Halvad: 45થી વધુ પરિવારોને બેઘર નહીં કરવા કવાડીયાના ગ્રામજનોની માગણી
હળવદના કવાડિયા ગામે વન વિભાગની દમનકારી વલણ સામે 100થી વધુ લોકોએ આજે હળવદ મામલતદાર કચેરીમાં મામલતદારને આવેદનપત્ર આપી 45થી વધુ પરિવારોને બેઘર કરી આશરો નહીં છીનવવા માટે રજૂઆત કરી હતી. અને વર્ષોથી વસવાટ કરતા પરીવારજનો ક્યાં જઈએ? જેથી કરીને ન્યાય આપોની માંગણી કરી હતી. હળવદના કવાડિયા ગામે સલાટ પરીવારના આશરે 40થી 50 કાચા પાકા મકાન આવેલા છે અને જેમાં આશરે 70થી 80 વર્ષોથી 200થી વધુ લોકો વસવાટ કરે છે જેમાં ગ્રામ પંચાયત કચેરી દ્વારા લાઈટ, પાણી સહિતની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવી છે અને મતદાન સહિતના હકો પણ ધરાવે છે. સલાટ પરીવારના વિસ્તારમાં જેસીબી સાથે ડિમોલેશન હાથ ધરાયું કવાડિયા ગામે ગઈકાલે રવિવારે મોરબી વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કાર સાથે અન્ય ચાર ફોરેસ્ટ બીટગાર્ડ લઈને સલાટ પરીવારના વિસ્તારમાં જેસીબી સાથે ડિમોલેશન હાથ ધર્યું હતું. જેથી આ ડિમોલેશન નહીં કરવા તેમજ ન્યાયની માગ સાથે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કવાડિયા ગામના સરપંચ સહિતના 200થી વધુ લોકો આજે હળવદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, વન વિભાગ દ્વારા કોઈપણ નોટિસ આપ્યા વગર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેથી કરીને અમારી ઘરવખરી સહિત ચીજવસ્તુઓ બગડી જાય તેમ છે અને કાળી મજૂરી કરી માંડ માંડ પતરાના મકાન બનાવ્યા છે. ત્યારે વર્ષોની મહેનત પલભરમાં તોડી પાડવામાં ન આવે અને ન્યાયની માગણી સાથે આજે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હળવદના કવાડિયા ગામે વન વિભાગની દમનકારી વલણ સામે 100થી વધુ લોકોએ આજે હળવદ મામલતદાર કચેરીમાં મામલતદારને આવેદનપત્ર આપી 45થી વધુ પરિવારોને બેઘર કરી આશરો નહીં છીનવવા માટે રજૂઆત કરી હતી. અને વર્ષોથી વસવાટ કરતા પરીવારજનો ક્યાં જઈએ? જેથી કરીને ન્યાય આપોની માંગણી કરી હતી.
હળવદના કવાડિયા ગામે સલાટ પરીવારના આશરે 40થી 50 કાચા પાકા મકાન આવેલા છે અને જેમાં આશરે 70થી 80 વર્ષોથી 200થી વધુ લોકો વસવાટ કરે છે જેમાં ગ્રામ પંચાયત કચેરી દ્વારા લાઈટ, પાણી સહિતની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવી છે અને મતદાન સહિતના હકો પણ ધરાવે છે.
સલાટ પરીવારના વિસ્તારમાં જેસીબી સાથે ડિમોલેશન હાથ ધરાયું
કવાડિયા ગામે ગઈકાલે રવિવારે મોરબી વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કાર સાથે અન્ય ચાર ફોરેસ્ટ બીટગાર્ડ લઈને સલાટ પરીવારના વિસ્તારમાં જેસીબી સાથે ડિમોલેશન હાથ ધર્યું હતું. જેથી આ ડિમોલેશન નહીં કરવા તેમજ ન્યાયની માગ સાથે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
કવાડિયા ગામના સરપંચ સહિતના 200થી વધુ લોકો આજે હળવદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, વન વિભાગ દ્વારા કોઈપણ નોટિસ આપ્યા વગર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેથી કરીને અમારી ઘરવખરી સહિત ચીજવસ્તુઓ બગડી જાય તેમ છે અને કાળી મજૂરી કરી માંડ માંડ પતરાના મકાન બનાવ્યા છે. ત્યારે વર્ષોની મહેનત પલભરમાં તોડી પાડવામાં ન આવે અને ન્યાયની માગણી સાથે આજે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું.