પણ અસર કરે છે. દક્ષિણ-પશ્ચિમ મોનસૂન તેનું મુખ્ય ઉદાહરણ છે. લા-નીના અને અલ-નીનો એવી બે સિસ્ટમ છે. જેની અસર એશિયાથી લઇને લેટિન અમેરિકા અને નોર્થ અમેરિકા સુધી જોવા મળે છે. લા-નીના પ્રભાવિત થતા મોનસૂન મજબૂત થવાની આશા વધી જાય છે. વાદળ ફાટવું અને ફ્લૈશ ફ્લડ વરસાદી સંકટ વધારે છે. હવામાન નિષ્ણાંતો ત્રણ સિસ્ટમ ગણાવી રહ્યા છે જેમાં લો-પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બનનો સમાવેશ થાય છે. લો-પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન
લો-પ્રેશર સિસ્ટમમાં ક્ષેત્ર વાતાવરણમાં ભેજ અને હવા ઉપર તરફ ખેંચવામાં આવે છે. તે ઉપર જઇને ઠંડી હવામાં રૂપાંતરિત થાય છે. અને વરસાદ પડવાનું મુખ્ય કારણ બને છે. એવી જ રીતે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં હવા ખેંચવામાં આવે છે. અને વરસાદનું પ્રમાણ વધી જાય છે. સાયક્લોનિક સર્ક્યુલેશન વાવાઝોડા જેવી સ્થિતિનનું નિર્માણ કરે છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન મુખ્યત્વે ભૂમધ્યસાગરમાં પેદા થાય છે. અને ઉત્તર ભારતને પ્રભાવિત કરે છે. આ પણ એક પ્રકારે લો-પ્રેશર સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન તેવા તોફાનો પેદા કરે છે.
What's Your Reaction?






