Gujartમાં નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024ને લઈ સરકારે કર્યુ મોટુ એલાન

આજ રોજ ગુજરાત રાજ્યના કુટીર ઉદ્યોગ વિભાગના માનનીય મંત્રી બલવંતસિંહ રાજપુત અને માનનીય રા.ક. મંત્રી જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા)ની ઉપસ્થિતિમાં નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ ૨૦૨૪ની ગાંધીનગર ખાતેથી જાહેરાત કરાઈ છે.નવીન કુટીર નીતિ ૨૦૨૪નું વિઝન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉન્નત બજાર હિસ્સા સાથે રાજ્યમાં એક ગતિશીલ અને આત્મનિર્ભર કુટીર ઉદ્યોગ ક્ષેત્રનું નિર્માણ કરવાનું છે. તેમજ રાજ્યની લુપ્ત થતી હસ્તકલાઓને જાળવી રાખવાનું છે. નવા લક્ષ્યાંક નવીન કુટીર ઉદ્યોગ નીતિ રાજયમાં કુટીર ઉદ્યોગની ઇકો સિસ્ટમને મજબૂત કરીને કુટીર ક્ષેત્રને ટકાઉ બનાવવા અને લુપ્ત થતી હસ્તકલાને પુનર્જીવિત કરવા પર ભાર આપશે. સક્ષમ અને અનુકૂળ વાતાવરણ દ્વારા ગુજરાતના હસ્તકલા, ખાદી અને હાથશાળના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન મળે અને તેની જાળવણી થાય અને ઉપરાંત ધિરાણ સહાય, માર્કેટ સહાય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો વિકાસ, કૌશલ્ય વિકાસ, ટેક્નોલોજી અપગ્રેડેશન અને ઈનોવેશનની ઉપલબ્ધતા દ્વારા આ ક્ષેત્રમાં તકો વધારવી એ આ નીતિનું મિશન છે.ગુજરાત સરકાર દ્વારા નવીન કુટીર નીતિ અંતર્ગત આગામી પાંચ વર્ષ માટે નીચે મુજબના લક્ષ્યાંક રાખેલ છે. જાણો કેવી હશે યોજના 01- રાજયમાં સ્વરોજગારીની તકો વધારવા માટે અને નવા નાના ઉદ્યોગો અને વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણની રકમ રૂ. ૮ લાખ થી વધારીને રૂ. ૨૫ લાખ અને સબસિડીની રકમમાં રૂ. ૧,૨૫,૦૦૦ થી વધારીને રૂ. ૩,૭૫,૦૦૦ કરવામાં આવશે. આવનાર પાંચ વર્ષમાં ૩,૩૦,૦૦૦ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી કરવામાં આવશે. 02-દત્તોપંત કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત શ્રી હાથશાળ અને હસ્તકળાના કારીગરો માટે કાર્યકારી મુડી ધિરાણ સ્વરૂપે આપવા માટેની યોજના અંતર્ગત મહત્તમ ધિરાણ રકમ રૂ. ૧ લાખથી વધારીને રૂ. ૩ લાખ કરવામાં આવશે. 03-કુટીર અને ગ્રામોદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લાભાર્થીઓને સાધન સહાય દ્વારા પ્રત્યક્ષ/પરોક્ષ રોજગારીની તકો પુરી પાડવામાં આવશે. આવનાર પાંચ વર્ષમાં ૧,૨૫,૦૦૦ થી વધુને લાભ આપવાનો લક્ષ્યાંક છે. 04-દર વર્ષે કૌશલ્ય વિકાસની તાલીમ મારફતે નવા નાના ઉદ્યોગસાહસિકો તૈયાર કરી તેમની સંખ્યા વધારશે. આવનાર પાંચ વર્ષમાં ૬૦,૦૦૦ થી વધુને લાભ આપવાનો લક્ષ્યાંક છે. 05-હાથશાળ, હસ્તકલા અને ખાદી ક્ષેત્ર સાથે સંકળાયેલ કારીગરો અને મંડળીઓ મળી કુલ ૪૫,૦૦૦ જેટલા લાભાર્થીઓને આવરી લેવામાં આવશે. 06-એક જીલ્લો એક ઉત્પાદન (ODOP) યોજના અંતર્ગત જીલ્લાના વિશિષ્ટ ઉત્પાદનોને પ્રોત્સાહન આપી કુલ ૧૦,૦૦૦ જેટલા લાભાર્થીઓનો સમાવેશ કરવાનો લક્ષ્યાંક છે. 07-પ્રધાનમંત્રીશ્રીના લોકલ ફોર વોકલના મંત્રને અનુસરીને ગુજરાતનાં સુરત ખાતે રૂ. ૨૮૦ કરોડના ખર્ચે ૨.૭૨ લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ભવ્ય અને વિશાળ પી. એમ. એક્તા મોલ બનાવવાનું કામ શરૂ થઈ ગયેલ છે. જેમાં રાજ્યના 33 જીલ્લાની ODOP ઉત્પાદનો માટે, દેશના ૨૮ જીલ્લાઓ અને ૮ કેન્દ્ર શાસિત પ્રદેશો તેમજ સરકારના સાહસો જેવા કે વન વિભાગ, ખાદી અને ગ્રામોદ્યોગ વિગેરે મળીને કુલ ૯૮ શોરૂમ બનાવવામાં આવનાર છે. પી. એમ. એકતા મોલમાં કારીગરો માટે રેહવાની વ્યવસ્થા માટે ડોરમેટરી, ૧ રૂમ કિચનના ફ્લેટ્સ તેમજ કોમર્શિયલ જગ્યા  (મલ્ટીપ્લેક્સ તેમજ ગેમ ઝોન માટે જરૂરીયાત મુજબ) જેવી સુવિધાઓ રહેશે. 08-અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ૭,૦૦૦ જેટલા કારીગરો/ઉદ્યોગ સાહસિકોને સામેલ કરવા પ્રયત્ન કરશે. 09-આવનાર પાંચ વર્ષમાં ૫૦૦૦ જેટલા કુટીર અને ગ્રામોદ્યોગના નાના ઉદ્યમીઓને વેચાણ પર વળતર સહાય આપીને તેમને સ્પર્ધાત્મક વાતાવરણમાં ટકી રહેવા સહાય પૂરી પાડવામાં આવશે. 10-પ્રોત્સાહનો અને ઇન્સેટિવ સહાય દ્વારા હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનોની નિકાસમાં વધારો કરશે. આ માટે સરકાર આવનાર પાંચ વર્ષમાં ૨,૫૦૦ જેટલા કારીગરોને નિકાસ વધારવા માટે પ્રોત્સાહનો આપી પ્રયત્નો કરશે. 11-હાથશાળમાં બ્રાન્ડિંગ અને હેન્ડલૂમ માર્ક માટે પ્રોત્સાહન આપવામાં આવશે.       12-બોર્ડ/નિગમ અને સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા કારીગરો ખાદી, હાથશાળ અને હસ્તકલાના રૂ. ૪૬૦ કરોડની કિંમતના ઉત્પાદનોનું વેચાણ કરે છે. જેને આગામી ૫ વર્ષમાં તબક્કાવાર રૂ. ૧૫૦૦ કરોડ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. 13-આ ક્ષેત્રના સંભવિત હિસ્સેદારો/લાભાર્થીઓ માટે કારીગર વસ્તી ગણતરી હાથ ધરશે. 14-કારીગરોને ઉત્પાદનોના બૌદ્ધધિક સંપત્તિ અધિકારોનું રક્ષણ કરવા માટે ભૌગોલિક સંકેત(GI Tag) પ્રમાણપત્ર પ્રાપ્ત કરવામાં સુવિધા પૂરી પાડવામાં આવશે. ભૌગોલિક સંકેત(GI Tag) પ્રમાણપત્ર ધરાવતાં હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનોને વિશિષ્ટ ઉત્પાદનો તરીકે પ્રોત્સાહિત કરી વેચાણ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે     15-કારીગરોને માર્કેટિંગ માટે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે વધુ ને વધુ પ્રદર્શન અને મેળાઓનું આયોજન તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બાયર-સેલર મીટનું આયોજન કરશે.     16-ટ્રેનર્સને દર વર્ષે રિફ્રેશર અને ઓરિએન્ટેશન તાલીમ આપવામાં આવશે જેથી તેઓ બજારના નવીનતમ વલણો સાથે અપડેટ થાય.      17-રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓ, રાષ્ટ્રીય યોગ્યતા પ્રમાણપત્ર ધારકો અને રાજ્ય પુરસ્કાર વિજેતાઓ દ્વારા નવા કારીગરો માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. 18-જિલ્લા સ્તરે તથા રાજ્ય સ્તરે પુરસ્કારોની સંખ્યા વધારીને કારીગરોની સન્માન પ્રવૃત્તિમાં વધારો કરવો તેમજ એવોર્ડ વિજેતા કારીગરો દ્વારા મેન્ટરશીપ વર્કશોપનું આયોજન કરી અન્ય કારીગરોને માર્ગદર્શન પૂરું પાડવું. 19-દર વર્ષની જેમ આજ રોજ પણ માનનીય મંત્રી કુટીર ઉદ્યોગ અને માનનીય રા.ક. મંત્રી દ્વારા ૧૧ કારીગરોને ડબલ ઇક્કત પટોળા સાડી, એમ્બ્રોડરી અને જરી જરદોશી, એપ્લીક વર્ક, વુડન વર્ક, મોતીકામ, કમલકારી, ટાઈ એન્ડ ડાય, ખરલ અને મશરૂ જેવી ક્રાફ્ટમાં એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા.

Gujartમાં નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024ને લઈ સરકારે કર્યુ મોટુ એલાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજ રોજ ગુજરાત રાજ્યના કુટીર ઉદ્યોગ વિભાગના માનનીય મંત્રી બલવંતસિંહ રાજપુત અને માનનીય રા.ક. મંત્રી જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા)ની ઉપસ્થિતિમાં નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ ૨૦૨૪ની ગાંધીનગર ખાતેથી જાહેરાત કરાઈ છે.નવીન કુટીર નીતિ ૨૦૨૪નું વિઝન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉન્નત બજાર હિસ્સા સાથે રાજ્યમાં એક ગતિશીલ અને આત્મનિર્ભર કુટીર ઉદ્યોગ ક્ષેત્રનું નિર્માણ કરવાનું છે. તેમજ રાજ્યની લુપ્ત થતી હસ્તકલાઓને જાળવી રાખવાનું છે.

નવા લક્ષ્યાંક

નવીન કુટીર ઉદ્યોગ નીતિ રાજયમાં કુટીર ઉદ્યોગની ઇકો સિસ્ટમને મજબૂત કરીને કુટીર ક્ષેત્રને ટકાઉ બનાવવા અને લુપ્ત થતી હસ્તકલાને પુનર્જીવિત કરવા પર ભાર આપશે. સક્ષમ અને અનુકૂળ વાતાવરણ દ્વારા ગુજરાતના હસ્તકલા, ખાદી અને હાથશાળના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન મળે અને તેની જાળવણી થાય અને ઉપરાંત ધિરાણ સહાય, માર્કેટ સહાય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો વિકાસ, કૌશલ્ય વિકાસ, ટેક્નોલોજી અપગ્રેડેશન અને ઈનોવેશનની ઉપલબ્ધતા દ્વારા આ ક્ષેત્રમાં તકો વધારવી એ આ નીતિનું મિશન છે.ગુજરાત સરકાર દ્વારા નવીન કુટીર નીતિ અંતર્ગત આગામી પાંચ વર્ષ માટે નીચે મુજબના લક્ષ્યાંક રાખેલ છે.


જાણો કેવી હશે યોજના

01- રાજયમાં સ્વરોજગારીની તકો વધારવા માટે અને નવા નાના ઉદ્યોગો અને વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણની રકમ રૂ. ૮ લાખ થી વધારીને રૂ. ૨૫ લાખ અને સબસિડીની રકમમાં રૂ. ૧,૨૫,૦૦૦ થી વધારીને રૂ. ૩,૭૫,૦૦૦ કરવામાં આવશે. આવનાર પાંચ વર્ષમાં ૩,૩૦,૦૦૦ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી કરવામાં આવશે.

02-દત્તોપંત કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત શ્રી હાથશાળ અને હસ્તકળાના કારીગરો માટે કાર્યકારી મુડી ધિરાણ સ્વરૂપે આપવા માટેની યોજના અંતર્ગત મહત્તમ ધિરાણ રકમ રૂ. ૧ લાખથી વધારીને રૂ. ૩ લાખ કરવામાં આવશે.

03-કુટીર અને ગ્રામોદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લાભાર્થીઓને સાધન સહાય દ્વારા પ્રત્યક્ષ/પરોક્ષ રોજગારીની તકો પુરી પાડવામાં આવશે. આવનાર પાંચ વર્ષમાં ૧,૨૫,૦૦૦ થી વધુને લાભ આપવાનો લક્ષ્યાંક છે.

04-દર વર્ષે કૌશલ્ય વિકાસની તાલીમ મારફતે નવા નાના ઉદ્યોગસાહસિકો તૈયાર કરી તેમની સંખ્યા વધારશે. આવનાર પાંચ વર્ષમાં ૬૦,૦૦૦ થી વધુને લાભ આપવાનો લક્ષ્યાંક છે.

05-હાથશાળ, હસ્તકલા અને ખાદી ક્ષેત્ર સાથે સંકળાયેલ કારીગરો અને મંડળીઓ મળી કુલ ૪૫,૦૦૦ જેટલા લાભાર્થીઓને આવરી લેવામાં આવશે.

06-એક જીલ્લો એક ઉત્પાદન (ODOP) યોજના અંતર્ગત જીલ્લાના વિશિષ્ટ ઉત્પાદનોને પ્રોત્સાહન આપી કુલ ૧૦,૦૦૦ જેટલા લાભાર્થીઓનો સમાવેશ કરવાનો લક્ષ્યાંક છે.

07-પ્રધાનમંત્રીશ્રીના લોકલ ફોર વોકલના મંત્રને અનુસરીને ગુજરાતનાં સુરત ખાતે રૂ. ૨૮૦ કરોડના ખર્ચે ૨.૭૨ લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ભવ્ય અને વિશાળ પી. એમ. એક્તા મોલ બનાવવાનું કામ શરૂ થઈ ગયેલ છે. જેમાં રાજ્યના 33 જીલ્લાની ODOP ઉત્પાદનો માટે, દેશના ૨૮ જીલ્લાઓ અને ૮ કેન્દ્ર શાસિત પ્રદેશો તેમજ સરકારના સાહસો જેવા કે વન વિભાગ, ખાદી અને ગ્રામોદ્યોગ વિગેરે મળીને કુલ ૯૮ શોરૂમ બનાવવામાં આવનાર છે. પી. એમ. એકતા મોલમાં કારીગરો માટે રેહવાની વ્યવસ્થા માટે ડોરમેટરી, ૧ રૂમ કિચનના ફ્લેટ્સ તેમજ કોમર્શિયલ જગ્યા  (મલ્ટીપ્લેક્સ તેમજ ગેમ ઝોન માટે જરૂરીયાત મુજબ) જેવી સુવિધાઓ રહેશે.

08-અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ૭,૦૦૦ જેટલા કારીગરો/ઉદ્યોગ સાહસિકોને સામેલ કરવા પ્રયત્ન કરશે.

09-આવનાર પાંચ વર્ષમાં ૫૦૦૦ જેટલા કુટીર અને ગ્રામોદ્યોગના નાના ઉદ્યમીઓને વેચાણ પર વળતર સહાય આપીને તેમને સ્પર્ધાત્મક વાતાવરણમાં ટકી રહેવા સહાય પૂરી પાડવામાં આવશે.

10-પ્રોત્સાહનો અને ઇન્સેટિવ સહાય દ્વારા હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનોની નિકાસમાં વધારો કરશે. આ માટે સરકાર આવનાર પાંચ વર્ષમાં ૨,૫૦૦ જેટલા કારીગરોને નિકાસ વધારવા માટે પ્રોત્સાહનો આપી પ્રયત્નો કરશે.

11-હાથશાળમાં બ્રાન્ડિંગ અને હેન્ડલૂમ માર્ક માટે પ્રોત્સાહન આપવામાં આવશે.

     

12-બોર્ડ/નિગમ અને સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા કારીગરો ખાદી, હાથશાળ અને હસ્તકલાના રૂ. ૪૬૦ કરોડની કિંમતના ઉત્પાદનોનું વેચાણ કરે છે. જેને આગામી ૫ વર્ષમાં તબક્કાવાર રૂ. ૧૫૦૦ કરોડ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે.

13-આ ક્ષેત્રના સંભવિત હિસ્સેદારો/લાભાર્થીઓ માટે કારીગર વસ્તી ગણતરી હાથ ધરશે.

14-કારીગરોને ઉત્પાદનોના બૌદ્ધધિક સંપત્તિ અધિકારોનું રક્ષણ કરવા માટે ભૌગોલિક સંકેત(GI Tag) પ્રમાણપત્ર પ્રાપ્ત કરવામાં સુવિધા પૂરી પાડવામાં આવશે. ભૌગોલિક સંકેત(GI Tag) પ્રમાણપત્ર ધરાવતાં હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનોને વિશિષ્ટ ઉત્પાદનો તરીકે પ્રોત્સાહિત કરી વેચાણ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે

   

15-કારીગરોને માર્કેટિંગ માટે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે વધુ ને વધુ પ્રદર્શન અને મેળાઓનું આયોજન તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બાયર-સેલર મીટનું આયોજન કરશે.

   

16-ટ્રેનર્સને દર વર્ષે રિફ્રેશર અને ઓરિએન્ટેશન તાલીમ આપવામાં આવશે જેથી તેઓ બજારના નવીનતમ વલણો સાથે અપડેટ થાય.

    

17-રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓ, રાષ્ટ્રીય યોગ્યતા પ્રમાણપત્ર ધારકો અને રાજ્ય પુરસ્કાર વિજેતાઓ દ્વારા નવા કારીગરો માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

18-જિલ્લા સ્તરે તથા રાજ્ય સ્તરે પુરસ્કારોની સંખ્યા વધારીને કારીગરોની સન્માન પ્રવૃત્તિમાં વધારો કરવો તેમજ એવોર્ડ વિજેતા કારીગરો દ્વારા મેન્ટરશીપ વર્કશોપનું આયોજન કરી અન્ય કારીગરોને માર્ગદર્શન પૂરું પાડવું.

19-દર વર્ષની જેમ આજ રોજ પણ માનનીય મંત્રી કુટીર ઉદ્યોગ અને માનનીય રા.ક. મંત્રી દ્વારા ૧૧ કારીગરોને ડબલ ઇક્કત પટોળા સાડી, એમ્બ્રોડરી અને જરી જરદોશી, એપ્લીક વર્ક, વુડન વર્ક, મોતીકામ, કમલકારી, ટાઈ એન્ડ ડાય, ખરલ અને મશરૂ જેવી ક્રાફ્ટમાં એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા.